SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ સર્ગ ૩ જે પછી સગરરાજાએ રચાવેલા સિંહાસન પર બેસી સિંહસેન નામના મુખ્ય ગણધર દેશના આપવા લાગ્યા. ભગવાનના સ્થાનમાહાસ્ય થકી તે ગણધરે જેમણે પૂછળ્યા તેમને તેના અસંખ્ય ભ કહી આપ્યા. પ્રભુની સભામાં સંદેહને નાશ કરનારા ગણધરને કેવળી સિવાય બીજા કોઈએ “ આ છદ્મસ્થ છે” એમ જાણ્યું નહીં. ગુરુના (પ્રભુના) શ્રમને નાશ, બન્નેની સમ પ્રતીતિ અને ગુરુ-શિષ્યનો સચવાતો ક્રમ એટલા ગણધરની દેશનાના ગુણ છે. બીજી પૌરુષી પૂર્ણ થઈ એટલે મુખ્ય ગણધર, પથિક જેમ ચાલવાથી વિરામ પામે તેમ દેશના દેવાથી વિરામ પામ્યા. દેશના વિરામ પામ્યા પછી સર્વ દેવતાઓ પરમેશ્વરને પ્રણામ કરીને પિતાપિતાના સ્થાને જવા ચાલ્યા. માર્ગમાં તેઓ એ નંદીવરદ્વીપે જઈને અંજનાચળાદિકની ઉપર શાશ્વત અહ‘તની પ્રતિમાઓને અઈમહોત્સવ કર્યો. પછી “આવી યાત્રા અમારે વારંવાર થાઓ” એમ બોલતા તેઓ પિતપતાને સ્થાનકે જેમ આવ્યા હતા તેમ ગયા. સગર ચક્રવત્તી પણ ભગવંતને નમસ્કાર કરી લક્ષ્મીના સંકેતસ્થાનરૂપ પિતાના સાકેતનગરમાં ગયા. શ્રી અજિતનાથના તીર્થનો અધિષ્ઠાયક મહાયક્ષ નામે ચતુર્મુખ યક્ષ થયે. તેને વર્ણ શ્યામ, વાહન હાથીનું, જમણી બાજુના ચાર હાથમાં વરદ, મુદ્દગર, અક્ષસૂત્ર અને પાસ, તથા ડાબી બાજુના ચાર હાથમાં બીજોરું, અભય, અંકુશ અને શક્તિ હતાં. તે સુશોભિત યક્ષ અજિતનાથ સ્વામીનો પરિપાર્શ્વક થયે. પ્રભુની શાસનદેવી અજિતબલા નામે દેવી થઈ. તેને સુવર્ણના જે વર્ણ છે, વરદના ચિહ્નવાળા તથા પાસવાળા બે દક્ષિણુબાહુ છે અને બીજો તથા અંકુશને ધરનારા બે વામબાહ છે; લોહાસનાધિરૂઢ છે. - ચેત્રીશ અતિશય વડે શભિત એવા ભગવાન સિંહસેનાદિ ગણધરેથી પરિવૃત્ત થઈને પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. દરેક ગ્રામ, શહેર અને આકર વિગેરેમાં વિહાર કરતાં અને ભવ્ય પ્રાણીઓને બંધ કરતાં એ કૃપાસાગર પ્રભુ એકદા કૌશાંબી નગરી સમીપે આવ્યા. તે કૌશાંબીની ઈશાન દિશામાં એક યોજનમાત્ર ક્ષેત્રમાં દેવતાઓએ પૂર્વની જેમ પ્રભુને માટે સમવસરણ રચ્યું. તેમાં અશોકવૃક્ષની નીચે સિંહાસન પર બેઠેલા જગત્પતિએ સુર, અસુર અને મનુષ્યોની પષદામાં દેશના દેવા માંડી. તેવામાં કઈ બ્રાહ્મણનું જોડું ત્રણ જગતના ગુરુને પ્રદક્ષિણા દઈ, નમસ્કાર કરીને યથાયોગ્ય સ્થાનકે બેડું. દેશનાને અંતે તે જેડામાંથી બ્રાહ્મણે અંજલી જેડી પ્રભુને પૂછયું- હે ભગવન્! આ આવી રીતે કેમ છે ?? પ્રભુએ કહ્યું—“ એ સમકિતનો મહિમા છે. તે સર્વ અનર્થના નિષેધનું અને સર્વ અર્થની સિદ્ધિનું એક પ્રબળ કારણ છે. વૃષ્ટિથી જેમ દવાગ્નિ શાંત થાય તેમ સમક્તિ ગુણવડે સર્વ પ્રકારના વૈર શાંત થાય છે, ગરૂડથી સર્પની જેમ સર્વ વ્યાધિઓ નાશ પામે છે, સૂર્યથી બરફની જેમ દુષ્કર્મો લય પામે છે, ચિંતામણિની જેમ ક્ષણવારમાં મનઈચ્છિત કાર્ય સિદ્ધ થાય છે, શ્રેષ્ઠ હાથી જેમ પિતાના વારી જાતિના બંધનથી બંધાય તેમ દેવતાનું આયુષ્ય બંધાય છે અને મહાપરાક્રમી મંત્રની જેમ તેનાથી દેવતાઓ આવીને સાનિધ્ય કરે છે. પૂર્વોક્ત એ સર્વ ને સમકિતનું અ૫ ફળ છે, તેનું મહાફળ તે સિદ્ધિપદ અને તીર્થંકરપણું પ્રાપ્ત થાય તે છે.” એ પ્રમાણે સાંભળીને હર્ષ પામેલો તે વિપ્ર અંજલિ જોડી પ્રણામ કરીને બે-“હે ભગવાન ! એ એમ જ છે. સર્વજ્ઞની ગિરા અન્યથા હાય નહીં.” એમ કહીને તે બ્રાહ્મણ મૌન રહ્યો, એટલે મુખ્ય ગણધર પોતે જ્ઞાનવડે જાણતા હતા તે પણ સર્વ પર્ષદાને જ્ઞાન થવાને માટે તેમણે જગદ્ગુરુને આ પ્રમાણે પૂછયું – હે ભગવન્ ! આ બ્રાહ્મણે શું પૂછયું ? અને આપે શું કહ્યું? આ સંકેતવાર્તા રે વાર્તાલાપ અમને સ્કુટ રીતે જણાવે.”
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy