SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ સગ ૧ લે “થાય છે કે જેથી ભોગને માટે કે મોક્ષને માટે મને સ્પૃહા રહેતી નથી. હે જગન્નાથ! “ભવભવ તમારા ચરણનું મને શરણ થ” એવી હું પ્રાર્થના કરું છું. તમારી સેવાથી શું સાધી શકાતું નથી?” આ પ્રમાણે ઈદ્ર, વાસુદેવ અને બલદેવ સ્તુતિ કરી વિરામ પામ્યા પછી શ્રેયાંસ પ્રભુએ શ્રેયના હેતુરૂપ દેશના આપવાને આરંભ કર્યો. “આ અપાર સંસાર સ્વયંભૂરમણ સમુદ્રના જેવો છે, તેમાં પ્રાણી કર્મરૂપી ઊર્મિઓથી * આ સ. અવળો ને ઊચે નીચે અર્થાત ઊર્વ. અધે ને તિર્થો લેકમાં ભમ્યા કરે છે. પવનથી “જેમ દબિંદુ અને ઔષધથી જેમ રસ ઝરી જાય છે, તેમ નિજ રા વડે આઠે કર્મો કરી જાય છે. સંસારના બીજેથી ભરેલાં એવાં કર્મોની નિર્જ રણ કરવાથી તેનું નામ નિર્જર કહેવાય છે, તે નિર્જરા સકામ અને અકામ એવા બે પ્રકારની છે. જેઓ યમનિયમના ધરનારા છે તેમને સકામ નિર્જરા થાય છે અને બીજા પ્રાણીઓને અકામ નિર્જરા થાય છે. કર્મોની પરિપકવતા ફલની પેઠે પ્રયત્નથી અથવા સ્વયમેવ એમ બે પ્રકારે થાય છે. “જેમ સુવર્ણ દોષવાળું હોય પણ પ્રદીપ્ત અગ્નિ વડે શુદ્ધ થાય છે. તેમ તપ રૂપ અગ્નિ વડે સદોષ જીવ પણ શુદ્ધિને પામે છે. તે તપ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકાર છે. “અનશન, ઉદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા-એ છ પ્રકારે બાહ્ય તપ કહેવાય છે, પ્રાયશ્ચિત્ત, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, વ્યુત્સર્ગ અને શુભધ્યાન“એ છ પ્રકારે અત્યંતર તપ કહેવાય છે. આ બાહ્ય અને અત્યંતર તારૂપી અગ્નિને પ્રજવલિત કરીને નિયમધારી પુરુષ પોતાના દુર્જરે એવાં કમેને પણ જરાવી દે છે. જેમ “કેઈ સરવરનું દ્વાર ઉપાથી સર્વ તરફ બંધ કર્યું હોય તે પછી નવા જલપ્રવાહથી તે કદિ પણ પુરતું નથી, તેવી રીતે સંવરથી આવૃત થયેલો જીવ આશ્રવરૂપ દ્વારા રે “કરવાથી નવાં નવાં કર્મ દ્રવ્ય વડે પૂરા તે નથી. પછી જેમ પૂર્વે સંચિત થયેલું સરોવરનું જળ સૂર્યનાં પ્રચંડ કિરણોના અવિચ્છિન્ન તાપથી સુકાઈ જાય છે, તેમ પૂર્વે બાંધેલાં “પ્રાણીઓનાં કર્મ પણ તપસ્યાના તાપથી તત્કાલ ક્ષય પામી જાય છે. નિર્ભર “કરવામાં બાહ્ય તપ કરતાં અત્યંતર તપ શ્રેષ્ઠ છે, અને તેમાં પણ ધ્યાનનું એક “છત્રરાજ્ય રહેલું છે, એમ મુનિઓ કહે છે. કારણકે ધ્યાન ધરનારા યેગીઓના ચિરકા“લથી ઉપાર્જન કરેલાં અને ઘણું પ્રબલ કર્મ પણ તત્કાલ નિર્જરીભૂત થઈ જાય છે. જેમ વૃદ્ધિ પામેલે શારીરિક દેષ લંઘન કરવાથી શોષાઈ જાય છે તેવી રીતે તપ કરવાથી પૂર્વ સંચિત કર્મ ક્ષય પામી જાય છે; અથવા મેઘનો સમૂહ પ્રચંડ પવનના આઘાતથી આમ “તેમ વિખરાઈ જાય છે, તેમ તપસ્યાથી કર્મનો સમૂહ વિનાશ પામે છે. જ્યારે સંવર અને નિર્જરા પ્રતિક્ષણ સમર્થ પણે ઉત્કર્ષ પામે છે, ત્યારે તે જરૂર મોક્ષને ઉત્પન્ન કરે છે. બન્ને પ્રકારની તપસ્યાથી થતી નિર્જ વડે કમેને જરાવનારો શુદ્ધ બુદ્ધિવાળે “પુરુષ સર્વ કર્મોથી રહિત એવા મોક્ષને પામે છે. '' આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળીને તે વખતે ઘણા લેકોએ દીક્ષા ગ્રહણ કરી; બળભદ્ર અને વાસુદેવે સમકિત પ્રાપ્ત કર્યું. પ્રથમ પોષી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી. એટલે ત્રિપૃષ્ટ વાસુદેવના પુરુષે ચારપ્રસ્થ (આઠશેર)ના પ્રમાણવાળા બલિ લાવ્યા. તે બલિ પ્રભુની પાસે ઉડાડ. તેમાંથી અર્ધભાગ નીચે પડયા અગાઉ દેવતાઓએ લઈ લીધે. બાકીના અર્ધમાંથી અર્ધ રાજાએ લીધે, અને અવશિષ્ટ ભાગ બીજાઓએ ગ્રહણ કર્યો; પછી ઉત્તર દ્વારથી નીકળી પ્રભુ મધ્ય પ્રમાં રહેલા દેવછંદ ઉપર જઈ બેઠા. એટલે
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy