SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ હું ૫૯ લક્ષણોથી યુક્ત છે. ત્રણ ભુવનમાં પુત્રવાળી સ્ત્રીઓમાં તમે પવિત્ર છે, કારણ કે તમે ધર્મને ઉદ્ધાર કરવામાં અગ્રેસર અને આદિત થયેલા મોક્ષમાર્ગને પ્રગટ કરનાર ભગવાન આદિતીર્થકરને જન્મ આપે છે. હે દેવિ ! હું સૌધર્મ દેવલોકન ઈદ્ર છું, તમારા પુત્ર અને જન્મોત્સવ કરવાને હું અહીં આવેલો છું, માટે તમારે મારો ભય રાખ. નહી. એવી રીતે કહીને સુરપતિએ મરુદેવા માતા ઉપર અવસ્વાપનિકા નામની નિદ્રા નિર્માણ કરી અને પ્રભુનું એક પ્રતિબિંબ કરીને તેમના પાર્શ્વ ભાગમાં મૂકયું. પછી ઈદ્ર પિતાનાં પાંચ રૂપ કર્યા; કેમકે તેવી શક્તિવાળાઓ અનેક રૂપે સ્વામીની યોગ્ય ભક્તિ કરવામાં ઈચ્છાવાન હોય છે. તેમાંથી એક રૂપે ભગવંતની સમીપે આવી, પ્રણામ કરી, વિનયથી નગ્ન થઈ “હે ભગવન્! આજ્ઞા આપો” એમ કહી કલ્યાણકારી ભક્તિવાળા તેણે ગોશીષ ચંદનથી ચચેલા પોતાના બે હાથથી જાણે મૂર્તિમાનું કલ્યાણ હોય તેવા ભુવનેશ્વર ભગવાનને ગ્રહણ કર્યા. એક રૂપે જગતના તાપનો નાશ કરવામાં છત્રરૂપ એવા જગત્પતિના મસ્તક ઉપર પૃષ્ઠ ભાગમાં રહી છત્ર ધર્યું. સ્વામીની બંને બાજુએ બાહુ દંડની પેઠે રહેલાં બે રૂપે સુંદર ચામરો ધારણ કર્યા, અને એક રૂપે જાણે મુખ્ય દ્વારપાળ હોય તેમ વજ ધારણ કરીને ભગવાનની આગળ રહ્યો. જય જય શબ્દોથી આકાશને એક શબ્દમય કરતા દેવતાઓથી વીંટાઈ રહેલા અને આકાશની જેવા નિર્મળ ચિત્તવાળા ઈદ્ર પાંચ રૂપે આકાશમાર્ગે ચાલ્યા. તૃષાતુર થયેલા પંથીઓની દષ્ટિ જેમ અમૃત સરોવર ઉપર પડે તેમ ઉત્કંઠિત દેવતાઓની દષ્ટિ ભગવાનના અદ્દભુત રૂપ ઉપર પડી. ભગવાનનું અદ્દભુત રૂપ જેવાને પછાત રહેલા ( આગળ ચાલનારા) દેવતાઓ, પોતાના પૃષ્ઠ ભાગમાં નેત્રને ઈચ્છતા હતા. બે બાજુ ચાલનારા દે, સ્વામીને જોવામાં તૃપ્તિ પામ્યા નહીં, તેથી જાણે ઑભિત થયા હોય તેવાં પોતાનાં નેત્રોને, બીજી તરફ ફેરવી શક્યા નહીં. પછવાડે રહેલા દેવતાઓ ભગવાનને જોવા આગળ આવવાની ઇચ્છા કરતા હતા, તેથી તેઓ ઉલંઘન થતા પોતાના મિત્ર તથા સ્વામીને પણ ગણતા નહોતા. પછી દેવતાઓના પતિ ઈ, હૃદયની અંદર રાખેલા હોય તેમ ભગવાનને પોતાના હદયની સમિપે રાખીને મેરુપર્વત ઉપર ગયા. ત્યાં પાંડુકવનમાં ચૂલિકાની દક્ષિણે નિર્મળ કાંતિવાળી અતિપડકલા નામે શિલાની ઉપર અહંતસ્નાત્રને ગ્ય સિંહાસન ઉપર પૂર્વ દિશાના પતિ ઈદ્ર સહિત પ્રભુને પોતાના ઉસંગમાં લઈને બેઠા. જે વખતે સૌધર્મેદ્ર મેરુપર્વત ઉપર આવ્યા તે જ વખતે મહાષા ઘંટાના નાદથી પ્રબોધિત થયેલા અઠ્ઠાવીશ લાખ વિમાનવાસી દેવતાઓથી પરવારેલા, ત્રિશૂલધારી. વૃષભના વાહનવાળા, ઈશાન કલ્પના અધિપતિ ઈશાનેંદ્ર તેના પુષ્પક નામનાં આભિગિક દેવતાએ રચેલા પુષ્પક નામના વિમાનમાં બેસી, દક્ષિણ દિશાને રસ્તે ઈશાનકલ્પથી નીચે ઉતરી, તિર્થો ચાલી, નંદીશ્વરદ્વીપે આવી, તે દ્વીપના ઇશાનખૂણામાં રહેલા રતિકર પર્વત ઉપર સૌધર્મેદ્રની પેઠે પોતાનું વિમાન સંક્ષેપીને મેરુપર્વત ઉપર ભગવંતની સમીપે ભક્તિ સહિત આવ્યા. સનતકુમાર ઈદ્ર પણ બાર લાખ વિમાનવાસી દેવતાઓથી પરવારી સુમન નામનાં વિમાનમાં બેસીને આવ્યા. મહેંદ્ર નામના ઇંદ્ર આઠ લાખ વિમાનવાસી દેવતાઓ સહિત શ્રીવન્સ નામના વિમાનમાં બેસીને મનની જેમ ઉતાવળે ત્યાં આવ્યાં. બ્રહ્મ નામના ઈંદ્ર ચાર લાખ વિમાનવાસી દેવતાઓ સાથે પરવરી નંદ્યાવર્ત નામના વિમાનમાં બેસી પ્રભુની પાસે આવ્યા. લાંતક નામે ઈદ્ર પચાસ હજાર વિમાનવાસી દે સાથે કામગવ નામના વિમાનમાં બેસી જિનેશ્વરની પાસે આવ્યા. શુકનામે ઈદ્ર ચાલીશ હજાર વિમાનવાસી દેવતાઓ
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy