SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના (નોંધ : અગાઉ આ ગ્રંથ શ્રી જૈનધર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી તૈયાર થઈ છપાયો હતો. તે સભાએ તે વખતે આ ગ્રંથની પ્રસ્તાવનારૂપે જે લખેલું, તેમાંથી સાર ભાગ અહીં ઉદ્ધત કર્યો છે:-). જૈન પુસ્તકોમાં જે જ્ઞાન ભંડાર સમાયેલો છે તેના ચાર વિભાગો કરવામાં આવ્યા છે. દ્રવ્યાનુ. યોગ, કથાનુયોગ, ગણિતાનુયોગ અને ચરણકરણાનુયોગ દ્રવ્યાનુયોગમાં ફિલોસોફી એટલે વસ્તુસ્વરૂપનું જ્ઞાન રપાવી જાય છે. જીવે સબંધી વિચાર, ઉદ્ભવ્ય સંબંધી વિચાર, કમ સંબંધી વિચાર અને ટૂંકામાં કહીએ તે સર્વ વસ્તુઓની ઉત્પત્તિ, સ્થિતિ, નાશ વિગેરેનો તાવિક બેધ–એનો આ વર્ગમાં સમાવેશ થાય છે. આ અનુયોગ બહુ કઠીન છે અને તેને સરલ કરવાના ઉપાય આચાર્યોએ યોજ્યા છે. આ અનુયોગમાં અતીન્દ્રિય વિષયેનો સમાવેશ થઈ જાય છે, અને તેથી તેનું રહસ્ય સમજવામાં મુશ્કેલી પડે એ તદન સ્વાભાવિક છે. ત્યારપછી કથાનુયોગ આવે છે. આ જ્ઞાનનિધિમાં મહાત્મા પ્રોનાં જીવનચરિત્રો અને તે દ્વારા ઉપદેશ-પ્રસાદી ચખાડવામાં આવે છે. ત્રીજા અનુગમાં ગણિતનો વિષય આવે છે. તેમાં ગણતરીને વિષય એટલે ક્ષેત્રનું પ્રમાણ, તિષચક્રનું વર્ણન ઈત્યાદિ અનેક હકીકતે આવે છે તેમજ આઠ પ્રકારના ગણિતનો પણ તેમાં સમાવેશ કરેલ છે. ચોથા અનુગમાં ચરણસીરી અને કરણ સીત્તરીનું વર્ણન અને સંબંધી વિધિ વગેરે બતાવેલ છે. આ ચાર અનુયોગ પર સૂત્રો અને અનેક ગ્રંથો લખાયા છે તેમાંથી ઘણાને નાશ થયો છે, છતાં પણ હજુ ઘણું જેન ગ્રંથે વિદ્યમાન છે અને તે સર્વમાં એક અથવા તેથી વધારે અનુયોગ પર વિવેચન કરવામાં આવેલું હોય છે. અમે અત્રે પ્રયાસ કરી જે ભાષાંતર બહાર પાડ્યું છે તે ગ્રંથ ચરિતાનુયેગન છે. ચરિતાનુયોગથી લાભ એ છે કે તે સાધારણ વ્યક્તિ અને વિદ્વાન સર્વને એકસરખો લાભ કરી શકે છે. સર્વ મનુષ્યોન" બુદ્ધિબળ સરખું કામ કરી શકતું નથી. અને ખાસ કરીને દ્રવ્યાનુયોગ જેવા ગહન વિષયમાં તો તદન સામાન્ય બુદ્ધિ બહુ ઓછું કામ કરી શકે છે. અવલોકન કરનારાઓને જણાયું હશે કે જ્યારે ધાર્મિક ઊંડા સવાલ પર વ્યાખ્યાનો ચાલે છે ત્યારે કેટલાક બગાસાં ખાય છે, પણ કથાના વિષય પર સર્વને એક સરખે આનંદ આવે છે; એટલુ જ નહિ પણ તે જ કથા ઘણા રસથી યાદ રાખી સાંજના ઘરનાં માણસોને, પાડોશીને અથવા દેવમંદિરમાં બીજાઓને સંભળાવવામાં આવે છે અને તેના સાંભળનારાઓ આનંદ પામે છે. દીઘ અવલોકન કરનારા શાસ્ત્રકારે મનુષ્યસ્વભાવની આ કુચી પામી ગયા અને તેના લાભ લેવાનો પુરતો વિચાર કર્યો. તેઓને લેકે ઉપર ઉપકાર કરવાની એકાંત બુદ્ધિ હતી અને તે ઉત્તમ હેતુથી દરવાઈને તેઓએ કથાનો સાથે ધર્મનાં મુખ્ય ફરમાને, વર્તનના ઊંચા નિયમો અને જીવનના ઊંચા ઉદ્દેશો જોડી દીધા. આ તો સ્પષ્ટ વાત છે કે–એક મનુષ્યને એમ કહેવામાં આવે છે પ્રમાણિકપણે જીવન ગાળવામાં બહુ લાભ છે તેના કરતાં પ્રમાણિકપણે જીવન ગાળનાર અમુક વ્યક્તિને અમુક વધારે લાભ થયો છે, એમ બતાવી આપવામાં આવે છે તે તેના પર વધારે અસર કરે છે. આ નિયમને અનુસરીને જ ઉત્તમ પુરુષોની કથાઓ રચવામાં આવી છે. જ્યારે લેકમાં દ્રવ્યાનુયોગનો વિષય વંચાતો ઓછો થતો ગયો, લોકે જ્યારે આ અગત્યના વિષયના અભ્યાસમાં ઓછો થવા લાગ્યા ત્યારે આચાર્યોએ બનેલા બનાવોની ઉપયોગી કથાઓ સાથે ધાર્મિક વિષયો જોડી દીધા, અને સંસ્કૃત ગદ્ય તથા પદ્યમાં કથારૂપે બેધદાયક વૃત્તાંતે મૂકી દીધાં. છેવટે પ્રાકૃતમાં પણ કથાઓ રચી, અને આખરે અભ્યાસ બહુ મંદ સ્થિતિ પર આવી ગયો ત્યારે રાસ વિગેરે પણ પ્રાકત અને ગુજરાતીમાં રચવામાં આવ્યા. આ કથાનુયોગથી અનેક જીવો પર ઉપકાર થયો અને થાય છે. બેકને તત્વજ્ઞાનના અભ્યાસને Drylight કહે છે અને તેના તરફ લોકોનું ધ્યાન ઓછું ખેચાય એ તદન બનવાજોગ છે, પણ કલ્પનાશક્તિ સામાન્ય વ્યક્તિઓમાં વધારે બળવાન હોય છે અને કથાનુયોગમાં કલ્પનાશક્તિનો બહુ કરવો પડે છે; તેથી તે સામાન્ય વર્ગને બહુ આનંદ આપે છે. આટલા ઉપરથી જણાયું હશે
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy