SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ સ૩ જે ચાલતાં નથી તે જે મનુષ્ય થઈને તમારાથી વિમુખ વૃત્તિવાળા થાય છે અને જગતમાં મોટા થઈને ફરે છે તે પુરુષોની તે શી ગતિ થવાની ? તમારા પાસે એકેદ્રિય એ પવન પણ પ્રતિકૂળતાને છોડી દે છે તે પંચેંદ્રિય તે દોશીલ્ય ક્યાંથી જ થાય ? તમારા માતા સ્યથી ચમત્કાર પામેલાં વૃક્ષો પણ મસ્તક નમાવીને તમને નમે છે, તેથી તેઓના મસ્તક કૃતાર્થ છે; પણ જેમનાં મસ્તક તમને નમતા નથી એવા મિથ્યાષ્ટિઓનાં મસ્તક કૃતાર્થ નથી-વ્યર્થ છે. જઘન્યપણે પણ કોટી ગમે સુરાસુરે તમારી સેવા કરે, કારણ કે મૂર્ખ આળસુ પુરુષે પણ ભાગ્યના વેગથી લભ્ય થયેલા અર્થમાં ઉદાસપણે રહેતા નથી.” એવી રીતે ભગવંતની સ્તુતિ કરીને વિનયવડે જરા પાછા હઠી, સગરચક્રી ઈદ્રની પછવાડે બેઠા અને નરનારીઓને સમૂહ તેની પાછળ બેઠે. એવી રીતે સમવસરણના છેલલા ઊંચા ગઢની અંદર ભક્તિવડે જાણે ધ્યાનમાં સ્થિર રહેલું હોય તેમ ચતુર્વિધ સંઘ આવીને બેઠો. બીજા ગઢની મધ્યે સર્પ અને નેળીયા વગેરે તિર્યંચે જાતિવૈરને પણ છોડી પરસ્પર મિત્રાની પેઠે વર્તતા બેઠા. ત્રીજા ગઢમાં પ્રભુની સેવાને માટે આવેલા સુરાસુર અને મનુષ્યનાં વાહને રહેલાં હતાં. એ પ્રમાણે સર્વના બેઠા પછી એક એજન સુધી પ્રસરતી અને સર્વ ભાષાઓમાં સમજાતી મધુરગિરાથી ભગવાન્ અજિતસ્વામીએ ધર્મદેશના દેવાને આરંભ કર્યો-- અહિ ! મુગ્ધબુદ્ધિવાળા પ્રાણીઓ વૈદુર્યમણિની બુદ્ધિથી કાચને ગ્રહણ કરે તેમ આ અસાર સંસારને સરવાળે જાણે છે. દરેક ક્ષણે બંધાતા વિવિધ પ્રકારનાં કર્મોથી પ્રાણીઓને એ આ સંસાર દેહદથી વૃક્ષની જેમ વૃદ્ધિ પામે છે, કર્મના અભાવથી સંસારને અભાવ થાય છે, તેથી વિદ્વાનોએ કમનો નાશ કરવાને માટે સદા પ્રયત્ન કરે. કર્મને નાશ શુભ ધ્યાનથી થાય છે. તે ધ્યાન આજ્ઞા, અપાય. વિપાક અને સંસ્થાનના ચિંતવનથી ચાર પ્રકારનું છે. તેમાં જે આપ્ત પુરુષોનું વચન તે આજ્ઞા કહેવાય છે, તે બે પ્રકારની છે: તેમાં પહેલી આગમઆજ્ઞા. અને બીજા હેતુવાદઆજ્ઞા જે શબ્દથી જ પદાર્થોને પ્રતિપાદન કરે છે તે આગમ કહેવાય છે અને બીજાં પ્રમાણોના સંવાદથી પદાર્થોને પ્રતિપાદન કરે છે તે હેતુવાદ કહેવાય છે. આ બન્નેનું તુલ્ય પ્રમાણે મેળવીને જે દેષ રહિત કારણથી આરબ્ધ થાય તે લક્ષણથી પ્રમાણ કહેવાય છે. રાગ, દ્વેષ અને મેહ એ દોષ કહેવાય છે. તે દેશ અ ને ઉત્પન્ન થતા નથી, માટે દેષ રહિત કારણથી ઉત્પન્ન થયેલું એવું એ અહં તેનું વચન પ્રમાણે છે. તે (વચન) નય અને પ્રમાણથી સિદ્ધ, પૂર્વાપર વિરોધ વિનાનું, બીજા બલિષ્ટ શાસનથી પણ અપ્રતિક્ષિપ્ત, અંગ-ઉપાંગ-પ્રકીર્ણ વિગેરે બહ શાસ્ત્રરૂપી નદીઓના સમુદ્રરૂપ, અનેક અતિશયેની સામ્રાજ્યલક્ષમીથી શોભિત, દુર્ભવ્ય પુરુષને દુર્લભ, ભવ્ય પુરુષોને સુલભ, ગણિપિટકપણે રહેવું તેમજ મનુષ્ય અને દેવતાઓએ નિત્ય સ્તુતિ કરવા ગ્ય છે. એવાં આગમવચનથી આજ્ઞાનું આલબન કરી સ્યાદવાદન્યાયના ગથી દ્રવ્યપર્યાયરૂપે નિત્યાનિત્ય વસ્તુઓમાં, તેમજ સ્વરૂપ અને પરરૂપથી સતુઅસતપણે રહેલા પદાર્થોમાં જે સ્થિર પ્રતીતિ કરવી તે આજ્ઞાવિચય ચાન કહેવાય છે.” “જેઓએ જિનમાર્ગનો સ્પર્શ કર્યો નથી, જેઓએ પરમાત્માને જાણ્યા નથી અને જેઓએ પિતાના આગામી કાળને વિચાર કર્યો નથી તેવા પુરુષોને ડજાર અપાય (વિધો) થાય છે. માયા મેહરૂપી અંધકારથી જેનું ચિત્ત પરવશ થયેલું છે. એ પ્રાણી શું શું પાપ કરતો નથી? અને તેથી તે કયા અપાય (કર્ણ)ને પામતે નથી? એ પ્રાણી વિચાર * આ સ્તુતિમાં દેવકૃત ૧૯ અતિશયોનું વર્ણન છે.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy