SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ પર્વ ૨ જું કેટલાએક દિવસે શૈતાઢથ મહાગિરિના દક્ષિણ નિતંબને પ્રાપ્ત થયા. વિદ્યાધરના નગરની જેવી ત્યાં છાવણી નાંખીને તેમણે શૈતાઢયકુમારને મનમાં ધારી અષ્ટમ તપ કર્યો. ચક્રવતી. નો અઠ્ઠમ તપ પૂરો થયે એટલે વૈતાઢવાદ્રિકુમારદેવનું આસન કંપાયમાન થયું. અવધિજ્ઞાનથી તેણે ભરતાદ્ધની અવધિ ઉપર આવેલા સગર ચક્રીને જાણ્યા. તેમની સમીપે આવીને દિવ્ય રત્ન, વીરાસન, ભદ્રાસન અને દેવદૂષ્ય વસ્ત્રો આકાશમાં રહીને આપ્યાં. વળી હર્ષ પામીને મહારાજાને સ્વસ્તિવાચકની પેઠે “ઘણું જ ! ઘણે આનંદ પામે ! અને ઘણો કાળ વિજય પામે ! ” એમ આશીર્વચન કર્યું. પિતાના પ્રિય બાંધવની જેમ તેને ગૌરવ તાથી બોલાવી ચક્રવર્તીએ વિદાય કર્યો અને અઠ્ઠમ તપનું પારણું કર્યું તેમજ પિતાના પ્રસાદરૂપી પ્રાસાદમાં સુવર્ણકલશ સમાન તેને અષ્ટાનિક ઉત્સવ કર્યો. પછી ચક્રને અનુસરી તમિસા ગુફાની પાસે જઈને તેની સમીપે સિંહની જેમ છાવણી કરી નિવાસ કર્યો. ત્યાં કૃતમાલ નામના દેવને મનમાં ધારીને અઠ્ઠમતપ કર્યું. મહાન પુરુષ પણ કરવા યોગ્ય કાર્યને છોડતા નથી. અઠ્ઠમ તપનું ફળ પરિણામ પામ્યું એટલે તેનું આસન કંપ્યું. તેવા પુરુષોને અભિયોગ થતાં પર્વત પણ કરે છે. કતમાલદેવ અવધિનાનથી ચક્રવત્તીને આવેલા જાણી સ્વામીની પાસે આવે તેમ આકાશમાં આવી ઊભે રહ્યા. તેણે સ્ત્રી-રત્નને યોગ્ય ચૌદ તિલક આપ્યા, સા વેષ, વસ્ત્રો, ગંધચૂર્ણ, માળા વિગેરે ભેટ કર્યા અને “હે દેવ ! આપ જય પામે” એમ કહી ચક્રવર્તીની સેવા સ્વીકારી. દેવતાઓને અને મનુષ્યોને ચકવતી સેવવા યોગ્ય છે. ચક્રવત્તીએ પ્રાસાદપૂર્વક બોલાવી તેને વિદાય કર્યો અને પરિવાર સહિત અઠ્ઠમભક્તને અંતે પારણું કર્યું. ત્યાં સગરરાજાએ આદરપૂર્વક કૃતમાલ દેવને અષ્ટફિનક ઉત્સવ કર્યો; કારણ કે એ કૃત્ય દેવતાઓને પ્રીતિદાયક છે.” અષ્ટફિનક ઉત્સવ પૂરો થયા પછી ચક્રવત્તીએ પશ્ચિમ દિશાને સિંધુનિકૂટને જીતવા જવાને માટે અદ્ધ સૈન્ય સાથે સેનાપતિરત્નને આજ્ઞા કરી. સેનાપતિએ અંજલિ જોડીને પુષ્પમાળાની જેમ એ આજ્ઞાને મસ્તક નમાવી સ્વીકારી. પછી સેનાપતિ ચતુરંગ સૈન્યથી પરિવારિત થઈ હસ્તિત્વ ઉપર ચડી સિંધુના પ્રવાહની સમીપે આવ્યા. પિતાના ઉગ્ર તેજથી જાણે ઈંદ્ર કે સૂર્ય હોય તેમ બળવાન એ તે સેનાપતિ પરાક્રમી તરીકે ભારતવર્ષમાં વિખ્યાત હતો. સર્વ ગ્લેચ્છ લોકોની ભાષા તે જાણતો હતો, સર્વ લિપિમાં પંડિત હતું અને જાણે સરસ્વતીને પુત્ર હોય તેમ વિચિત્ર સુંદર ભાષણ કરતો હતો. આ ભરતખંડમાં રહેલા, સર્વ નિષ્ફટ(દેશ)ના અને જળસ્થળ સંબંધી કિલ્લાઓના જવાઆવવાના માર્ગને તે જાણતો હતે. જાણે શરીરધારી ધનુર્વેદ હોય તેમ સર્વ આયુધમાં તે વિચક્ષણ હતું. તેણે સ્નાન કરી પ્રાયશ્ચિત અને કૌતુકમંગલ કર્યું, શુકલપક્ષમાં જેમ થોડાં નક્ષત્રો દેખાય તેમ છૂટા છૂટા મણિઓના આભૂષણો પહેર્યા, ઈદ્રધનુષ સહિત મેઘની જેમ ધીર એવા તેણે ધનુષ ધારણ કર્યું, પરવાળાના વિસ્તારવાળા સમુદ્રની જેમ ચર્મરત્ન ધારણ કર્યું અને પુંડરીક કમલથી સરોવરની જેમ ઊંચા કરેલા દંડરનથી તે શોભવા લાગે. ખભા ઉપર શ્રીખંડના (ચંદન) સ્થાસક (થાપા) કર્યા હોય તેમ બે બાજુ વીંઝાતા ચામરોથી તે શોભતો હતું અને ગરવવડે વરસાદની જેમ વાજિંત્રોના નાદવડે આકાશને ગર્જાવતો. હતે. એવી રીતે સજજ થએલા સેનાપતિએ સિંધુ નદીના પ્રવાહ પાસે આવી પિતાના હાથથી ચર્મરત્નને સ્પર્શ કર્યો, એટલે તે વૃદ્ધિ પામીને સિંધુમાં વહાણની આકૃતિવાળું થઈ ગયું. તેના વડે સેનાપતિ સેના સહિત સિંધુ નદી ઉતર્યો. લોઢાને ખીલેથી જેમ ઉન્મત્ત
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy