SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ સગ ૫ મા કહેવાય છે.” આ પ્રમાણેની હકીકત સાંભળીને ‘ અહા ! આ પર્વત આપણા પૂર્વજોના છે,’ એમ જેઓને હ` ઉપજ્યા છે એવા કુમારા પરિવાર સહિત તેની ઉપર ચડવા અને તે સિંહનિષદ્યા ચૈત્યમાં પ્રવેશ કર્યાં. દૂરથી દન થતાં જ તેઓએ હષ વડે આદિ તીર્થંકરને પ્રણામ કર્યા. અજિતસ્વામીના બિંબને તથા બીજા તીથ ́કરાનાં બિબેને પણ તેઓએ સરખી શ્રદ્ધા નમસ્કાર કર્યા, કારણ કે તેઓ ગ શ્રાવક હતા. જાણે મ`ત્રથી આકષ ણુ કરીને મંગાવ્યુ` હોય તેમ તત્કાળ આવેલા શુદ્ધગધાદકથી કુમારાએ શ્રીઅતનાં બિખાને સ્નાન કરાવ્યું. તે વખતે કેટલાએક કળશેાને પાણીથી ભરી દેતા હતા. કેટલાએક આપતા હતા, કેટલાએક પ્રભુની ઉપર ઢાળતા હતા, કેટલાએક ખાલી થયેલા પાછા લેતા હતા, કોઈ સ્નાત્રવિધિ ભણતા હતા, કોઇ ચામર વીજતા હતા, કાઈ સુવર્ણના ધૂપિયા લેતા હતા, કાઇ ધૃપિયામાં ઉત્તમ ધૂપ નાંખતા હતા અને કોઇ શખાદિ વાજિત્રા ઊંચે સ્વરે વગાડતા હતા તે વખતે વેગવડે પડતા સ્નાનના ગધાદકથી અષ્ટાપદ પવ ત બમણા નિઝરણાવાળા થયા. પછી કામળ,કારા અને દેવદૃષ્ય વસ્ત્રોથી તેઓ દાસની જેમ ભગવંતનાં ખિએનું માન કરવા લાગ્યા. પછી સીર’શ્રી દાસીની જેમ સ્વેચ્છાએ ઘણી ભક્તિવાળા તેઓએ ગેાશીષ ચંદનના રસવડે પ્રભુને વિલેપન કર્યું. વિચિત્ર પુષ્પાની માળાથી તથા દિવ્ય વસ્ત્ર અને મનેાહર રત્નાલ'કારાથી તેમની અર્ચા કરી, ઇંદ્રની જેવા રૂપવ ત તેઓએ સ્વામીનાં ખિએની આગળ અખંડિત ચોખાથી પટ્ટ ઉપર અષ્ટમ'ગલિક આલેખ્યા. દિવ્ય કપૂરની દીવેટથી તેઓએ સૂખિ'બ જેવી દેદીપ્યમાન આરાત્રિક તૈયાર કરી, તેની પૂજા કરી અને પછી તે આરિત ઉતારી. પછી અજલિ જોડીને શક્રસ્તવવડે વંદના કરી ઋષભસ્વામી વિગેરેની આ પ્રમાણે તેઓ સ્તુતિ કરવા લાગ્યાઃ—— “ હે ભગવંત! આ અપાર અને ઘેાર એવા સ‘સારરૂપી સમુદ્રમાં વહાણુ સમાન અને મોક્ષના કારણભૂત એવા તમે અમને પવિત્ર કરો. સ્યાદ્વાદરૂપી મહેલની પ્રતિષ્ઠામાં સૂત્રધાર( સુતાર) પણાને નયપ્રમાણથી ધારણ કરતા એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ. ચેાજન સુધી પ્રસાર પામતી વાણીરૂપી નીકથી સ` જગતરૂપી બાગને તૃપ્ત કરનાર એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ. તમારા દર્શનથી સામાન્ય જીવિતવાળા અમારી જેવા જીવા પાંચમા આરાપ ત પણ વિતનું પરમફળ પ્રાપ્ત કરશે. ગ, જન્મ, દીક્ષા, જ્ઞાન અને મુક્તિરૂપ પાંચ-પાંચ કલ્યાણકાથી નારકીઓને પણ સુખ આપનાર એવા તમેને અમે નમસ્કાર કરીએ છીએ. મેઘ, વાયુ, ચંદ્ર અને સૂની જેમ સમષ્ટિ રાખનારા એવા તમે અમને કલ્યાણને અર્થે થાએ. આ અષ્ટાપદ પર્વત પર રહેલાં પક્ષીઓને પણ ધન્ય છે કે જેઓ પ્રતિદિવસ નિરંતરપણે તમને જુએ છે. તમારા દર્શન અને પૂજન ઘણીવાર કરવાથી અમારું જીવિત અને કૌભવ કૃતા થયેલ છે. ’’ એવી રીતે સ્તુતિ કરીને ફરીથી અ`તને નમસ્કાર કરી તે સગરપુત્રો હ` પામી પ્રસાદમાંથી બહાર નીકળ્યા. પછી ભરતચક્રીના ભ્રાતાઓનાં પવિત્ર પગલાંઓને તેમણે વદના કરી. કે પછી કાંઇક વિચારીને જન્ટુકુમારે પોતાના નાના ભાઇને કહ્યું -“હું ધારું છુ આ અષ્ટાપદના જેવુ બીજુ કોઈ ઉત્તમ સ્થાન નથી, માટે આપણે આ ચૈત્યના જેવુ' બીજી રીત્ય અહી કરાવીએ. અહે ! ભરતચક્રીએ જો કે આ ભરતક્ષેત્ર છેડયું છે, તેા પણ આ પત કે જે ભરતક્ષેત્રમાં સારભૂત છે તેની ઉપર રૌત્યના મિષથી કાયમ રહીને ભરતક્ષેત્રને જાણે અત્યારે પણ તેઓ ભાગવે છે. ” વળી ફરી વિચાર કરીને ખેલ્યા- “ હું બંધુઓ ! નવું રૌત્ય કરાવ્યા કરતાં ભવિષ્યમાં લાપ થવાના સંભવવાળા આ ચૈત્યનું આપણે રક્ષણ
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy