SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ સ ૧ લા સુધી ભૂમંડલપર શાસન પ્રવર્તાવ્યું. પછી જયારે પ્રભુ સ‘સારથી વિરકત થઇ દીક્ષા ગ્રહણ કરવાને ઉત્સુક થયા ત્યારે શુભ શકુનની જેમ લેાકાંતિક દેવતાઓએ આવીને પ્રેરણા કરી. તે દિવસથી ઇંદ્રની આજ્ઞાથી કુબેરે પ્રેરેલા જ ભક દેવતાઓએ પૂરેલા દ્રવ્યવડે પ્રભુએ વાર્ષિક દાન આપવા માંડયું. વર્ષ પૂર્ણ થયા પછી ઇંદ્રાએ આવી જાણે ક રૂપ શત્રુઓના વિજયને માટે હાય તેમ સત્વર પ્રભુને દીક્ષાભિષેક કર્યો. પછી દિવ્ય અંગરાગનું વિલેપન કરી, રત્ન આભૂષણાથી સુશોભિત કરી, મંગલિક અને દિવ્ય વસ્ત્ર ધારણ કરાવી, જાણે મૂર્તિમાન્ માંગલ્ય હોય તેવા પ્રભુને સેવકની જેમ નગ્ન થયેલા સૌધર્મ કે હાથના ટેકો આપ્યા, અને ખીજા ઈદ્રા છત્રચામર ધારણ કરી તેમને વીંટાઈ વળ્યા. પછી રત્નવડે નિમલ એવી સુંદર કાંતિવાળી વિમળપ્રભા નામની શિખિકા ઉપર બેસી, સુરનરોથી પરવરેલા પ્રભુ સહસ્રાગ્ર વનમાં પધાર્યા. ત્યાં આવી શિબિકા ઉપરથી ઉતરી આભૂષણાદિકના ત્યાગ કર્યા, અને ઇન્દ્રે આરોપણ કરેલુ દેવદૃષ્ય વસ્ત્ર ધ ઉપર ધારણ કર્યું . ફાલ્ગુન માસની કૃષ્ણ ત્રયાદશીને દિવસે પૂર્વાન્તકાળે શ્રવણુનક્ષત્રમાં ચંદ્રના યોગ થયે સતે છઠ્ઠું તપ કરીને પ્રભુએ પાંચમુષ્ટિ લાચ કર્યા. પ્રભુના કેશ પેાતાન ઉત્તરીય વસ્ત્રના છેડામાં લઇ શક્ર ઇકે પવનની જેમ ક્ષણવારમાં ક્ષીર સમુદ્રમાં ક્ષેપન કર્યા. પછી ઇંદ્રે મુષ્ટિની સંજ્ઞા કરી સર્વ કોલાહલ શાંત કર્યાં, એટલે પ્રભુએ વિશ્વને અભય આપનારું ચારિત્ર ગ્રહણ કર્યું.... પ્રભુની સાથે એક હજાર રાજાઓએ રાજ્યને તૃણુની જેમ છેડી દઈને ત્રત ગ્રહણ કર્યું. પછી સુરઅસુરોના અધિપતિએ, ન દીશ્વર દ્વીપમાં શાશ્વત અંત પ્રતિમાઓના અઠ્ઠાઇઉત્સવ કરી પાતપાતને સ્થાનકે ગયા. બીજે દિવસે સિદ્ધાર્થ નગરમાં નંદરાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિક પાંચ દિવ્ય પ્રગટ કર્યા, અને નંદરાજાએ પ્રભુના ચરણસ્થાનમાં રત્નની એક પીઠ કરાવી. પછી તે સ્થાનથી પવનની જેમ પ્રતિબધ રહિત એવા પ્રભુ ગ્રામ, ખાણ અને નગર વિગેરેમાં વિહાર કરવાને પ્રવર્તો. આ તરફ પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં શિરોમણિ પુ...હરિકીણી નામની નગરીમાં સુખલ નામે રાજા ચિરકાલથી રાજ્ય કરતા હતા. તેણે ઉચિત સમય આવતાં મુનિવૃષભ નામના સૂરિની પાસે દીક્ષા લીધી, અને ઉત્કૃષ્ટ તપ તપી મૃત્યુ પામ્યા પછી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. હવે રાજગૃહી નગરીમાં વિશ્વન’દી નામે રાજા છે. તેની પ્રિયંગુ નામે પત્નીની કુક્ષીથી એક વિશાખનંદી નામે પુત્ર થયા. વિશ્વનંદી રાજાને વિશાખભૂતિ નામે એક લઘુ બધુ યુવરાજ છે. તે બુદ્ધિમાન્, વીર્ય માન્, વિનીત અને ન્યાયી છે. તે વિશાખભૂતિની ધારિણી નામની સ્ત્રીની કુક્ષીથી પૂના નજીક ભવમાં ઉપાર્જેલાં સુકૃતાવડે મરીચિના જીવ પુત્ર રૂપે અવતર્યા. માતાપિતાએ તેનુ' વિશ્વભુતિ એવુ નામ પાડયુ. ધાત્રીઓએ લાલનપાલન કરેલા એ પુત્ર અનુક્રમે માટા થયા. સમગ્ર કલાકલાપના અભ્યાસ કરી તેણે સવ ગુણા પ્રાપ્ત કર્યાં. અનુક્રમે શરીરના મૂર્ત્તિમાન આભૂષણરૂપ યૌવનવયને તે પ્રાપ્ત થયા. પછી અનેક સ્ત્રીઓનું પાણિગ્રહણ કરીને જાણે પૃથ્વી ઉપર નંદનવન આળ્યુ હોય તેવા ઘણા સુંદર પુષ્પકરડક નામના ઉદ્યાનમાં અંત:પુરની સાથે તે ક્રીડા કરવા લાગ્યા. એકવાર રાજપુત્ર વિશાખનંદીને તે ઉદ્યાનમાં ક્રીડા કરવાની ઈચ્છા થઈ. પણ તે ઉદ્યાન કઢિપણ વિશ્વભૂતિ વગરનું ખાલી દેખાયું નહીં. એકદા વિશાખનંદીની માતાની દાસીએ પુષ્પ લેવાને માટે તે ઉદ્યાનમાં ગઈ, તેમણે ત્યાં અંતઃપુર સાથે વિશ્વભૂતિને ક્રીડા કરતા ૧ ભરતયક્રીના પુત્ર મરીચિ, જેનું વૃત્તાંત પવ ૧લાના છઠ્ઠા સ`માં આવેલુ છે.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy