SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ સર્ગ ૬ ઠો ઉદ્યાને ઢાંકી દીધા. હે રાજન ! આ કિલ્લાની ફરતું ક્યારાની જેમ સમુદ્રનું જળ ઊંચું ઉછળી ઉછળીને અથડાવા લાગ્યું. હવે પ્રસરતું એવું જળ આ કિલાનું ઉલ્લંઘન કરે છે. તે જેમ વેગવડે બળવાન ઘોડો અશ્વાર સહિત ઉલ્લંઘન કરે તેમ જણાય છે. જુઓ ! આ સમુદ્રના પ્રચંડ જળથી સર્વ મંદિર અને મહેલ સહિત નગર કુંડની જેમ પૂરાવા લાગ્યું. હે રાજા ! હવે આ અશ્વના સૈન્યની જેમ દોડતું તમારા ગૃહદ્વારમાં શબ્દ કરતું જળ આવે છે. હે પૃથ્વી પતિ ! જળમાં ડૂબી ગયેલા નગરને જાણે અવશેષ ભાગ હોય તે આ તમારે મહેલ બેટના જે જણાય છે. તમારી મહેરબાનીથી ઉન્મત્ત થયેલા રાજસેવકો ચડે તેમ આ જળ અખલિતપણે તમારા મહેલના દાદર ઉપર ચડે છે. તમારા મહેલનો પહેલે માળ પૂરાઈ ગયે. બીજે માળ પૂરાય છે અને તેને પૂરીને ત્રીજો માળ પણ પૂરાવા લાગે છે. અહો ક્ષણવારમાં ચોથ, પાંચમો અને છો માળ જોતજોતામાં સમુદ્રના જળથી પૂરાઈ ગયો. વિષના વેગની જેમ ચોતરફથી આ ઘરની આસપાસ જળે દબાણ કર્યું. હવે શરીરમાં મસ્તકની જેમ ફક્ત શિરોગૃહ (અગાશી) બાકી રહેલ છે. હે રાજન ! આ પ્રલયકાળ થયો. મેં જે પ્રમાણે અગાઉ કહ્યું હતું તે પ્રમાણે થયું છે. તે વખતે જેઓ મને હસતા હતા તે તમારી સભામાં બેસનારા જોષીઓ કયાં ગયા?” પછી વિશ્વસંહારના શેકથી રાજાએ પૃપાપાત કરવાને માટે ઊઠી દ્રઢ પરિકર બાંધ્યો અને વાનરની જેમ ઠેકીને તેણે પૃપાપાત કર્યો. તેવામાં તે પિતાને પૂર્વવત્ સિંહાસન ઉપર બેઠેલે જ અને ક્ષણવારમાં તે સમુદ્રનું જળ ક્યાંક ચાલ્યું ગયું ! રાજા વિરમયપૂર્વક વિકસિત લોચનવાળો થઈ ગયે અને અભદ્મ એવાં ઝાડ, પર્વત, કિલ્લો અને સર્વ વિશ્વ જેવું હતું તેવું તેના જોવામાં આવ્યું. હવે તે ઇંદ્રજાળિક કટી ઉપર ઢોલકી બાંધી પિતાને હાથથી વગાડતે હર્ષવડે આ પ્રમાણે બોલવા લાગે-ઇદ્રજાળના પ્રયોગથી આદિમાં ઇદ્રજાળની કળાના સર્જનાર સંવર નામના ઈંદ્રના ચરણકમળને હું પ્રણામ કરું છું.” પોતાના સિંહાસન ઉપર બેઠેલે રાજા “આ ?” એમ આશ્ચર્યથી તે બ્રાહ્મણને પૂછવા લાગ્યો, ત્યારે બ્રાહ્મણે કહ્યું-“સવ કળા જાણનારના ગુણને પ્રકાશ કરનાર રાજા છે, એમ ધારીને અગાઉ હું તમારી પાસે આવ્યો હતો, તે વખતે તમે “ઈદ્રિજાળ મતિને ભ્રષ્ટ કરે છે એમ કહી મારો તિરસ્કાર કર્યો હતે; એટલે તમે મને ધન આપવા માંડયું તો પણ હું તેને લીધા સિવાય ચાલ્ય ગયો હતો. ઘણું ધન મળે તો પણ ગુણવાનને ગુણ મેળવતાં થયેલ શ્રમ તેથી જતા નથી, પણ તેનો ગુણ જાણવાથી તે શ્રમ જાય છે, તેથી આજે કપટથી નૈમિત્તિક થઈને પણ મેં તમને મારો ઇજાળને અભ્યાસ બતાવ્યા છે. તમે પ્રસન્ન થાઓ ! મેં તમારા સભાસનો જે તિરસ્કાર કર્યો અને ઘણીવાર સુધી તમને મેહ પમાડે તે કૃપા કરી તમે માફ કરજો; કારણ કે તાવિક રીતે તે મારો અપરાધ નથી.” એમ કહીને તે બ્રાહ્મણ મૌન રહ્યો, એટલે પરમાર્થને જાણનારા રાજા અમૃતની જેવી વાણીથી બેલ્યા–“હે વિપ્ર ! રાજા અને રાજાના સભાસદોને તે તિરસ્કાર કર્યો છે એમ તારા ચિત્તમાં તું ભય રાખીશ નહી; કેમકે તું મારે પરમ ઉપકારી થયે છે. હે વિપ્ર ! આ ઈદ્રજાળ બતાવીને તે મને તેના જે અસાર સંસાર જણાવી દીધું છે. જેમ તે જળ પ્રગટ કર્યું હતું અને તે નેતનતા માં નાશ પામ્યુ તેમજ આ સંસારના સર્વ પદાર્થો પ્રગટ થઈને નાશ પામવાના છે. અહા ! હવે સંસારમાં શું પ્રીતિ કરવી?” એવી રીતે બહુ પ્રકારે સંસારના દેષ કહીને તે બ્રાહ્મણને કૃતાર્થ કરી રાજાએ દીક્ષા લીધી.”
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy