SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ३०४ સર્ગ ૬ ઠે દંડની જેમ બીજાઓથી જેનું અનિવાર્ય પરાક્રમ છે એ જલવીર્ય નામે થયે; તેનો પુત્ર દંડવીર્ય થયો, તે જાણે બીજે યમરાજ હોય તેમ અખંડ દંડશક્તિવાળો અને ઉદંડ ભુજંદંડવાળો હતો. તેઓ સર્વ દક્ષિણ ભરતાદ્ધના સ્વામી, મહાપરાક્રમી અને ઈદ્રના આપેલા ભગવંતના મુગટને ધારણ કરનારા હતા, તેમજ પોતાના લોકોત્તર પરાકમથી દેવ અને અસુરોથી પણ ન જીતી શકાય તેવા હતા, તે પણ કાળના યોગથી આ જ ઘરમાં જન્મ પામ્યા છતાં મૃત્યુ પામેલા છે. ત્યાંથી માંડીને બીજા પણ અસંખ્ય રાજાઓ જેઓ મોટા પરાક્રમી હતા તે પણ મૃત્યુ પામ્યા છે; કારણ કે કાળ છે તે દુતિક્રમ છે. અરે બ્રાહ્મણ ! મૃત્યુ છે તે પિશુનની પેઠે સર્વે નુકશાનકારક છે, અગ્નિની પેઠે સર્વભક્ષી છે અને જળની પેઠે સર્વભેદી છે. મારા ઘરમાં પણ કોઈ પૂર્વજ મરણથી અવશિષ્ટ રહ્યા નથી તે બીજાના ઘરની શી વાત કરવી ? તેથી તેવું મંગળગૃહ ક્યાંથી મળે ? માટે તારે એક પુત્ર મૃત્યુ પામે તે કાંઈ આશ્ચર્યકારક કે અનુચિત નથી. હે બ્રાહ્મણ! સર્વને સાધારણ એવા મૃત્યુમાં તું કેમ શેક કરે છે ? બાળક હોય, વૃદ્ધ હોય, દરિદ્ર હોય કે ચકવી હોય પણ મૃત્યુ સર્વને સમવતી છે. સંસારને એ સ્વભાવ જ છે કે જેમાં, નદીમાં તરંગની જેમ અને આકાશમાં શરદઋતુનાં વાદળાંની જેમ કોઈ સ્થિર રહેતું નથી. વળી આ સંસારમાં માતા, પિતા, ભાઈ, પુત્ર, બહેન અને પુત્રવધૂ ઇત્યાદિક જે સંબંધ છે તે પારમાર્થિક નથી. જેમ ગામની ધર્મશાળામાં વટેમાર્ગુઓ જુદી જુદી દિશા તરફથી આવીને એકઠા મળે છે તેમ કોઈ કાંઈથી અને કોઈ કાંઈથી આવીને આ સંસારમાં એક ઘરે એકઠા મળે છે. તેમાંથી પાછા પોતપોતાનાં કર્મના પરિણામથી જુદે જુદે રસ્તે ચાલ્યા જાય છે. તે બાબતમાં સુબુદ્ધિ પુરુષ જરા પણ શોક કરે? હે દ્વિજોત્તમ ! તેથી તમે મોહનું ચિહ્ન જે શેક તે ન કરો, ધીરજ રાખે અને હે મહાસત્વ! તમે તમારા આત્મામાં વિવેકને ધારણ કરે.” બ્રાહ્મણે કહ્યું-“હે રાજા ! હું પ્રાણીઓનું ભવસ્વરૂપ સવ જાણું છું, પણ પુત્રના શકથી આજે ભૂલી જવાય છે; કેમકે જ્યાંસુધી પોતાને ઇષ્ટવિયોગનો અનુભવ થયો નથી ત્યાંસુધી સર્વ જાણે છે અને ત્યાંસુધી સર્વને ધીરજ રહે છે. હે રવામિન્ ! હંમેશાં અહંતના આદેશરૂપી અમૃતપાનથી જેમનું ચિત્ત નિર્મળ થયેલું છે એવા તમારી જેવા દૌર્યવિવેકી પુરુષ વિરલ હોય છે. તે વિવેકી ! તમે મને મોહ પામતાને બોધ કર્યો તે બહ સારું કર્યું, પણ આ વિવેક તમારે આત્માને અર્થે પણ ધારણ કરી લેવું જોઈએ. કષ્ટ પ્રાપ્ત થતાં મહાદિક વડે નાશ પામતો આ આત્મા રક્ષણીય છે; કારણ કે અડચણની વખતે કામ આવવા માટે હથિયાર ધારણ કરાય છે, કાંઈ નિરંતર તેનું કામ હોતું નથી. આ કાળ છે તે રાંક અને ચકવન્ત બંનેમાં સરખે છે; કેઈન પણ પ્રાણ અને પુત્રો વિગેરે ને લઈ જતાં એને બીક લાગતી નથી. અહા ! જેને પુત્રો થોડા હોય છે તેના થોડા મૃત્યુ પામે છે અને જેને ઘણું હોય છે તેને ઘણા મૃત્યુ પામે છે, પણ તેથી જેમ થોડા અને ઘણા પ્રહારથી અનુક્રમે કુંથુને તથા હાથીને સરખી પીડા થાય છે તેમ બંનેને સરખી જ પીડા થાય છે. મારા એક પુત્રને નાશ થતાં હવે હું શેક કરીશ નહીં તેમ તમે પણ સર્વ પુત્રને નાશ થાય તે પણ શેક કરશે નહીં. હે રાજન ! ભુજપરાક્રમથી શોભતા એવા તમારા સાઠ હજાર પુત્રે કાગથી એક સાથે મૃત્યુ પામ્યા છે. ' એ વખતે કુમારની સાથે ગયેલા સામંત, અમાત્ય તથા સેનાપતિ વિગેરે અને જે કુમારની સાથે રહેનારા હજુરી હતા તે સર્વ ત્યાં નજીકમાં જ રહ્યા હતા. તેઓ ઉત્તરીય વસ્ત્રોથી મુખ ઢાંકતા, લજજાથી જાણે શરમાઈ ગયા હોય તેવા દેખાતા, દાવાનળથી દગ્ધ થયેલા
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy