SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧ લો રીતે સાંભળે. ઉત્તમ પુરુષો જાણ્યા પછી જરા પણ પ્રમાદ કરતા નથી, ત્યાર પછી તે બંને મુનિઓએ ત્યાંથી બીજે વિહાર કર્યો. એકદા પવણીને દિવસે સ્વયંપ્રભાએ પૌષધવ્રત ગ્રહણ કર્યું ; બીજે દિવસે પારણું કરવાની ઈચ્છાથી ભગવંત જિનેશ્વરની પૂજા કરી, અને પ્રભુની શેષા લઈ ઘેર આવીને તે શેષા પિતાને અર્પણ કરી. હર્ષથી પુષ્ટ થયેલા વિદ્યાધરરાજે તે શેષા મસ્તક પર ધારણ કરી, અને પુત્રીને ઉત્કંગમાં બેસાડી. તે વખતે ઉત્કૃષ્ટ યૌવનવાળી સ્વયંપ્રભાને જોઈને રાજા કરજમાં મગ્ન થયેલા પુરુષની જેમ તેને યોગ્ય એવા પતિની શોધમાં ચિંતામગ્ન થયે. પછી પ્રસાદ સહિત પુત્રીને વિદાય કરી, અને સુશ્રુત વિગેરે પિતાના મંત્રીઓને બોલાવી રાજાએ તેના પતિ વિષે પૂછ્યું. પ્રથમ સુશ્રુત મંત્રીએ કહ્યું“રત્નપુર નગરમાં રાજા મયૂરગ્રીવ અને દેવી નીલાંજનાનો પુત્ર અશ્વગ્રીવ નામે વિદ્યાધરને ઇંદ્ર છે. તે અનેક વિદ્યાને સાધનાર અને ત્રણ ખંડ ભરતક્ષેત્રના અધિપતિ આ પુત્રીને યોગ્ય એ શ્રેષ્ઠ વર છે.” પછી બહુશ્રુત નામના મંત્રીએ કહ્યું- “ હે દેવ! એ રાજાનું યૌવનવય તો વ્યતીત થયેલું છે, તેથી આપણી રાજપુત્રીને યોગ્ય તે વર નથી. પણ ઉત્તર શ્રેણીમાં રૂપ, યૌવન તથા લાવણ્યવાળા અને ભુજપરાક્રમી એવા અનેક ઉત્તમ વિદ્યાધરે છે, તે તેમાંથી કઈ એક રાજાને ગ્યતાનો વિચાર કરીને આ રાજપુત્રી આપે.” તે પછી સુમતિ નામનો મંત્રી બોલ્ય-“હે પ્રભુ! તમારા અધિકારીએ જે કહ્યું તે બરાબર યુક્ત છે. આ પર્વત પર ઉત્તર શ્રેણીરૂપ હારમાં ચકદારૂપ અને અનેક અદ્દભુતતાના સ્થાનરૂપ પ્રભંકરા નામે એક નગરી છે. તેમાં ઈદ્રના પરાક્રમને ધારણ કરનાર અને પ્રાતઃકાલના મેઘની જે સફલ મેઘવાન નામે રાજા છે. તેને માલતીની પુષ્પમાળાની જેવી શીલરૂપ સુગંધવડે શેભતી મેઘમાલિની નામે પટ્ટરાણી છે. તે દંપતીને સવ રાજાઓને નમાવનાર અને કામદેવની જેવા અપ્રતિમ રૂપવાળો વિધુત્રભ નામે એક પુત્ર છે, અને નિઃસીમ રૂપ લાવણ્યની સંપત્તિવડે કન્યા જેવી જાતિર્માલા નામે એક પુત્રી છે. કાંતિથી દિશાઓના મુખને પ્રકાશ કરનારી આ સ્વયંપ્રભા રાજકુમારી મેઘને વિજળીની જેમ એ વિદ્યપ્રભ રાજકુમારને યોગ્ય છે; અને એ જ્યોતિર્માલા નામે રાજકુમારી આપણા અર્ક કીર્તિ કુમારને યોગ્ય છે; તો પરસ્પર કન્યાનો વિનિયોગ કરવાથી બન્નેને મહોત્સવ થાય તેમ છે.” પછી શ્રુતસાગર નામે એક મંત્રી બોલ્યા“હે મહારાજ ! આ રત્ન જેવી કન્યાને લક્ષ્મીની જેમ કેણ ન ઈ છે ? તેથી એની અભિલાષા કરનારા સર્વે વિદ્યાધરોમાં નિવિશેષપણું બતાવનારો સ્વયંવર કરવો યુક્ત છે. કારણ કે જે તેમ નહીં કરો અને કોઈ એકને જ કન્યા આપશે તો તમારે બીજા વિદ્યાધરોની સાથે ફેગટને વિરોધ થઈ પડશે. માટે તેમ શા માટે કરવું જોઈએ ?” આ પ્રમાણે સવે મંત્રીઓને મત લઈને રાજાએ તે સર્વને વિદાય કર્યા પછી સંભિનશ્રેત નામના નિમિત્તિયાને બેલાવીને પૂછ્યું કે “અલ્પગ્રીવ રાજાને અથવા બીજા કઈ ઉત્તમ વિદ્યાધરને આ કન્યા આપું કે તેને સ્વયંવર કરું ?” નૈમિત્તિકે કહ્યું-“પૂર્વે એક મુનિરાજ પાસેથી મેં સાંભળ્યું છે કે એકવાર ભરતચક્રીએ ભગવાન ઋષભધ્વજને પૂછયું ત્યારે તેમણે કહ્યું હતું કે આ અવસર્પિણી કાલમાં મારી જેવા બીજા ત્રેવીસ તીર્થકરે. તારી જેવા અગ્યાર ચક્રવર્તીઓ, નવ બલદે, અર્ધ ભરતક્ષેત્રના સ્વામી નવ વાસુદેવ અને તેના પ્રતિપક્ષી અર્ધ ભરતક્ષેત્રના સ્વામી નવ પ્રતિવાસુદેવે ઉત્પન્ન થશે. તેથી હે રાજા ! તે પ્રભુના કહેવા પ્રમાણે હાલ ત્રિપુષ્ટ નામે વાસુદેવ ઉત્પન્ન થયેલ છે, તે અશ્વ ૧ સ્નાત્રજલાદિ.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy