SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જું 3०८ કહી તે ઉઠા. પિતાની ઉપર કૃપણુતારૂપ દેષના આરેપણથી ભય પામેલા રાજાએ માણસ, પાસે તેને ઊભે રખા, તે પણ તે સભાગૃહમાંથી નીકળી ગયું. “ સ્વામીએ દ્રવ્ય આપવા માંડયું તે પણ તે કેપથી લેતું નથી, તેથી આપનો શો વાંક? આપ તે દાતાર જ છો.” એવી રીતે કહીને રાજાને થયેલી લજજા તેના સેવકપુરુષેએ હરી લીધી. તે જ પુરુષ ફરીને એક દિવસ બ્રાહ્મણને વેષ લઈ અને હાથમાં ભેટ લઈ તે રાજાના દ્વાર આગળ આવીને ઊભું રહ્યો. પૂર્વની રીતે જ દ્વારપાળે રાજાને વિજ્ઞપ્તિ કરી, કારણ કે દ્વારે આવેલા પુરુષની રાજાને ખબર આપવી તે તેને ધર્મ છે. રાજાની આજ્ઞાથી છડીદારે સત્કાર સંબંધી કાયના અધિકારી પુરુષોની સાથે તેને પ્રવેશ કરાવ્યું. તે ઊંચે હાથ કરી રાજાની પાસે ઊભા રહીને આશીર્વાદાત્મક આયં વિદેના મંત્રો પદકમ પ્રમાણે બોલ્યા. મંત્ર ભણી રહ્યા પછી છડીદારે બતાવેલા આસન ઉપર રાજાની પ્રસાદાર્થ દૃષ્ટિથી જોવાયેલે તે બેઠા. રાજાએ પૂછયું-“તમે કોણ છો અને કેમ આવ્યા છે ? ” ત્યારે અંજલિ જોડી બ્રાહ્મણોને અગ્રેસર તે બોલ્યો-“હે રાજા ! મૂર્તિમંત જાણે જ્ઞાન હોય તેવા સદગુરુની ઉપાસનાથી સારી રીતે આમ્નાય પ્રાપ્ત કરી છે જેણે એ હું નૈમિત્તિક છું. હું આઠ અધિકરણીના ગ્રંથ, ફળાદેશના ગ્રંથ, જાતક તથા ગણિતના ગ્રંથો પિતાના નામને જેમ જાણું છું. હે રાજા ! તપસિદ્ધ મુનિની જેમ ભૂત, ભવિષ્ય અને વર્તમાન અર્થને અવ્યાહત રીતે હું કહી આપું છું.” ત્યારે રાજાએ કહ્યું- હે પ્રિય! વર્તમાન સમયમાં તરતમાં જે કાંઈ નવીન થવાનું હોય તે કહે; કારણ કે જ્ઞાનનું ફળ તરત ખાત્રી કરી બતાવવી તે જ છે.” ત્યારે બ્રાહ્મણે કહ્યું “ આજથી સાતમે દિવસે સમુદ્ર આ જગતને એકાર્ણવ કરી પ્રલય પમાડશે.” આવું વચન સાંભળી રાજાના મનમાં વિસ્મય અને ક્ષોભ એક સાથે થયા. એટલે તેણે બીજા નૈમિત્તિકના મુખ સામું જોયું. રાજાએ ભ્રકુટીની સંજ્ઞાથી પૂછેલા અને બ્રાહ્મણની તેવી દુર્ઘટ વાણીથી રોષ પામેલા તે નૈમિત્તિકે ઉપહાસ સાથે કહેવા લાગ્યા-“હે સ્વામી ! આ કોઈ ન જેવી થયેલ છે અથવા એનાં તિજ્ઞાસ્ત્રો પણ નવાં થએલાં છે કે જેનાં પ્રમાણથી આ જોષી “જગત્ એકાર્ણવ થશે એમ શ્રવણને દુ:શ્રવ એવું વચન બેલે છે; પણ શું ગ્રહ, નક્ષત્ર અને તારા પણ નવા થયા છે કે જેઓની વક્રગતિને આધારે આ જેથી આ પ્રમાણે બોલે છે કે જ્યોતિષ્ણાસ્ત્રો છે તે સર્વે સર્વજ્ઞના શિષ્ય ગણધરની રચેલી દ્વાદશાંગી ઉપરથી જ બનેલા છે, તે પ્રમાણે વિચારતાં આવું અનુમાન થતું નથી. આ સૂર્યાદિક ગ્રહ જે તે શાસ્ત્રના સંવાદને ભજે છે તેમના અનુમાનથી પણ અમે આવું માનતા નથી. જબુદ્વીપમાં આવેલા લવણસમુદ્ર છે. તે તો કોઈ વખતે પણ તમારી પેઠે મર્યાદાનું ઉલ્લંઘન કરતું નથીતેથી કદાપિ આકાશમાંથી કે ભૂમિના મધ્યમાંથી ઉત્પન્ન થએલો કેઈ ન સમુદ્ર આ વિશ્વને એકાર્ણવ કરે તો ભલે, આ તે કઈ સાહસિક છે ? પિશાચાધિષ્ઠિત છે ? મત્ત છે ? ઉન્મત્ત છે? સ્વભાવથી જ વાતુળ છે? અથવા અકાળે શાસ્ત્રને ભણ્યો છે ? વા શું તેને અપસ્માર વ્યાધિ થયે છે? કે જેથી ઉછું ખલ થઈને તે અઘટતું બેલે છે? આપ મેરુની પેઠે સ્થિર છો અને પૃથ્વીની પેઠે સર્વ સહન કરનાર છો, જેથી દષિત મનુષ્ય સ્વછંદપણે પ્રગટ રીતે આવું કહી શકે છે. આવું વચન સાધારણ માણસની સામે પણ બોલાય નહીં તે કોપ અને પ્રસાદમાં શક્તિવંત એવા આપની પાસે તે કહેવાય જ કેમ ? આવાં દુર્વચ વચનને વક્તા ધીર છે કે આવું સાંભળીને જે કેપ કરે નહીં તેવા શ્રોતા ધીર છે? કદાપિ આવાં વચન ઉપર સ્વામીને જે શ્રદ્ધા હોય તે ભલે શ્રદ્ધા રાખે; કારણ કે અત્યારે તે એવું
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy