SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ સર્ગ ૧ લે હતી. તે આશાને તું આ વખતે અકસ્માત કેમ ભંગ કરે છે? તું અમારે આપત્તિમાં ત્રતા છે માટે હજુ પણ વ્રત મૂકી દે, ઈચ્છા પ્રમાણે ભોગ ભોગવ, અને પૂર્વની જેમ પુષ્પકરંડરક ઉદ્યાનમાં યથેચ્છ ક્રીડા કર.” વિવનંદીનાં આવાં વચન સાંભળી વિશ્વભૂતિ બોલ્યો-“હવે મારે ભેગસંપત્તિથી સયું; કેમકે આ વિષય સંબંધી સુખ વસ્તુતા એ દુ:ખરૂપજ છે. આ સંસારરૂપ કારાગૃહમાં સ્વજનનેહરૂપ તંતુઓ મજબુત પાશ જેવા થઈ પડે છે અને પોતાની લાળવડે જેમ કળીઓ બંધાય છે તેમ પ્રાણીઓ તેમાં મોહ પામી બંધાઈ જાય છે. તેથી હવે મને તે બાબત કાંઈપણ કહેશે નહીં, હું ઉત્કૃષ્ટ તપનું જ આચરણ કરીશ. કારણકે તે પરલોકમાં સહાયભૂત થવા માટે સાથે આવનાર છે. આ પ્રમાણેને ઉત્તર સાંભળીને રાજા પશ્ચાત્તાપ કરતે ઘેર ગયે; અને વિશ્વભૂતિ મુનિએ ગુરૂની સાથે ત્યાંથી બીજે વિહાર કર્યો. છઠ્ઠ અઠ્ઠમ વિગેરે તપ કરવામાં તત્પર અને ગુરૂની સેવા કરવામાં ઉદ્યમવંત એવા વિશ્વભૂતિ મુનિએ અનુક્રમે સૂત્રાર્થનું અધ્યયન કરતાં ઘણો કાલ નિગમન કર્યો. પછી ગુરૂની આજ્ઞાથી એકલ વિહારી પ્રતિમાને ધારણ કરી ગ્રામ, આકર અને નગર વિગેરેમાં એકલા વિહાર કરવા લાગ્યા. વિવિધ અભિગ્રહને ધારણ કરતા અને વિહાર કરતા એ મહામુનિ એકદા મથુરા નગરીમાં આવી ચડયા. તે વખતે એ નગરીના રાજાની કન્યા કે જે પોતાની કુઈની પુત્રી થાય તેને પરણવાને વિશાખનંદી મોટા પરિવાર સાથે ત્યાં આવ્યો હતો. મહામુનિ વિશ્વભૂતિ માસક્ષમણના પારણાને માટે ફરતા ફરતા કુમાર વિશાખનંદીની છાવણીની પાસે આવી ચડયા. “આ વિશ્વભૂતિ કુમાર એમ બોલતા કેટલાક પુરુષોએ તે મુનિ વિશાખનંદીને બતાવ્યા; તેને જોવાથી વિશાખનંદીને તે વખતે રોષ ઉત્પન્ન થયો. તેવામાં અચાનક એક ગાયનું ગળું વાગવાથી વિશ્વભૂતિ મુનિ પડી ગયા. તેને પડતાં જોઈ વિશાખનંદીએ હસતાં હસતાં કહ્યું-કઠાના વૃક્ષ પરથી કેઠાંને પાડવાનું તારૂં બલ આ વખતે ક્યાં સંતાઈ ગયું ?” એ વચન બોલતા એવા વિશાખનંદીને જેઈ વિશ્વભૂતિ મુનિ તે વચન અમર્ષવડે સહન કરી શક્યા નહીં તેથી તરતજ તે ગાયને બે શીંગડાવતી પકડીને ખડના પૂલાની પેઠે આકાશમાં ભમાડી. પછી નિવૃત્તિ પામી વિશ્વભૂતિ મુનિ હૃદયમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા કે “અહો ! હું નિઃસંગ છું તે છતાં પણ રેષવાળો આ વિશાખનંદી અદ્યાપિ મારે વિષે માઠું મન ધરાવે છે, તેથી આ ઉગ્ર પ્રભાવ વાળા તપ વડે હું આવતા ભવમાં ઘણું પરાક્રમવાળો થાઉં.” આ પ્રમાણે તેણે નિયાણું કર્યું. તે નિયાણાની આલોચના કર્યા વગર કોટી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામીને તે મુનિ મહાશુક વિમાનમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવતા થયા દક્ષિણ ભરતાદ્ધની ભૂમિને જાણે મુગટ હોય તેવું ઊંચા દરવાજાઓવાળું પિતનપુર નામે નગર છે. તે નગરમાં કિરણોથી જેમ સૂર્ય શોભે તેમ ગુણોથી શોભતે રિપ્રતિશત્ર નામે રાજા છે. છ ખંડથી ભરતક્ષેત્રની જેમ તે રાજા છ ગુણોથી શોભતો હતો, અને ચાર દાંતથી ઐરાવતની જેમ ચાર પ્રકારની સામ, દામ. ભેદ અને દંડરૂપ રાજનીતિથી પ્રકાશનો હતો. તે શૌર્યમાં સિંહ જે, પરાક્રમમાં હસ્તી જેવ, રૂપમાં કામદેવ જે અને બુદ્ધિમાં બૃહસ્પતિ જેવો હતો. પૃથ્વીને સાધવામાં પ્રગટ પરાક્રમવાળા તે રાજાના બુદ્ધિ અને પરાક્રમ બે ભુજાની જેમ પરસ્પર એક બીજાને શોભા આપતા હતા. એ રાજાને શરીરધારિણી જાણે પૃથ્વી હોય તેવી કલ્યાણના સ્થાનરૂપ ભદ્રા નામે એક પટરાણી હતી. એ રાણી પતિભક્તિરૂપ કવચને ધારણ કરી, પહેરેગીરની જેમ જાગ્રત રહી, રત્નના નિધાનની જેમ
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy