SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ६४ સર્ગ ૨ જે તેથી જાણે તેઓ ગગનરૂપી મહાસરને કુમુદવાળું કરતા હોય તેવા જણાતા હતા, કેટલાએક ચામરે ઉડાડવા લાગ્યા, તેથી જાણે તેઓ સ્વામીના દર્શન માટે પિતાના આત્મીય વર્ગને બેલાવતા હોય તેમ જણાતું હતું, કેટલાએક બદ્ધ પરિકરવાળા દેવતા એ જાણે આમરક્ષક હોય તેમ પોતાનાં આયુધો ધારણ કરી સ્વામીની ચોતરફ ઊભા રહ્યા, જાણે આકાશમાં ઉદ્યત થયેલી વિશુદ્ધતાની લીલાને બતાવતા હોય તેમ કેટલાકએક દેવતાઓ મણિમય અને સુવર્ણમય પંખા વડે ભગવાનને પવન નાંખવા લાગ્યા, કેટલાક દેવતાઓ જાણે બીજા રંગાચાર્ય હોય તેમ વિચિત્ર પ્રકારનાં દિવ્ય પુષ્પોની વૃષ્ટિ હર્ષોત્કર્ષ પૂર્વક કરવા લાગ્યા, કેટલાએક દેવતા ઓ જાણે પિતાનાં પાપનું ઉચ્ચાટન કરતા હોય તેમ અત્યન્ત સુધી દ્રવ્યનું ચૂર્ણ કરીને ચાર દિશાઓમાં વરસાવવા લાગ્યા, કેટલા એક દેવતાઓ જાણે સ્વામીએ અધિષ્ઠિત કરેલા મેરુપર્વતની ઋદ્ધિ અધિક કરવાને ઈરછતા હોય તેમ સુવર્ણની વૃષ્ટિ કરવા લાગ્યા; કેટલાએક દેવતાઓ, જાણે પ્રભુના ચરણમાં પ્રણામ કરવાને ઉતરતી તારાની પંક્તિઓ હોય તેવા ઊંચે પ્રકારે રનવૃષ્ટિ કરવા લાગ્યા, કેટલાએક દેવતાઓ પોતાના મધુર સ્વરથી ગન્ધર્વોની સેનાને પણ તિરસ્કાર કરનારા નવનવા ગ્રામ અને રાગથી ભગવાનના ગુણનું ગાન કરવા લાગ્યા; કેટલાએક દેવતાઓ મઢેલાં, ઘન અને છિદ્રવાળાં વાજિંત્રો વગાડવા લાગ્યા, કેમકે ભક્તિ અનેક પ્રકારે થાય છે, કેટલા એક દેવતાઓ જાણે મેરુ પર્વતનાં શિખરોને પણ નૃત્ય કરાવવા ઈચ્છતા હોય તેમ પિતાના ચરણપાતથી તેને કંપાવતા નૃત્ય કરવા લાગ્યા; અને કેટલાએક દેવતાઓ જાણે બીજી વારાંગનાઓ જ હોય તેવી પોતાની સ્ત્રીઓની સાથે વિચિત્ર પ્રકારના અભિનય (હાવભાવ)થી ઉજજવળ એવા નાટક કરવા લાગ્યા, કેટલાએક દેવતાઓ જાણે પાંખોવાળા ગરૂડ હેય તેમ આકાશમાં ઊડતા હતા, કેટલા એક ક્રીડા થી કુકડાની જેમ પૃથ્વી ઉપર પડતા હતા; કેટલાએક અંકકારની પેઠે સુંદર ચાલ ચાલતા હતા, કેટલાએક સિંહોની પેઠે આનંદથી સિંહનાદ કરતા હતા, કેટલાએક હસ્તીઓની પેઠે ઊંચા અવાજ કરતા હતા, કેટલાએક અની પેઠે હાસ્ય કરનારા ચાર પ્રકારના શબ્દ બોલતા હતા, કેટલાએક વાંદરા જેમ વૃક્ષોની શાખાઓને કંપાવે તેમ પોતાના ચરણથી મેરુપર્વતના શિખરને કંપાવતા કૂદતા હતા, કેટલા એક જાણે રણસંગ્રામમાં પ્રતિજ્ઞા કરવાને તૈયાર થયેલા દ્ધાઓ હોય તેમ પિતાના હાથની ચપેટાથી ઉદભટપણે પૃથ્વી ઉપર તાડન કરતા હતા, કેટલાએક જાણે દાવમાં જીત્યા હોય તેમ કોલાહલ કરતા હતા. કેટલાએક વાજિંત્રની જેમ પોતાના પ્રફુલ્લ ગાલોને વગાડતા હતા, કેટલાએક નટની માફક વિકૃત રૂપ કરીને લોકોને હસાવતા હતા, કેટલાક આગળ પાછળ અને પાશ્ર્વભાગમાં કદુકની પેઠે ઉછળતા હતાં, સ્ત્રીઓ જેમ ગોળ કુંડાળે થઈને રાસડા લે તેમ કેટલાએક ગોળ ફરતાં ફરતાં રાસડારૂપે ગાયન કરી મનોહર નૃત્ય કરતા હતા, કેટલાએક અગ્નિની પેઠે જવલતા હતા, કેટલાએક સૂર્યની જેમ તપતા હતા, કેટલાએક મેઘની માફક ગાજતા હતા, કેટલાએક વીજળીની પેઠે ચળકતા હતા અને કેટલાએક સંપૂણ ભજન કરેલા વિદ્યાર્થીની જે દેખાવ કરતા હતા. પ્રભુની પ્રાપ્તિવડે થયેલ તેવો આનંદ કોણ ગોપવી શકે? એવી રીતે દેવતાઓ અનેક જાતના આનંદના વિકાર કરી રહ્યા હતા તે વખતે અશ્રુતે પ્રભુને વિલેપન કર્યું. તેણે પારિજાતાદિક વિકસિત પુષ્પથી પ્રભુની ભક્તિ વડે પૂજા કરી અને પછી જરા પાછા ઓસરી ભક્તિથી નગ્ન થઈ શિષ્યની પેઠે ભગવંતને વંદન કરી. મોટા ભાઈ ની પાછળ બીજા સહોદરોની જેમ બીજા બાસડ ઈકોએ પણ તેવી જ રીતે સ્નાત્ર તથા વિલેપન વડે ભગવાનની પૂજા કરી.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy