SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ સર્ગ ૧ લે સ્ત્રી સગર્ભા થઈ. પ્રાયે દરિદ્રીને શીઘ ગર્ભ ધારણ કરે એવી સ્ત્રી હોય છે. એ સમયે નાગિલ મનમાં ચિંતા કરવા લાગે-“આ મારે ક્યાં કર્મનું ફળ હશે, જેથી હું મનુષ્ય લકમાં રહીને પણ નરકની વ્યથા ભેગવું છું. જન્મથી પ્રાપ્ત થયેલા અને જેને પ્રતિકાર થવો અશક્ય છે એવા આ દારિદ્રયથી, ઉધઈ વડે જેમ વૃક્ષ ક્ષીણ થાય તેમ હું ક્ષીણ થઈ ગયું છું. જાણે પ્રત્યક્ષ અલકમી હોય, જાણે પૂર્વજન્મની વૈરિનું હોય તેવી અને નિર્લક્ષણ મૂર્તિવાળી આ કન્યાઓએ મને પડ્યો છે. જો હવે આ વખતે પણ દુહિતાને પ્રસવ થશે તો હું આ કુટુંબને ત્યાગ કરી દેશાંતરમાં જતો રહીશ.” એમ ચિંતા કર્યા કરે છે તેવામાં તે દરિદ્રની ગૃહિણુએ પુત્રીને જ જન્મ આપ્યો. કર્ણમાં સોયના પ્રવેશ જે દુહિતાનો જન્મ તેણે સાંભળ્યો એટલે અધમ બળદ જેમ ભોરને છોડી ચાલ્યો જાય તેમ તે નાગિલ કુટુંબને છોડીને ચાલ્યો ગયો. તેની સ્ત્રીને પ્રસવદુઃખ ઉપર પતિપ્રવાસની વ્યથા તત્કાળ પડેલા ઘા ઉપર ક્ષાર પડ્યા જેવી થઈ. અતિ દુખિત થયેલી નાગશ્રીએ તે કન્યાનું નામ પણ પાડયું નહીં, તેથી લોકો તેનું નિર્નામિકા એવું નામ કહેવા લાગ્યા. નાગશ્રીએ તેનું સમ્યફ પ્રકારે પાલન કર્યું નહીં તો પણ તે બાળા વૃદ્ધિ પામવા લાગી. હાથી હણાયેલા પ્રાણીનું પણ આયુષ્ય ત્રુટિત ન થયું હોય તો મૃત્યુ થત નથી. અત્યંત દુર્ભગા અને માતાને ઉદ્વેગ કરનારી તે બાલિકા બીજાને ઘરે હલકા કામ કરી કાળ નિર્ગમન કરવા લાગી. એકદા ઉત્સવને દિવસે કોઈ ધનાઢયના બાળકના મોદક જઈ તે બાલિકા પિતાની માતા પાસે મોદક માંગવા લાગી. તે વખતે તેની માતાએ ગુસ્સે થઈને કહ્યું-મોદક શું તારા બાપ બાપ થાય છે કે તું તે માંગે છે? જો તારે મોદક ખાવાની ઈચ્છા હોય તે અંબરતિલક પર્વત ઉપર કાકને ભારે લેવા દેરડી લઈને જા.” પિતાની માતાની અડાયા છાણના અગ્નિ જેવી દહન કરનારી વાણી સાંભ રૂદન કરતી તે બાળા રજુ લઈને પર્વત ભણી ચાલી. તે સમયે તે પર્વતના શિખર ઉપર એકરાત્રિ પ્રતિમાએ રહેલા યુગધર નામે મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું, તેથી સંનિહિત રહેલા દેવતાઓએ કેવળજ્ઞાનના મહિમાનો ઉત્સવ કરવાનો આરંભ કર્યો હતે. પર્વતની નજીકના નગર અને ગ્રામવાસી લે કો એ સમાચાર સાંભળી તે મુનીશ્વરને વંદન કરવા ઉતાવળા ઉતાવળા આવતા હતા. નાના પ્રકારના અલંકાર અને ભૂષણોથી શોભિત થયેલા લોકોને આવતા જોઈ જાણે ચિત્રમાં આલેખેલી હોય તેમ વિમય પામીને નિર્નામિકા ઊભી રહી. પરંપરાએ લે કનું આગમન-કારણ જાણી દુઃખના ભા૨ની પેઠે કાષ્ઠના ભારાને છોડી દઈ ત્યાંથી ચાલી અને બીજા લોકેની સાથે પર્વત ઉપર ચઢી. તીર્થો સર્વને માટે સાધારણ છે. તે મહામુનિના ચરણને કલ્પવૃક્ષ સદશ માનનારી નિર્નામિકાએ આનંદથી તેમને વંદન કરી. કહ્યું છે કે ગતિને અનુસરનારી મતિ થાય છે. મુનીશ્વરે મેઘની જેવી ગંભીર વાણીથી લોકસમૂહને હિતકારી અને આહૂલાદકારી ધર્મદેશના આપી- કાચા સૂત્રના ભરેલા ખાટલાની ઉપર આરહણ કરનારીની જેમ મનુષ્યોને વિષયનું સેવન સંસારરૂપ ભૂમિને વિષે પાડવાને માટે જ છે. જગતમાં પુત્ર, મિત્ર અને કલત્ર વિગેરેનો સમાગમ એક ગ્રામમાં રાત્રિનિવાસ કરી સૂતેલા વટેમાર્ગ જેવું છે. ચોરાશી લાખ નિમાં ભમતાં જેને જે અનંત દુઃખને ભાર છે તે પિતાના કર્મોના પરિણામથી ઉત્પન્ન થયેલે છે.” આ પ્રમાણેની દેશના સાંભળી અંજલિ જોડી નિર્નામિકા બોલી–“હે ભગવન! આપ ૧. પુત્રી. * દુર્ભાગ્યવાળી.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy