SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ સર્ગ ૩ જો જોઈએ, આ મંત્રીઓને અનુગ્રહ કરવો જોઈએ, આ બંધુઓને ઉદ્ધારવા જોઈએ, “આ સ્ત્રીઓને રંજિત કરવી જોઈએ અને આ પુત્રને લલિત કરવા જોઈએ-એવાં એવી પરકાર્યોમાં પ્રતિક્ષણે આકુળ થયેલા પ્રાણી પિતાના સમગ્ર માનુષજન્મને નિષ્ફળ “ગુમાવે છે. એ સઘળાઓના કાર્યમાં વ્યગ્ર થયેલું પ્રાણી, યુક્ત અયુક્ત નહીં વિચારતે “મૂઢપણે પશુની જેમ નાના પ્રકારના પાપ આચરે છે. આ મુગ્ધબુદ્ધિવાળો પુરુષ “જેઓને માટે પાપ કરે છે તેઓ, મૃત્યુ માર્ગે ચાલતા એવા તે પુરુષની પાછળ જરા “પણ જતા નથી, અહીં જ રહે છે. કદાપિ તેઓ અહિ રહે તે ભલે, પણ અહો ! “ આ શરીર પણ દેહીની પાછળ એક પગલું પણ ભરતું નથી ! ત્યારે અહો ! આ કૃતધ્ર શરીરને માટે મુગ્ધ પ્રાણીઓ ફેગટ જ પાપકર્મ કરે છે! આ સંસારમાં પ્રાણી “એકલે જ ઉત્પન્ન થાય છે, એકલે જ મૃત્યુ પામે છે અને ભવાંતરમાં મેળવેલાં કર્મોને “એકલે જ અનુભવે છે. તેણે પાપ કરીને જ ઉપાર્જન કરેલું દ્રવ્ય તેના સગાંવહાલાંઓ “એકઠાં થઈને ભેગવે છે અને તે પિતે એકલે નરકમાં પડયે પડયે તેથી બાંધેલાં “પાપકર્મવડે દુઃખ ભોગવે છે. દુઃખરૂપી દાવાનળથી ભયંકર એવા સંસારરૂપી મહાવનમાં કમને વશ થયેલ જંતુ એકલે જ ભમે છે. સંસાર સંબંધી દુ:ખ અને મોક્ષથી પ્રાપ્ત થતું સુખ પ્રાણી એકલે જ ભગવે છે, તેમાં તેને કઈ સહાયકારી નથી. જેમ હૃદય, બહાથ, ચરણ વિગેરેને નહીં હલાવનાર માણસ સમુદ્ર તરી શકતો નથી, પણ તે સવને “ઉપયોગમાં લઈ તરવા માંડે તો તત્કાળ પાર પામી જાય છે, તેમ ધન અને દેહાદિકના “પરિગ્રહથી પરામુખ થઈ તેનો સદુપયોગ કરી આત્મસ્વરૂપમાં સ્થિત થયેલ પ્રાણી “જલદી સંસારસમુદ્રને પાર પામે છે.” સંસારથી જેમનું ચિત્ત નિર્વેદ પામેલું છે એવા અજિતસ્વામીને આવી ચિંતામાં તપર જાણી, સારસ્વતાદિક કાંતિક દેવતાઓ ત્યાં આવી આ પ્રમાણે કહેવા લાગ્યા“હે ભગવન! આપ સ્વયં બુદ્ધ છો, તેથી અમે કાંઈ આપને બોધ આપવા લાયક નથી; તથાપિ એટલું યાદ આપીએ છીએ કે આપ ધર્મતીર્થ પ્રવર્તાવે.” આવી રીતે કહી, પ્રભુના ચરણ પ્રત્યે નમન કરી પક્ષીઓ સાયંકાળે જેમ પિતાના માળા તરફ જાય તેમ તેઓ પિતાના બ્રહ્મા દેવલોકમાં ગયા. પિતાની ચિંતાને અનુકૂળ એવા તે દેવતાઓના વચનથી, પવનથી પ્રેરાયેલા મેઘની જેમ પ્રભુને ભવવૈરાગ્ય વૃદ્ધિ પામે. તત્કાળ સગરકુમારને બોલાવી જગદગુરુએ કહ્યું કે “સંસારસમુદ્રને તરવાની ઈચ્છાવાળા એવા અમારા આ રાજ્યભારને તમે ગ્રહણ કરે.” પ્રભુના એવા આદેશથી ખેદવડે શ્યામ મુખવાળા થયેલા સગરકુમારે એક એક બિલ્થી વર્ષતા મેઘની જેમ અશ્રુ પાડતાં પાડતાં કહ્યું-“હે દેવ ! આપની એવી મેં શું અભક્તિ કરી છે કે જેથી આપ મને જુદે પાડવાની આવી આજ્ઞા કરે છે? કદાપિ અભક્તિ કરી હોય તે પણ તે આપની અપ્રસન્નતાને માટે થવી ન જોઈએ, કારણ કે પૂજ્ય પુરુષો અભક્ત શિશુને પણ શિક્ષા આપે છે, તેને છેડી દેતા નથી. વળી હે પ્રભુ ! આકાશ સુધી ઊંચા પણ છોયા વિનાના વૃક્ષની જેમ, આકાશમાં ઉત્પન્ન થયેલા પણ નહિ વરસતા મેઘની જેમ, નિઝરણાં વિનાના મોટા પર્વતની અ. ના રા રૂપવાળા પણ લાવણ્ય વિનાના શરીરની જેમ અને વિકસ્વર થયેલા પણ સુગંધ વિનાના પુષ્પની જેમ તમારા વિના મારે આ રાજ્ય શા કામનું છે ? હે પ્રભુ! તમે નિર્મમ છો, નિસ્પૃહ છે, મુમુક્ષુ છે, તે પણ હું તમારા ચરણની સેવા છોડીશ નહાં, રાજ્યગ્રહણની તે શી વાત ! રાજય, પુત્ર, કલત્ર, મિત્ર અને સર્વ પરિવાર તૃણની જેમ
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy