SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ સર્ગ ૩ જે શ્લેચ્છોમાં શાક, યવન, શબર, બર્બર, કાયા, મુરૂડું, ઉડ, ગેડ, પકણક, અરપાક, હૂણ, રમક, પારસી, ખસ, ખાસિક, ડોંબલિક, લકુસ, ભિલ, અંધ, બુક્કસ, પુલિંદ, ક્રૌંચક, ભ્રમરરૂત, કુંચ, ચીન, વંચક, માલવ, દ્રવિડ, કુલક્ષ, કિરાત, કૈકય, હસમુખા, હાથીમુખા, અશ્વમુખા, અજમુખી, અશ્વકર્ણ, ગજકર્ણ અને બીજા પણ અનાર્યો કે જેઓ ધર્મ એવા અક્ષરોને પણ જાણતા નથી તેમજ ધર્મ તથા અધર્મને પૃથફ સમજતા નથી તેઓ સ્વેચ્છા કહેવાય છે. ” 1. “ બીજા અંતરદ્વીપમાં મનુષ્યો છે. તેઓ પણ યુગલિઆ હોવાથી ધર્મ-અધર્મને જાણતા નથી. એ અંતરદ્વિપ છપ્પન છે; તેમાં અઠ્યાવીશ દ્વિપો ક્ષુદ્રહિમાલય પર્વતની પૂર્વ અને પશ્ચિમ બાજુને છેડે ઇશાનખૂણ વિગેરે ચાર વિદિશામાં લવણસમુદ્રમાં નીકળેલી દાઢાએની ઉપર રહેલા છે. તેમાં ઈશાનખૂણમાં જંબુદ્વીપની જગતીથી ત્રણ સે જન લવણસમદ્રમાં જઈએ ત્યાં તેટલે જ લાંબો અને પહોળે એ પ્રથમ એકેક નામે અંતરદ્વીપ છે. એ દ્વીપમાં તે દ્વીપના નામથી ઓળખાતા સર્વ અંગ-ઉપાંગમાં સુંદર એવા મનુષ્ય રહે છે. ફક્ત એકરૂક દ્વીપમાં જ નહીં પણ બીજા બધા અંતરદ્વીપમાં તે દ્વીપના નામથી ઓળખાતા મનુષ્યો જ રહે છે એમ જાણવું. અગ્નિખૂણ વિગેરે બાકીની ત્રણ વિદિશાઓમાં તેટલા જ દૂર, તેટલા જ લાંબા અને પહેલા આભાષિક, લાંગુલિક અને વૈષાણિક એ નામના અનુક્રમે દ્વીપો રહેલા છે. ત્યારપછી ચાર સે જન લવણસમુદ્રમાં જઈએ ત્યારે જગતીથી અને પ્રથમના દ્વીપથી ૪૦૦ એજન દૂર તેટલી જ લંબાઈ અને વિષ્ક ભવાળા ઇશાન વિગેરે વિદિશાએમાં હયકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ અને શમ્ફળિકર્ણ એ નામના અનુક્રમે અંતરદ્વીપ છે. તે પછી ત્યાંથી અને જગતીથી પાંચસે લેજન દૂર તેટલી જ લંબાઈ અને વિભવાળા ચાર અંતરીપે ઈશાન વિગેરે વિદિશાઓમાં આદર્શમુખ, મેષમુખ, હયમુખ અને ગજમુખ નામના અનુક્રમે આવેલા છે. પછી છસે યેજન દૂર તેટલી જ લંબાઈ અને વિસ્તારવાળા અશ્વમુખ, હસ્તિસુખ, સિંહમખ અને વ્યાધ્રમુખ નામના અંતરદ્વીપ આવેલા છે. પછી સાત સે જન દ્વર તેટલી જ લંબાઈ અને વિસ્તારવાળા અશ્વકર્ણ, સિંહકર્ણ, હસ્તિકર્ણ અને કર્ણ પ્રાવ૨ણ નામે અંતરદ્વીપે આવેલા છે. તે પછી આઠ સે યેજન દૂર તેટલી જ લંબાઈ અને તેટલા જ વિષ્ક ભવાળા ઉકા મુખ, વિજિક્વ, મેષમુખ અને વિદ્યુદંત એ નામના ચાર દીપે ઈશાન વિગેરે દિશાઓમાં અનુક્રમે રહેલા છે. તે પછી ત્યાંથી લવણોદધિમાં નવ સે જિન જતાં જગતીથી નવ સે યેજન દૂર તેટલા જ વિષ્ક અને લંબાઈથી શુભતા ગૂઢદંત, ઘનદંત, એકદંત અને શુદ્ધાંત નામે ચાર અંતરદ્વીપ ઈશાન વિગેરે દિશાના ક્રમથી રહેલા છે. એ જ પ્રમાણે શિખરી પર્વત ઉપર પણ અઠયાવીશ દ્વીપ છે એવી રીતે સર્વ મળીને છપ્પન અંતરદ્વીપ છે.” માનુષેત્તર પર્વતની પછી બીજું પુષ્કરાદ્ધ છે. તે પુષ્કરાદ્ધની ફરતો તે આખા દ્વીપથી બમણે પુષ્કરોઢક સમુદ્ર આવેલ છે. તે પછી વારુણીવર નામે દ્વીપ અને સમુદ્ર આવેલા છે. તે પછી ક્ષીરવાર નામે દ્વીપ ને સમુદ્ર છે, તે પછી વૃતવર નામે- દ્વીપને સમુદ્ર છે, તે પછી ઈકુંવર નામે દ્વીપ ને સમુદ્ર છે, તે પછી આઠમ નંદીશ્વર નામે સ્વર્ગના જેવો દ્વીપ આવેલો છે. વલયવિષ્કલમાં એક સે ને ત્રેસઠ કરેડ તથા ચોરાશી લાખ વ્યંજન છે. એ દ્વીપ વિવિધ જાતિના ઉદ્યાનવાળે અને દેવતાઓને ઉપભોગની ભૂમિરૂપ છે તેમજ પ્રભુની પૂજામાં આસક્ત થયેલા દેવતાઓના આવાગમનથી સુંદર છે. એના મધ્યપ્રેદેશમાં પૂર્વાદિ દિશાઓમાં અનુક્રમે અંજન સરખા વર્ણવાળા ચાર અંજની પર્વતે રહેલા છે. તે
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy