SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જુ ૩૧૭ કડાભૂમિ તરફ જાઉં. શત્રુને મારીને નિઃશંક થયેલો હું હવે વૈતાઢય પર્વત ઉપર અને જબૂદ્વીપની જગતિ ઉપરના જળકટકાદિકમાં તમારા પ્રસાદથી પ્રિયા સહિત વિહા૨ કરીશ.” આવાં તેના વચન સાંભળી સમકાળે લજજા, ચિંતા, નિર્વેદ અને વિસ્મયથી આક્રાંત થયેલ રાજા તે પુરુષ પ્રત્યે બે -“હે ભદ્ર! તમે તમારી સ્ત્રીને થાપણ તરીકે અહીં મૂકીને ગયા પછી અમે આકાશમાં ખડ્રગ અને ભાલાને વનિ સાંભળે. અનુક્રમે આકાશમાંથી હાથ, પગ, મસ્તક અને ધડ પડયું તે મારા પતિનું છે એમ ચોક્કસ રીતે તમારી પત્નીએ અમને કહ્યું. પછી “પતિના શરીરની સાથે હું અગ્નિમાં પ્રવેશ કરીશ” એમ બેલતી તમારી સ્ત્રીને પુત્રીને પ્રેમથી અમે બવાર વાર્યા છતાં પણ તે સ્ત્રી ઈતર–લેકની જેમ અમારી અન્યથા રીતે સંભાવના કરવા લાગી અને જ્યારે તેના આગ્રહથી કાયર થઈને અમે મૌન રહ્યા ત્યારે તે નદીએ ગઈ અને ત્યાં લેકની સમક્ષ તે શરીરના અવયવોની સાથે ચિતામાં પેઠી. હમણાં જ હું તને નિવાપાંજલિ આપી આવ્યો અને તેને કે કરતે બેઠે છું, તેવામાં તે તમે આવ્યા. આ શું થયું? તે તમારાં અંગ નહીં કે તે વખતે આવ્યા હતા તે તમે નહીં ? એ અમને સંશય છે; પણ આ વિષયમાં અજ્ઞાનથી જેમના મુખ મુદ્રિત થયેલા છે એવા અમે શું બોલી શકીએ!” આ સાંભળી જેણે મોટે કેપ કર્યો છે એ તે પુરુષ બે -“હે રાજા ! આ કેવી ખેદકારક વાત! માણસેના કહેવાથી મેં તમને પરસ્ત્રીસહોદર જાણ્યા હતા તે તે મિથ્યા થયું. તમારી તેવી નામનાથી મેં પ્રિયાની થાપણ મૂકી હતી, પણ તમારા આવા આચરણથી દેખીતું કનકકમળ જેમ જેમ પરિણામે લેહમય નીકળે તેમ જણાઈ આવ્યા છે. જે કામ દુરાચારી એવા મારા શત્રુથી થવાનું હતું તે કામ તમે કર્યું, તેથી તમારા બેમાં હવે શું અંતર ગણવો? હે રાજ ! જે તમે સ્ત્રીમાં અલુબ્ધ મનવાળા હો અને અપવાદથી ભય પામતા હો તે તે મારી પ્રિયા મને પાછી અર્પણ કરે, તેને ગોપવી રાખવાને તમે યેગ્ય નથી. જે તમારા જેવા પૂર્વે અલુબ્ધ છતાં ફરીને આમ લુબ્ધ થશે તે પછી કાળા સર્ષની જેમ કે વિશ્વાસનું પાત્ર રહેશે?” રાજાએ ફરીને કહ્યું- હે પુરુષ ! તારા પ્રત્યેક અંગને ઓળખીને તારો પ્રિયાએ અગ્નિમાં પ્રવેશ કર્યો છે તેમાં તે બીલકુલ સંશય નથી. આ બાબતમાં સર્વે નગરના અને દેશના લોકો સાક્ષી છે અને આ જગચક્ષુ ભગવાન સૂર્ય પણ આકાશમાં રહેલા સાક્ષી છે. ચાર લોકપાળ, ગ્રહ, નક્ષત્ર, તારા, આ ભગવતી પૃથ્વી અને જગતને પિતા ધર્મ પણ સાક્ષી છે; માટે આવાં કઠોર વચનો બેલવાને તમે યોગ્ય નથી. આ સર્વ. માંથી કોઈ પણ સાક્ષીને તમે પ્રમાણભૂત કરે.” તે સાંભળીને ખોટો રોષ બતાવનાર તે પુરુષે કઠેર વચને કહ્યું-“ પ્રત્યક્ષ પ્રમાણમાં બીજા પ્રમાણની કલ્પના થાય જ નહીં. આ તમારી પછવાડે કોણ છે તેને જુઓ. પિતાની કાખમાં ડોલ છતાં કેશમાંથી પાણી પીવા જવું તેના જેવું આ કાર્ય છે.” પછી રાજાએ ડેક વાંકી કરીને પિતાની પછવાડે દષ્ટિ કરી તે ત્યાં તેણે સ્ત્રીને બેઠેલી જોઈ. તેથી “પારદારિક દેષથી દૂષિત થય” એવી શંકાથી તાપવડે પુષ્પ પ્લાન થાય તેમ તે ગ્લાનિ પાયે નિર્દોષ એવા તે રાજાને દેશની શંકાથી ગ્લાનિ પામેલો જોઈ અંજલિ જોડીને તે પુરુષ આ પ્રમાણે કહેવા લાગ્યો-“હે રાજા! તમને સાંભરે છે કે હું ઘણા કાળ સુધી અભ્યાસ કરેલું મારું માયાપ્રગનું : ચાતુર્ય બતાવવાને માટે તમારી પાસે પ્રાર્થના કરવા આવ્યા હતા, તે વખતે મેઘની જેમ સર્વ વિશ્વ ઉપર સાધારણ કૃપાવાળા છતાં મારા ભાગ્યદેષથી ઈચ્છા પૂર્ણ કર્યા સિવાય મને દ્વારમાંથી જ તમે રજા આપી હતી. પછી રૂપ ફેરવી કપટનાટક કરીને મેં તમને મારી કળા બતાવી. હવે હું કૃતાર્થ થયો, મારા ઉપર તમે પ્રસન્ન થાઓ. જેમ તેમ કરીને પણ
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy