SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૬ ઠા ૩૨૪ પૂર્વાંગે સહિત ત્રેપન લક્ષ પૂર્યાં ગયા, છદ્મસ્થપણામાં બાર વર્ષે ગયા અને કેવળજ્ઞાનમાં એક પૂર્વાંગ તથા બાર વર્ષે વર્જિત લક્ષ પૂર્વ ગયા. એકંદર ખેતેર લાખ પૂર્વનું આયુષ્ય ભાગવીને ઋષભપ્રભુના નિર્વાણથી પચાસ લાખ ક્રોડ સાગરોપમે નિર્વાણપદને પામ્યા. તેમની સાથે બીજા એક હજાર મુનિઓએ પાપાપગમ અણુસણુ કર્યું હતું, તે પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ત્રણે ચાગના રોધ કરી મેાક્ષપદને પામ્યા. સગરમુનિએ પણ કેવળી સમુદ્ધાત કરીને ક્ષણવારમાં અનુપદીની જેમ સ્વામીએ પ્રાપ્ત કરેલું પદ ઉપલબ્ધ કર્યું અર્થાત્ મેાક્ષપદને પામ્યા. તે વખતે પ્રભુના માક્ષકલ્યાણકવડે સુખને નહીં જોનારા નારકીઓને પણ ક્ષણવાર સુખ થયું'. પછી શાક સહિત ઇંદ્રે દિવ્યજળથી સ્વામીના અંગને નવરાવ્યું અને ગાશીચંદનના રસનું વિલેપન કર્યું; તેમજ 'સના ચિત્રવાળા વસ્ત્ર પહેરાવ્યાં અને વિચિત્ર એવાં દિવ્ય આભૂષણાથી પ્રભુનુ શરીર શણગાર્યું. બીજા મુનિનાં શરીરને દેવતાએ એ સ્નાન, અગરાગ, નેપથ્ય અને આચ્છાદન વિગેરે કર્યું". પછી ઈંદ્ર, સ્વામીના દેહને શિખિકામાં પધરાવી ગાશી ચંદનના કાષ્ઠમય ચિતા ઉપર લઇ ગયા અને બીજા મુનિનાં શરીરને બીજી શિબિકામાં પધરાવીને દેવતાઓ ગેાશીષચંદનનાં કાષ્ઠની રચેલી બીજી ચિતા ઉપર લઈ ગયા. અગ્નિકુમાર દેવતાએએ ચિતામાં અગ્નિ ઉત્પન્ન કર્યા, વાયુકુમાર દેવાએ વાયુવડે વિશેષ પ્રજવલિત કર્યા અને શક્રના આદેશથી અનેક દેવતાઓએ સેંકડાભાર કપૂર, કસ્તુરી અને ઘીના સેંકડો કુંભ ચિતામાં ક્ષેપન કર્યા. અસ્થિ વિના પ્રભુની ખીજી સર્વ ધાતુ ખળી ગઇ, એટલે મેઘકુમાર દેવતાઆએ જળવડે ચિતાને બુઝાવી શાંત કરી. પ્રભુની ઉપરની જમણી અને ડાખી દઢા શકે અને ઈશાને કે ગ્રહણ કરી અને નીચેની બંને ડાઢો ચમર અને ખલી ઇંદ્રે ગ્રહણ કરી. બીજા ઇંદ્રાએ પ્રભુના દાંત ગ્રહણ કર્યા અને દેવતાઃઆએ ભક્તિથી બાકીનાં અસ્થિ ગ્રહણ કર્યાં. બીજું પણ સ્તૂપરચના વિગેરે ત્યાં કરવાનું હતું, તે સર્વ વિધિ પ્રમાણે કરીને સર્વ દેવતાઓ સહિત ઇંદ્રાએ નંદીશ્વર દ્વીપે આવીને મેટા ઉત્સવવડે શાશ્વત અદ્ભુતના અષ્ટાન્તુિકા ઉત્સવ કર્યા. પછી સર્વ દેવેદ્રો પોતપોતાને સ્થાને ગયા. ત્યાં પોતપોતાની સુધર્મા સભાની મધ્યમાં માણુવક નામના સ્થંભેામાં વામય ગાળાકાર ડાખલામાં તે પ્રભુની દાઢા મૂકી અને તેની શાશ્વત પ્રતિમાની જેમ ઉત્તમ ગધ, ધૂપ અને પુષ્પાવર્ડ નિરંતર પૂજા કરવા લાગ્યા. તેના અનુભાવથી ઇંદ્રોને હમેશાં અવ્યાહત અને અદ્વિતીય વિજયમંગળ વર્તે છે. “ પદ્મખંડથી મનોહર એવા પૂર્ણ સરોવરની જેમ અંદર રહેલા સગરચક્રીના ચારિત્રથી મનહર એવું આ અજિતસ્વામિનું ચરિત્ર શ્રોતાઓને આ લાક અને પરલેાકના સુખના વિસ્તાર કરો. इत्याचार्य श्री हेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये द्वितीये पर्वणि अजितस्वामिसगरदीक्षानिर्वाणवर्णननो नाम षष्ठः सर्गः ॥ ६ ॥ ************** * * समाप्तं वेदमजितस्वामिसगरचक्रवत्तिचरित्रप्रतिबद्धं द्वितीयं पर्वम् ||२|| CCCCCCCCCC CEEEEEEEEE પાછળ ચાલનારની જેમ. ****************
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy