SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ 38 સર્ગ ૧ લે થી જ માધુકરી વૃત્તિએ તેઓ પારણાને દિવસે ભિક્ષા ગ્રહણ કરતા હતા. સુભટો જેમ પ્રહાર સહન કરે તેમ તેઓ પૈયનું અવલંબન કરી ક્ષુધા, તૃષા અને આતપ વગેરે પરિષહને સહન કરતા હતા. મહારાજાના જાણે ચાર સેનાની હોય તેવા ચાર કષાયને તેઓએ ક્ષમાદિક અસ્ત્રોથી જીત્યા. પછી તેઓએ દ્રવ્યથી અને ભાવથી સંલેખના કીતે કર્મરૂપી પર્વતને નાશ કરવામાં વા જેવું અનશન વ્રત ગ્રહણ કર્યું. પ્રાંતે સમાધિને ભજનારા તેઓએ પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતાં પોતાને દેહ છોડ. મહાત્માઓ હમેશાં મોહરહિતજ હોય છે. તે છએ મહાત્માઓ ત્યાંથી અશ્રુત નામના બારમા દેવલોકમાં ઈન્દ્રના સામાનિક દેવ થયા. તેવા પ્રકારના તપનું સાધારણ ફળ હેતું નથી. ત્યાંથી બાવીશ સાગરેપમનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ ચ્યવ્યા, કારણ કે મોક્ષ સિવાય કઈ પણ ઠેકાણે સ્થિરપણું નથી, જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજયને વિષે લવણસમુદ્ર નજીક પુંડરીકિશું નગરી છે. તે નગરીના વજસેન રાજાની ધારણી નામે રાણીની કુક્ષીને વિષે તેઓમાંથી પાંચ અનુક્રમે પુત્રપણે ઉત્પન્ન થયા. તેમાં જીવાનંદ વૈદ્યને જીવ ચતુર્દશ મહાસ્વમ સૂચિત વજનાભ નામે પહેલો પુત્ર થયે. રાજપુત્રને જીવ બીજે બાહુ નામે થયો, ત્રીજે મંત્રીપુત્રને જીવ સુબાહુ નામે થયેલ અને શ્રેષ્ઠીપુત્ર તથા સાર્થેશપુત્રના જીવ પીઠ અને મહાપીઠ નામે થયા. કેશવને જીવ સુયશા નામે અન્ય રાજપુત્ર થયે. તે સુયશ બાળપણથી જ વજાનાભને આશ્રય કરવા લાગ્યા. કહ્યું છે. પૂર્વભવથી સંબદ્ધ થયેલ સ્નેહ બંધુપણને જ બાંધે છે. જાણે છ વર્ષધરર પર્વતે નરપણાને પામ્યા હોય તેમ તે રાજ. પુત્રો અને સુયશા અનુક્રમે વધવા લાગ્યા. તે મહાપરાક્રમી રાજપુત્રે બહારના રસ્તામાં વારંવાર ઘેડા ખેલવતા હતા તેથી તેઓને કળાચાર્ય સાક્ષીભૂત જ થયા; કારણ કે હેટા મહેોટા માણસને સ્વયમેવ ગુણ ઉત્પન્ન થાય છે. શિલાની જેમ હોટા પર્વતોને તેઓ પિતાની ભુજાથી તળતા હતાં, તેથી તેઓની બાળક્રીડા કેઈથી પણ પૂર્ણ થતી નહીં. એવામાં લેકાંતિક દેવતાઓએ આવીને વસેન રાજાને વિજ્ઞપ્તિ કરી– “સ્વામિનું! ધર્મતીર્થ પ્રવર્તાવો.” પછી વજસેન રાજાએ વજી જેવા પરાક્રમથી વજનાભને રાજ્ય ઉપર બેસાર્યો, અને મેઘ જેમ જળથી પૃથ્વીને તૃપ્ત કરે તેમ તેણે સાંવત્સરિક દાનથી તૃપ્ત કરી દીધી. પછી દેવ, અસુર અને મનુષ્યના સ્વામીઓએ જેમને નિર્ગમત્સવ કર્યો છે એવા તે વસેન રાજાએ ચંદ્ર જેમ આકાશને અલંકૃત કરે તેમ ઉદ્યાનને અલંકૃત કર્યું અને ત્યાં તે સ્વયં બુદ્ધ ભગવાને દીક્ષા અંગીકાર કરી. તે જ સમયે તેમને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પછી આત્મસ્વભાવમાં લીન થનાર, સમતારૂપી ધનવાળા, મમતા રહિત, નિષ્પરિગ્રહી અને નાના પ્રકારના અભિગ્રહને ધારણ કરનારા તે પ્રભુ પૃથ્વી પર વિચરવા લાગ્યા. ' અહીં વાતાભે પિતાના દરેક ભ્રાતાને પૃથફ પૃથક્ દેશ આપ્યા અને ચાર કપાળેથી જેમ ઇદ્ર શોભે તેમ નિત્ય સેવામાં હાજર રહેનારા ચાર ભાઈઓ વડે તે શોભવા લાગ્યો. અરુણ જેમ સૂર્યને સારથિ છે તેમ સુયશા તેને સારથિ થયો. મહાવીર પુરુષોએ સારથિ પણ પિતાને યોગ્ય જ કરવો જોઈએ, ૧. મધુકરભમ જેમ પુષ્પપરાગને ગ્રહણ કરે, પણ તેને પીડા ઉપજાવે નહીં, તેની જેમ મુનિ પણ ગૃહસ્થને ઘરેથી આહાર રહણ કરે પણ તેને પીડા ઉપજે તેમ કરે નહીં. ૨ ચુલહિમવંત, મહેહિમવંત, નિષધ, શિખરી, રૂપી અને નીલવંત એ છ પર્વતે ભરત હિમવતાદિ ક્ષેત્રોને જુદા પાડનાર હોવાથી વર્ષધર પર્વત કહેવાય છે વર્ષ=ક્ષેત્ર, તેને ધારણ કરનાર. ૩. લોકાંતિક દેવતાઓનો એવો શાશ્વત આચાર જ છે.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy