SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૨ જે પ્રથમ અધેલકમાં વસનારી, દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કરનારી અને જેમના કેશપાસ પુષ્પથી અલંકૃત થયેલા છે એવી ભેગકરા, ભગવતી, સુભેગા, ભેગમાલિની, તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા એ આઠ દિકકુમારિકા પ્રત્યેક ચાર ચાર હજાર સામાનિક દેવીઓ, ચાર મહત્તરા દેવીઓ, સાત મહાઅનિક (સૈન્યો), સાત સેનાપતિઓ, સોળ હજાર આત્મરક્ષક દેવીએ, બીજા અનેક યંતર દેવતાઓ તથા મોટી ત્રાદ્ધિવાળી દેવીઓ સહિત વિમાનમાં આરૂઢ થઈને, મનહર ગીત નૃત્ય કરતી ઉત્કંઠાપૂર્વક ઈશાન દિશા તરફ ચાલી. ત્યાં તેઓએ ક્ષણવારમાં શૈક્રિય સમુદ્દઘાત કરીને અસંખ્યાત જનને એક દંડ વિકુળે. વૈર્યરત્ન, વજરત્ન, લેહિત, અંક, અંજન, અંજનપુલક, પુલક, તિરસ, સૌગંધિક, અરિષ્ટ, ફાટિક, જાતરૂપ અને હિંસગર્ભ વિગેરે અનેક પ્રકારનાં ઉત્તમ રન્નેન તથા મસારગલ વિગેરે મણિઓના સ્થૂલ પુદગળને દૂર કરીને તેમાંથી સૂમ પુદગળ ગ્રહણ કર્યા અને તે વડે પિતાનું ઉત્તરઐક્રિયરૂપ કર્યું. દેવતાઓને શૈક્રિયલબ્ધિ જન્મથી જ સિદ્ધ છે, પછી ઉત્કૃષ્ટ, ત્વરિત, ચલ, પ્રચંડ, સિંહ, ઉદ્ધત, ચેતના, છેક અને દિવ્ય એવી દેવગતિઓથી સર્વ ઋદ્ધિ તથા સર્વ બળ સહિત અયોધ્યામાં જિતશત્રુ રાજાના સદનમાં તેઓ આવી પહોંચી. પિતાનાં મોટાં વિમાનથી તિષ્ક દેવતાઓ જેમ મેરુપર્વતને પ્રદક્ષિણા છે તેમ તેઓએ તીર્થકરના સૂતિકાગ્રહને ત્રણ પ્રદક્ષિણા કરી અને પછી વિમાનને પૃથ્વીથી ચાર આંગળ ઉચા, પૃથ્વીને સ્પર્શ નહિ તેવી રીતે ઇશાનખૂણમાં સ્થાપિત કર્યા. પછી સૂતિકાગ્રહમાં પ્રવેશ કરી, જિનેન્દ્ર અને જિનમાતાને ત્રણ પ્રદક્ષિણા કરી, અંજલિ જેડી તેઓ આ પ્રમાણે કહેવા લાગી“સર્વ સ્ત્રીઓમાં શ્રેષ્ઠ, ઉદરમાં રત્નને ધારણ કરનારા અને જગતને વિષે દીપક સમાન પુત્રને પ્રસવનારા હે જગન્માતા ! તમને અમે નમસ્કાર કરીએ છીએ. જગતમાં તમે ધન્ય છો, તમે પવિત્ર છે અને તમે જ ઉત્તમ છે. આ મનુષ્યલોકમાં તમારો જન્મ સફળ છે; કારણ કે તમે પુરુષોમાં રત્નરૂપ, દયાના સમુદ્ર, ગેલેક્યમાં વંદન કરવાને ગ્ય, ત્રણ લોકના સ્વામી, ધર્મચક્રવતી', જગતગુરુ, જગતબંધુ, વિશ્વને અનુગ્રહ કરનારા અને આ અવસર્પિણીમાં અવતરેલા બીજા તીર્થકરના જનની થયેલા છો. હે માતા અમે અધેલકમાં રહેનારી દિશાકુમારીએ છીએ અને તીર્થકરને જન્મોત્સવ કરવાને અહીં આવેલી છીએ; તમારે અમારાથી ભય રાખે નહીં.” એમ કહી પ્રણામ કરી તેઓ ઈશાન દિશા તરફ ગઈ અને શૈક્રિયસમુદ્દઘાત વડે પિતાની શક્તિરૂપ સંપત્તિથી સંવર્તક નામના વાયુને ક્ષણવારમાં ઉત્પન્ન કર્યો. સર્વ ઋતુનાં પુષ્પોના સર્વસ્વ સુગંધને વહન કરનારા, સુખકારી, મૃદુ, શીતળ અને તિરછી સંચરતા તે પવને સૂતિકાગ્રહની ચોતરફ એક જન સુધી તૃણાદિક દૂર કરી ભૂમિતળને સાફ કર્યું. પછી તે કુમારિકાએ ભગવાન અને તેમની માતાની સમીપે મંગલગીત ને ગાયન કરતી હર્ષ સહિત ઊભી રહી. પછી ઉર્વલોકમાં સ્થિતિવાળી, નંદનવનના કૂટ ઉપર રહેનારી અને દિવ્ય અલંગ કારને ધારણ કરનારી મેથંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, સુવત્સા, વત્સમિત્રા, વારિણું અને બલાહકા એ નામની આઠ દિશાકુમારીઓ પૂર્વવત્ મહત્તરા, સામાનિકા, અંગરક્ષિકા, સૈન્ય અને સેનાપતિઓના પરિવારથી પરિવારિત થઈ ત્યાં આવી. તેઓએ સ્વામિના જન્મથી પવિત્ર થયેલા સૂતિકાગ્રહમાં આવી જિનેંદ્ર અને જિનમાતાને ત્રણ વાર પ્રદક્ષિણા કરી અને પૂર્વની પેઠે પિતાના આત્માને જણાવી વિજયાદેવીને પ્રણામ તથા સ્તુતિ કરી મેઘને વિકવિત કર્યો. તે વડે ભગવાનના જન્મભુવનથી એક જન
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy