SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૪ થો અહીં સગરરાજાના શસ્ત્રમંદિરમાં સુદર્શન નામે ચક્રરત્ન ઉત્પન્ન થયું. તે ચક્રની ધારા સુવર્ણમય હતી, તેના આરા લેહિતાલ રત્નના હતા અને વિચિત્ર સુવર્ણ—માણિક્યની ઘાટિકાઓના જાળથી તે શોભતું હતું. તે ચક્ર નાંદીઘોષ સહિત હતું, નિર્મળ મુકતાફળથી સુંદર હતું, તેની નાભિ વજરત્નમય હતી, ઘુઘરીઓની શ્રેણીથી મનહર લાગતું હતું, સર્વ ઋતુનાં પુષ્પોની માળાથી અર્ચિત કરેલું હતું, ચંદનના વિલેપનવાળું હતું, એક હજાર યક્ષો એ અધિષ્ઠિત હતું અને આકાશમાં અદ્ધર રહ્યું હતું –જાણે સૂર્યનું મંડળ હોય તેમ જવાળાઓની પંક્તિથી વિકરાળ એવા તે ચક્રને પ્રગટ થયેલ જોઈને આયુધાગારના ઉપરી પુરુષે તેને નમસ્કાર કર્યો. પછી વિચિત્ર પુષ્પમાળાઓથી ચક્રને પૂછ હર્ષવંત થઈને તેણે સત્વર સગરરાજાને નિવેદન કર્યું. તે સાંભળી ગુરુના દર્શનની જેમ સગરસજાએ સિંહાસન, પાદપીઠ અને પાદુકા તત્કાળ છોડી દીધા. કેટલાએક પગલાં તેની સામાં ચાલી ચક્રને મનમાં ધારીને તેણે નમસ્કાર કર્યો. શસ્ત્રજીવીઓને પિતાનાં શસ્ત્રો દેવરૂપ છે. પછી સિંહાસન પર બેસીને ચક્રની ઉત્પત્તિ નિવેદન કરનારા તે પુરુષને પિતાના અંગમાં રહેલાં સર્વ આભૂષણો તેમણે પારિતોષિકમાં આપ્યાં. ત્યાર પછી પવિત્ર જળથી મંગળસ્નાન કરીને રાજાએ દિવ્ય વસ્ત્રાલંકાર ધારણ કર્યા અને ચક્રરત્ન પૂજવાને પોતે પગે ચાલતા ચાલ્યા; કારણ કે પગથી ચાલીને સામે જવું તે પૂજાથી પણ અધિક છે. કિંકરની જેમ દેડતા, અટકી જતા અને પડી જતા રાજાઓ સંભ્રમથી તેની પછવાડે ચાલ્યા. પૂજાવ્ય હાથમાં લઈ કેટલાક સેવકપુરુષે નહીં બોલાવ્યા છતાં પણ તેમની પાછળ ચાલ્યા; કારણ કે અધિકારીઓને પોતાના અધિકારને પ્રમાદ ભય ઉત્પન્ન કરે છે, દેવ સહિત વિમાનની જેમ ચળકતા દિવ્ય તેજવાળા તે ચક્ર સહિત શસ્ત્રાગારમાં સગરરાજા આવ્યા. રાજાએ ગગનરની જેવા તે ચક્રરત્નને જોતાં જ પાંચ અંગથી પૃથ્વીને સ્પર્શ કરી નમસ્કાર કર્યો. હાથમાં મહતર લઈને મહાવત જેમ શય્યામાંથી ઉઠેલા હાથીનું માર્જન કરે તેમ તેણે ચક્રનું માર્જન કર્યું. જળના કુંભ ભરીને લઈ આવતા પુરુષો પાસેથી જળ લઈને દેવપ્રતિમાની જેમ ચક્રને સ્નાન કરાવ્યું. તેના ઉપર તેને અંગીકાર કરવા માટે લગાડેલા પોતાના હસ્તની શોભાને અનુસરતા ચંદનનાં તિલક કર્યા. વિચિત્ર પુષ્પની માળાથી જયલક્ષમીના પુષ્પગ્રહ જેવી ચક્રરત્નની પૂજા કરી અને પછી ગંધ અને વાસણું, પ્રતિષ્ઠાને સમયે દેવપ્રતિમાની ઉપર આચાર્ય ક્ષેપન કરે તેમ છેક ઉપર ક્ષેપો કર્યા. દેવતાને ગ્ય મહામૂલ્યવાળાં વસ્ત્રલાથી રાજા. પિતાના શરીરની જેમ ચકરનને અલંકૃત કર્યું. આઠ દિશાઓની જયલોકમિલકJારા બૂટે. અવિચારમંડળ હોય તેવાં આઠ ગળો ચક્રની આગળ આઝાઝું શાસ્થેરિની વિધિસરીરિકી એકવાર હું રે ઢગલા) કોબીસી કઈ જાવિહિન છે. તેનાધૂમ્રથી રાજા જાણે કસૂરવું. વિપcકરતે હોય તેમ જણાવા લાગ્યો. પછી ચક્રને ત્રણ પ્રદક્ષિણા કરી જરા પાછા હઠી ચક્રીએ જયલક્ષ્મીને જન્મવાના સમુદ્રરૂપ ચક્રને ફરીથી નમસ્કાર કર્યો, અને નવી ૧. સર્વ ૨. મેરપીંછાદિની પીંછી. PIR
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy