SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૪ ૯૩ કરનાર અને આ પૃથ્વીના ઈંદ્ર અશ્વગ્રીવ રાજાએ મારી સાથે કહેવરાવ્યું છે કે જેમ મુગ્ધ વટેમાર્ગુ રાજાના ઉદ્યાન સંબ`ધી વૃક્ષના લને ગ્રહણ કરે તેમ મારેયેાગ્ય એવી સ્વયં પ્રભા કન્યા તે ગ્રહણ કરેલી છે. ખંધુએ સહિત તમારા હું નિયંતા સ્વામી છું અને મે' તમારૂ ઘણા કાળથી રક્ષણ કરેલું છે, માટે એ કન્યારત્નને તુ છેાડી દે; સેવકાને સ્વામીનું શાસન પ્રમાણ કરવું ચેાગ્ય છે,” આવાં કૃતનાં વચન સાંભળી વિકટ ભ્રકુટી ચડાવવાવડે ભાલસ્થલને ભયંકર કરતા અને રાતા લેાચનથી કપાલની શાભાને ધારણ કરતા ત્રિપૃષુમાર ખેલ્યા- હે દૂત ! તારા સ્વામી શુ જગમાં આવા ન્યાય પ્રવર્તાવે છે? લેાકેામાં અગ્રેસર ગણાતા એવા તારા સ્વામીની અહા! કેવી કુલીનતા છે ! આ ઉપરથી મને એમ લાગે છે કે તેણે પેાતાના દેશમાં રહેલી અનેક કુલસ્ત્રીઓને ભ્રષ્ટ કરી હશે ! કેમકે યુવાન મારની પાસે દુધનું રક્ષણ કેમ થઈ શકે? અમારી ઉપર તો તેના સ્વામિત્વ હક શા માટેજ હાય, પણ આવા માર્ગ લેવાથી બીજે ઠેકાણે પણ તેનેા સ્વામિત્વ હક હશે તે થોડા વખતમાં ચાલ્યા જવાના છે. તે શાલિના ભાજનની પેઠે હવે જો જીવવાથી તૃપ્ત થઇ ગયા હોય તે સ્વય‘પ્રભાને લેવાને પોતે જાતે ખુશીથી અહીં આવે; હે દૂત ! તુ હવે અહી થી શીઘ્ર ચાલ્યા જા, કેમકે દ્વૈતપણાને લીધે તુ અવધ્ય છે. વળી અહીં આવેલા તે હયગ્રીવનેજ હણવાને અમે ઇચ્છીએ છીએ.” આ પ્રમાણે કહેવાથી જાણે ચાબુક મારી હાય તેમ તે દ્ભુત ઉતાવળા ઉતાવળે ત્યાંથી નીકળીને એકદમ અશ્વગ્રીવ રાજા પાસે આવ્યા, અને સર્વ વૃત્તાંત તેમને નિવેદન કર્યું. આ વૃત્તાંત સાંભળીને હયગ્રીવનાં નેત્ર રાતાં થઇ ગયાં, દાઢા અને કેશ સ્ફુરવા લાગ્યા, દાંતા વડે તે હોઠ કરડવા લાગ્યા, શરીર ધ્રુજવા લાગ્યુ'; અને ભયંકર ભ્રકુટીથી તેનુ લલાટ વિકટ જણાવા લાગ્યુ. એવુ. ઉગ્રરૂપ કરી તેણે અવજ્ઞા અને કાપ સહિત વિદ્યાધરાના અધિપતિઓને આ પ્રમાણે કહ્યું- અહા ! જવલનજિટને ધ્રુવે કેવી દુર્બુદ્ધિ આપી કે જેથી સૂર્યની સામે જેમ કાકીડા થાય તેમ તે મારી સામે થયા ! તેનું કુલીનપણું કેવુ` કે જેણે મારા જેવા યાગ્યને છેડી પાતાની પુત્રીને પ્રજાપતિ રાજાના પુત્રની સાથે પરણાવી, એક સમૂર્ખ માં શિામણિ ભૂખ તા જવલનજટી, બીજો પ્રજાપતિ, ત્રીજો સાવકી બહેનના પુત્ર ત્રિપુષ્ટ અને ચાથા સગપણની ગણત્રીવડે થયેલા પેાતાના પિતાના સાળા અચલકુમાર, એ સર્વે નિજ થઈ મરવાનેજ ઇચ્છનારા છે, અને તેથીજ સિહની સામે શીયાળની જેમ તે મારી સામે લડવાને ઇચ્છે છે. તેથી હે વિદ્યાધરા ! પવન જેમ મેઘને, સિંહ જેમ હિરાને અને કેસરી જેમ હાથીઓને પરાભવ પમાડે તેમ તમે જઇ ને તેમના પરાજય કર.” જેમના હાથમાં રણ કરવાની કડૂ આવ્યા કરતી હતી એવા તે વિદ્યાધરા તૃષાવાળા પુરૂષા જેમ જળ મળવાથી હુ પામે તેમ પાતાના પ્રભુની આવી આજ્ઞાથી ઘણા હર્ષ પામ્યા. તે પરાક્રમી વીરા જુદા જુદા યુદ્ધની પ્રતિજ્ઞા કરતા જાણે આકાશને ફાડત હોય તેમ ભુજાઓના આસ્ફોટ કરવા લાગ્યા. સગ્રામના કૌતુકથી મિત્રોની જેમ અમિત્ર-શત્રુએ ઉપર ઉત્કંઠા બતાવતા ‘ મારી પહેલાં બીજો જીતે નહીં'' એવુ... પરસ્પર ધારીને ત્વરા કરવા લાગ્યા. ચાબુકાથી ઘેાડાઓને, અંકુશથી હાથીઓને, પરાણાથી વૃષભેાને અને લાકડીઓથી ઉટાને પ્રહાર કરીને ઉતાવળે ચલાવવા લાગ્યા. તીક્ષ્ણ તલવારાને નચાવતા, સ્ફુર જાતના અસ્રોને વિસ્તારતા, ભાથાને સજ્જ કરતા, ધનુષની પણછનો ટ`કાર કરતા, મુગરાને ભમાડતા, મોટી ગદાઓને ચલિત કરતા, ત્રિશલ્પીને ફાડતા અને પરિઘ ( ભૂગલ )ને ધારણ કરતા તે વીરા કાઈ આકાશ માર્ગે અને કોઈ પૃથ્વી માગે યુદ્ધના કૌતુકવડે એકદમ પાતનપુર આવી પહેાંચ્યા. તેઓના દૂરથી મેાટા કાલાહાલ સાંભળીને ‘ આ શું ? ’ એમ પ્રજાપતિ રાજા એકાએક સભ્રમ પામ્યા.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy