SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ સર્ગ ૬ ઠે વધારે વસ્તુતાએ સ્તુત્ય છે ? અશ્રદ્ધાળુ પુરુષ આવી વિરુદ્ધ વાત ઉપર કેમ શ્રદ્ધા રાખે? કારણ કે તમારામાં આનંદસુખની શક્તિ અને વિરક્તિ બંને સાથે છે. હે નાથ !તમારી આ ઘટના ઘટે છે પણ તે દુર્ઘટ છે કે તમે સર્વ સત્ત્વમાં ઉપેક્ષા રાખે છે અને વળી પરમ ઉપકારીપણું ધરાવે છે. હે ભગવંત ! તમારા જેવું બીજા કોઈમાં વિરુદ્ધપણું દેખાતું નથી, કેમકે તમારામાં પરમ નિર્ચથતા અને પરમ ચક્રવર્તતા બંને સાથે છે. જેમના કલ્યાણકપર્વમાં નારકીના છ પણ હર્ષ પામે છે તેમના પવિત્ર ચરિત્રનું વર્ણન કરવાને કેણ સમર્થ છે ? હે પ્રભુ! તમારે શમ અદ્દભુત છે, તમારું રૂપ અદ્ભુત છે અને સર્વ પ્રાણી ઉપરની કૃપા પણ અદ્દભુત છે. એમ સર્વ પ્રકારની અદ્દભુતતાના ભંડાર એવા આપને અમે નમસ્કાર કરીએ છીએ.” એવી રીતે જગન્નાથની સ્તુતિ કરી ગ્ય સ્થાને બેસીને અમૃતના પ્રવાહ જેવી ધર્મદેશના તેણે સાંભળી. દેશનાને અંતે સગરરાજા વારંવાર પ્રભુને નમસ્કાર કરી અંજલી જેડી ગદ્દગદ્દ વાણીથી આ પ્રમાણે છેલ્યા “હે તીર્થેશ! જે કે આપને કઈ પિતાને કે પારકે નથી, તે પણ અજ્ઞાનપણાથી હું તમને પોતાના ભાઈ તરીકે અનુગ કરું છું (ગણું છું. હે નાથ ! દુસ્તર સંસારસાગરથી તમે બધા વિશ્વને તરે છે તે તેમાં ડૂબી જતા એવા મારી કેમ ઉપેક્ષા કરે છે ? હે જગત્પતિ ! અનેક કલેશોથી સંકુળ એવા સંસારરૂપી ખાડામાં પડવાથી તમે મારી રક્ષા કરે, રક્ષા કરો, દીક્ષા આપે અને પ્રસન્ન થાઓ. હે સ્વામિન ! સંસારના સુખમાં મૂઢ થયેલા એવા મેં પોતાનું આટલું આયુષ્ય અવિવેકી બાળકની જેમ નિષ્ફળ ગુમાવ્યું છે એ પ્રમાણે જણાવી અંજલી જોડીને રહેલા સગરરાજાને ભગવંતે દીક્ષા ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી. પછી ભગીરથે ઉઠી નમસ્કાર કરી પ્રાર્થનાને પૂરવામાં કલ્પવૃક્ષ સમાન ભગવંતની આ પ્રમાણે પ્રાર્થના કરી --“આપ પૂજ્યપાદ મારા પિતાજીને દીક્ષા આપશે, પણ જ્યાં સુધી હું નિષ્ક્રમણત્સવ કરું ત્યાં સુધી તમારે રાહ જોવી. જો કે મુમુક્ષુઓને ઉત્સવાદિકની કાંઈ પણ જરૂર નથી, તે પણ મારા આગ્રહથી મારા પિતાજી પણ એ વિનંતિ કબૂલ કરશે.” સગરરાજા દીક્ષા લેવાને અત્યુત્સુક હતા, તો પણ પુત્રના આગ્રહથી જગદ્ગુરુને પ્રણામ કરી પાછા પિતાની નગરીમાં ગયા. પછી ઇંદ્ર જેમ તીર્થંકરનો દીક્ષાભિષેક કરે તેમ ભગીરથે સગરરાજાને સિંહાસન ઉપર બેસારીને દીક્ષાભિષેક કર્યો, ગંધકાષાયી વસ્ત્રવડે અંગ લૂછી ગોશીષચંદનનું વિલેપન કર્યું અને ત્યારપછી સગરરાજાએ માંગલિક બે દિવ્ય વસ્ત્ર ધારણ કર્યા. તેમજ ગુણવડે અલંકૃત હોવા છતાં પણ દેવતાએ આપેલાં દિવ્ય અલંકારોથી શરીરને અલંકૃત કર્યું. પછી ઇચ્છા પ્રમાણે યાચકોને ધન આપી ઉજજવળ છત્ર અને ચામર સહિત શિબિકામાં તેઓ આરૂઢ થયા. નગરજનોએ દરેક દુકાને, દરેક ઘરે અને દરેક શેરીએ માંચડા, પતાકા અને તોરણાદિક કર્યા. માર્ગે ચાલતાં ઠેકાણે ઠેકાણે દેશના અને નગરના જનોએ પૂર્ણ પાત્રાદિકવડે તેમના અનેક મંગળ કર્યા, વારંવાર તે જોવાતા હતા, વારંવાર સ્તુતિ કરાતા હતા, વારંવાર પૂજાતા હતા અને વારંવાર અનુસરાતા હતા. એવી રીતે આકાશના મધ્યમાં ચંદ્ર ચાલે તેમ વિનીતા નગરીના મધ્ય માર્ગ વડે માણસેના અતિશય ભરાવાથી અટકતા અને ધીમે ધીમે ચાલનારા ભગીરથ, સામંતે, અમાત્ય, સર્વ પરિવાર અને અનેક વિદ્યાધર જેમની પાછળ ચાલતા હતા એવા સગરચક્રી અનુક્રમે પ્રભુની પાસે આવ્યા. ત્યાં ભગવંતને પ્રદક્ષિણું દઈ પ્રણામ કરી ભગીરથે આણેલા યતિષને તેણે અંગીકાર કર્યો. પછી સર્વ સંઘની સમક્ષ સ્વામીની વાચનાથી ઊંચે પ્રકારે સામાયિક ઉચરતા સતા તેમણે ચાર મહાવ્રતરૂપ દીક્ષા ગ્રહણ કરી. જે સામંત અને મંત્રીઓ જન્દુકુમાર વિગેરેની સાથે ગયા હતા તેઓએ પણ ભવથી ઉદ્વેગ પામીને
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy