SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૩ રોકનારા સાઠ હજાર દે છે. તે લવણસમુદ્રમાં ગેસૂપ, ઉદકાભાસ, શંખ અને ઉદકસીમ એ નામના અનુક્રમે સુવર્ણ, અંકરત્ન, રોપ્ય અને સ્ફટિકના ચાર વેલંધર પર્વતે છે. ગેસૂપ, શિવક, શંખ અને મને હદ નામના ચાર દેવતાઓને તેમાં આશ્રય છે. તે બેંતાળીશ હજાર જન સમુદ્રમાં જઈએ ત્યારે ચારે દિશાએ ચા૨ આવેલા છે, તથા ચાર વિદિશાઓમાં કર્કોટક, કાર્દમક, કૈલાક અને અરુણપ્રભ નામે ચાર સર્વ રત્નમય એવા સુંદર અનુલંધર પર્વતે છે. તે પર્વતે ઉપર કર્કોટક, વિજિજહ, કૈલાસ અને અરુણપ્રભ નામે તેના સ્વામી દેવે નિરંતર વસે છે. તે સર્વ પર્વતે એક હજાર સાત સે ને એકવીશ જન ઊંચા છે, એક હજાર ને બાવીશ જન મૂળમાં પહોળા છે અને ચાર સો ને વીશ જન શિખર ઉપર પહોળા છે. તે સર્વ પર્વ ની ઉપર તેના સ્વામી દેવતાઓના શભનિક પ્રાસાદે છે. વળી બાર હજાર જન સમુદ્ર તરફ જઈએ ત્યારે પૂર્વ દિશા સંબંધી બે વિદિશામાં બે ચંદ્રદ્વીપ છે, તે વિસ્તારમાં અને પહોળાઈમાં પૂર્વ પ્રમાણે છે; અને તેટલા જ પ્રમાણુવાળા બે સૂર્યદ્વીપ પશ્ચિમ દિશા સંબંધી બે વિદિશામાં છે અને સુસ્થિત દેવતાના આશ્રયભૂત ગૌતમદ્વીપ તે બેની વચમાં છે. ઉપરાંત લવણસમુદ્ર સંબંધી શિખાની આ બાજુ અને બહારની બાજુ ચાલનારા ચંદ્રો અને સૂર્યોને આશ્રયરૂપ દ્વિીપ છે, તથા તેની ઉપર તેમના પ્રાસાદે રહેલા છે. તે લવણસમુદ્ર લવણરસવાળે છે.” - “ લવણસમદ્રની ફરતો તેનાથી બમણે પહોળે ધાતકીખંડ નામે બીજો દ્વીપ છે. જબૂદ્વીપમાં મેરુપર્વત, ક્ષેત્રે અને વર્ષધર પર્વતે જેટલા કહેલા છે તેથી બમણા તે જ નામના ધાતકીખંડમાં છે. વધારામાં ઉત્તર અને દક્ષિણમાં ધાતકીખંડની પહોળાઈ પ્રમાણે બે ઈષકાર ર્પવતે આવેલા છે. તેના વડે વિભાગ પામેલા પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધમાં જબૂદ્વીપની જેટલી સંખ્યાવાળાં ક્ષેત્રે અને પર્વત છે. તે ધાતકીખંડમાં ચક્રના આરા જેવા આકારવાળા અને એક સરખા પહોળા તથા કાળદધિ અને લવણસમુદ્રને સ્પર્શી ને રહેલા વર્ષધર પર્વતે તથા ઇષકાર પર્વત છે અને આરાના આંતરાની જેવાં ક્ષેત્ર છે. ધાતકીખંડ દ્વિીપની ફરતે કાળોદધિ નામે સમુદ્ર આવેલ છે, તે આઠ લાખ યજનના વિસ્તારવાળે છે. તેની ફરતો પુષ્કરવરશ્રીપાદ્ધ તેટલા જ પ્રમાણવાળે છે. ધાતકીખંડમાં ઈષકાર પર્વત સહિત મેર વિગેરેની સંખ્યા સંબંધી જે નિયમ કહે : નિયમ પુષ્કરાદ્ધમાં પણ છે અને પુષ્કરાદ્ધમાં ક્ષેત્રાદિકના પ્રમાણને નિયમ ધાતકીખંડના ક્ષેત્રાદિકના વિભાગથી બમણો છે. ઘાતકીખંડ અને પુષ્કરાદ્ધમાં મળીને ચાર નાના મેરુપર્વતે છે. તે જંબુદ્વીપના મેરુથી પંદર હજાર યોજન ઓછા ઊંચા અને છ જન ઓછા વિસ્તારવાળા છે. તેને પ્રથમ કાંડ મહામેરુ જેટલું જ છે, બીજો કાંડ સાત હજાર જન ઓછો અને ત્રીજો કાંડ આઠ હજાર યોજન ઓછો છે; તેમાં ભદ્રશાળ અને નંદનવન મુખ્ય મેરુની પ્રમાણે જ છે. નંદનવનથી સાડી પંચાવન હજાર જન જઈએ ત્યારે પાંચ સે જન વિશાળ એવું સૌમનસ નામે વન છે. એના ઉપર અઠયાવીશ હજાર જન જતાં પાંડુક વન છે, તે મધ્યની ચૂલિકા ફરતું ચાર સો ને ચેરણું જન વિસ્તારમાં છે. તે નામને ઉપર અને નીચે મહામેરૂના જેટલો જ વિષ્ઠભ છે અને તેટલી જ અવગાહના છે તથા મુખ્ય મેરુના જેટલા પ્રમાણવાળી મધ્યમાં ચૂલિકા છે.” ૧ આ દરેક પર્વતે જંબુદ્વીપના વર્ષધર પ્રમાણે જ ઊંચા છે. ઈષકાર પ૦૦ યોજન ઊંચા છે. પહોળાઈમાં વધારો જબૂદ્વીપના વર્ષધરથી બમણું છે. ઈષુકા ૧૦૦૦ જન પહોળા છે. ૨ આ ચાર મેરુ જમીનથી ૮૪૦૦૦ યોજન ઊંચા છે અને જમીન પર ૯૪૦૦ જન વિસ્તારમાં છે.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy