SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું ૭૫ એવી રીતે બંને બાળાઓને તૈયાર કરી, દેવીઓએ તેમને તેડી માતૃભવનની અંદર સુવર્ણના આસન ઉપર બેસાડી. તે વખતે કે આવીને વૃષભ લંછનવાળા પ્રભુને વિવાહ માટે તૈયાર થવાને આગ્રહથી વિજ્ઞાસ કરી. “લોકોને વ્યવહારની સ્થિતિ બતાવવી ગ્ય છે અને મારે ભોગ્યકર્મ અવશ્ય જોગવવું પડે તેમ છે.” એમ વિચારી પ્રભુએ ઇંદ્રની વિજ્ઞપ્તિ માન્ય કરી, એટલે વિધિને જાણનારા ઈદે પ્રભુને સ્નાન કરાવી, વિલેપન કરી આભૂષણથી યથાવિધિ શણગાર્યા. પછી પ્રભુ દિવ્ય વાહનમાં બેસી વિવાહમંડપ તરફ ચાલ્યા એટલે ઇદ્ર છડીદારની પેઠે આગળ ચાલવા લાગ્યા, અપ્સરાએ બંને બાજુએ લવણ(લુણ) ઉતારવા લાગી, ઇંદ્રાણીઓ શ્રેયકારી ધવળમંગળ ગાવા લાગી, સામાનિક દેવીઓ ઓવારણુ લેવા લાગી અને ગંધ તત્કાળ થયેલા હર્ષથી વાજિંત્રો વગાડવા લાગ્યા. એવી રીતે દિવ્ય વાહનમાં બેસીને મંડપદ્વાર સમીપે આવ્યા એટલે પોતે જ વિધિ જાણનારા એવા સમદ્રની વેલા જેમ પોતાની મર્યાદાભૂમિએ આવીને અટકે તેમ વાહનમાંથી ઉતરીને વિવાહમંડપના દ્વાર પાસે આવીને ઊભા રહ્યા. ઈન્હે પ્રભુને હાથનો ટેકે આ હતું તેથી તે વખતે વૃક્ષનો ટેકો લઈને ઊભો રહેલ હસ્તી શેભે તેમ પ્રભુ શોભવા લાગ્યા. તરત જ મંડપની સ્ત્રીઓમાંથી કેઈએ અગ્નિ અને લવણ અંદર હોવાથી તડતડાટ શબ્દ કરતું એક સરાવસંપુટ દ્વારના મધ્યભાગમાં મૂકયું ! કોઈ સ્ત્રીએ પૂર્ણિમા જેમ ચંદ્રને ધારણ કરે તેમ દુર્વા વિગેરે મંગળ પદાર્થો વડે લાંછિત કરેલે રૂપાને થાળ પ્રભુની આગળ ધર્યો અને એક સ્ત્રી કંસુબી વસ્ત્ર પહેરીને જાણે પ્રત્યક્ષ મંગળ હોય એવા પંચ શાખે યુક્ત રવૈયાને ઊ એ કરીને અર્થે આપવા માટે ઊભી રહી. “હે અધ્ય આપનારી ! આ અધ્ય આપવા લાયક વરને અર્થે આ૫, ક્ષણવાર માખણ ઉડાડ, સમુદ્રમાંથી જેમ અમૃત ફેંકે તેમ થાળમાંથી દધિ લઈને ફેંક, હે સુંદરિ! નંદનવનમાંથી લાવેલા ચંદનરસને તૈયાર કર, ભદ્રશાળ વનની પૃથ્વીમાંથી મંગાવેલી દુર્વા હર્ષથી આણ આ૫, કારણ કે એકઠા થયેલા લોકોના નેત્રની શ્રેણિવડે જંગમ તોરણ થયું છે જેમને એવા અને ત્રણ લોકમાં ઉત્તમ એવા વનરાજા તોરણદ્વારમાં ઊભા રહ્યા છે, તેમના દેહને ઉત્તરીય વસ્ત્રના અંતરપટથી આચ્છાદિત કર્યો તેથી ગંગા નદીના તરંગમાં અંતરિત થયેલા યુવાન રાજહંસની જેવા જણાવા લાગ્યા. “હે સુંદરિ ! વાયુથી પુષ્પ ખરી પડે છે અને ચંદન સુકાઈ જાય છે, માટે એ વરને હવે દ્વારમાં ઘણીવાર રેકી ન રાખ. એવી રીતે દેવતાઓની સુંદરીઓ ધવલમંગળ ગાતી હતી તેવે વખતે તેણી (કસુંબી વસ્ત્ર ધારણ કરી મથનદંડ–ર લઈને ઊભી રહેલી સ્ત્રી) એ ત્રિજગને અધ્ય આપવા ય એવા વરરાજાને અર્થે આ અને શેભાયમાન રક્ત હોઠવાળી તે દેવીએ ધવળમંગલની પેઠે શબ્દ કરતા પિતાના કંકણ સહિત સાથે ત્રિજગત્પતિના ભાલને ત્રણ વાર રવૈયાથી ચુંબન કર્યું. પછી પ્રભુએ પોતાની વામપાદુકાવડે હીમકપૂ૨ની લીલાથી અગ્નિ સહિત સરાવસંપુટને ચૂર્ણ કરી નાખ્યું અને ત્યાંથી અર્થે દેનારી દેવીએ કંઠમાં કસુંબી વસ્ત્ર નાખીને ખેંચેલા પ્રભુ માતૃભુવનમાં ગયા. ત્યાં કામદેવનો જાણે કંદ હોય તેવા મદન ફળ (મિંઢળ)થી શોભતું હસ્તસૂત્ર વઘુવરને હાથે બાંધવામાં આવ્યું. કેસરી સિંહ જેમ મેરુપર્વતની શિલા ઉપર બેસે તેમ વરરાજાને માતૃદેવીઓની આગળ ઊંચા સુવર્ણના સિંહાસન ઉપર બેસાડયા. સુંદરીઓ સમીવૃક્ષ અને પીપળાની ત્વચાનું ચૂર્ણ કરીને તેને લેપ બંને કન્યાના હાથમાં કર્યો; તે જાણે કામદેવરૂપી વૃક્ષને દેહદ પૂર્યા હોય તેમ જણાતું હતું. જ્યારે શુભ લગ્નને ઉદય થયે અર્થાત્ બરાબર લગ્ન સમય થયો ત્યારે સાવધાન થયેલા પ્રભુએ હસ્તલેપવાળા તે બંને બાળાના હસ્તે પિતાના હસ્તથી ગ્રહણ કર્યા. તે વખતે ઇંદ્ર જળના કયારામાં જેમ શાળનું
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy