SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩૪ સગ ૨ જે પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિનર, કિં પુરુષ, મહેરગ અને ગંધર્વોના અધિપતિ કાળ, સ્વરૂપ, પૂર્ણભદ્ર, ભીમ, કિંનર, સત્યપુરુષ, અતિકાય અને ગીતરતિ એ નામના, દક્ષિણશ્રેણીમાં રહેલા અને ઉત્તરશ્રેણીમાં રહેલા મહાકાળ, પ્રતિરૂપ, માણિભદ્ર, મહાભીમ, લિંપુરૂષ, મહાપુરુષ, મહાકાય અને ગીતયશા-- એવા બંને શ્રેણીઓના પતિઓએ આસનકંપથી ભગવાનના જન્મને જાણી પિતાપિતાના સેનાપતિઓ પાસે પોતાની મંજુસ્વરા અને મંજુષા ઘટાને અનુક્રમે વગડાવી. ઘંટનાદ શાંત થયે એટલે સેનાપતિએ આષણા કરી; તેથી પિશાચ વિગેરે નિકાયના વ્યંતરે પિતાપિતાના ઇન્દ્રો પાસે આવ્યા. તે ઇદ્રો ત્રાયશ્ચિંશ અને લોકપાળ વિનાના દેવતાઓથી વીંટાયેલા હતા, કારણ કે તેમને સૂર્યચંદ્રની જેમ ત્રાયઅિંશ તથા કપાળ નથી. તે દરેક ઇંદ્ર પિતાના ચાર હજાર સામાનિક દેવતાઓ અને સેળ હજાર અત્મિરક્ષક દેવતાઓ સાથે આભિયોગિક દેવતાએ રચેલા વિમાનમાં બેસી મેરુ ઉપર પ્રભુની પાસે આવ્યા. તેવી જ રીતે દક્ષિણશ્રેણી અને ઉત્તરશ્રેણીમાં રહેલા અણુપનિકાદિક વાણુવ્યંતરની આઠ નિકાયના સાળ ઇદ્રો પણ પિશાચાદિ દેવેંદ્રની જેમ આસનકંપથી ભગવાનના જન્મને જાણી મંજુસ્વરા અને મંજુષા નામની ઘંટાને પિતપોતાના સેનાપતિઓ પાસે વગડાવી અને ઘોષણા કરાવી, પિતપોતાના વ્યંતરે સહિત અભિગિક દેવતાઓએ વિકૃત કરેલા વિમાનમાં બેસી પૂર્વવત્ પરિવાર સાથે ભગવંત પાસે આવ્યા. અસંખ્યાતા ચંદ્ર અને સૂર્ય પોતપોતાના પરિવારને ગ્રહણ કરી, પુત્રા જેમ પિતા પાસે આવે તેમ જિનેશ્વર પાસે આવ્યા. સ્વતંત્ર એવા તે સર્વ ઇદ્રા આવી રીતે પરતંત્રની જેમ સ્વામીને જન્મોત્સવ કરવાની ઈચ્છાએ ભક્તિથી ત્યાં આવ્યા. - હવે અગિયારમા અને બારમા દેવલોકના અગ્રુત નામના ઇકે સ્નાત્ર કરવાના ઉપકરણને માટે આભિગિક દેવતાઓને આજ્ઞા કરી. તેઓએ ઇશાનદિશામાં જઈ ઊંચે પ્રકારે સમુદ્દઘાત કરી, સોનાના, રૂપાના, રત્નના, સુવર્ણના અને રૂપાના, સુવર્ણના અને રત્નના, રૂપાના અને રત્નના, સાનું રૂપું અને રત્નના તથા માટીના-પ્રત્યેક જાતના એક હજાર ને આઠ આઠ કળશે બનાવ્યા. તે સાથે એટલી જ ઝારીઓ દર્પણ, પાત્રો, પાત્રી, ડાબડા, રત્નના કરંડીયા અને પુષ્પોની ચંગેરીઓ, એ સઘળું કાળક્ષેપ કર્યા સિવાય જાણે કે શાગારથી લઈ આવ્યા હોય તેમ વિકૃતિથી બનાવ્યા. અપ્રમાદી એવા એ દેવતાઓ કળશેને લઈ, જળહારિણી જેમ સરોવરે જાય તેમ ક્ષીરસાગરે ગયા. ત્યાંથી જાણે મંગળશબ્દ કરતા હોય તેવા બુબુદ્દે શબ્દ કરનારા તે કુંભથી મેઘની જેમ તેમણે ક્ષીરેદક ગ્રહણ કર્યું, તથા પુંડરીક, પદ્મ, કુમુદ, ઉત્પલ, સહસ્ત્રપત્ર અને શતપત્ર જાતનાં કમળો પણ લીધા. ત્યાંથી પુષ્કરવર સમુદ્ર આવી, યાત્રાળુઓ દ્વીપમાંથી જળ ગ્રહણ કરે તેમ જળ અને અનેક પ્રકારના પુષ્કરાદિક ગ્રહણ કર્યા. ભરત અને ઐરાવત ક્ષેત્રમાં રહેલા માગધાદિ તીર્થનું જળ વિગેરે લીધું અને તપેલા પથિકોની જેમ ગંગાદિક નદીઓમાંથી તથા પદ્માદિક દ્રમાંથી માટી, જળ અને કમળ ગ્રહણ કર્યા. સંઘળા કુળપર્વતેથી, સઘળા તાક્યોથી, સર્વ વિજમાંથી, સર્વ વક્ષાર પર્વતથી, દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્રોમાંથી, સુમેરુના પરિધિ ભાગમાં રહેલા ભદ્રશાળ, નંદન, સૌમનસ અને પાંડુક વનથી તેમજ મલય, દ. રાદિ પર્વતેથી શ્રેષ્ઠ શ્રેષ્ઠ ઔષધિ, ગંધ, પુષ્પ અને સિદ્ધાર્યાદિ ગ્રહણ કર્યા. વૈદ્યો જેમ ઔષધે એકઠા કરે અને ગાંધિકે જેમ ગંધીઆણા એકઠા કરે તેમ સર્વ દ્રવ્યને દેવતાએએ એકઠા કર્યા. આદરપૂર્વક તે સર્વ ગ્રહણ કરી જાણે અચુદ્રના મનની સાથે સ્પર્ધા કરતા હોય તેવા વેગથી તેઓ સ્વામીની પાસે આવ્યા.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy