SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧ પર્વ ૨ જુ કુંકુમ તથા કેસર વર્ણ ને ઉલ્લંઘન કરનારી કેશરાથી પ્રકાશમાન થતે યુવાન કેસરીસિંહ જે. ચોથે સ્વને બે હસ્તી બંને તરફ પૂર્ણકુંભને ઊંચા કરી જેના ઉપર અભિષેક કરી રહ્યા છે એવી અને કમળના આસનવાળી લક્ષ્મીદેવીને જોઈ. પાંચમે સ્વપ્ન વિકાસ પામેલાં પુપના સુંગધવડે દિશાઓના ભાગને સુગંધમય કરનારી પુપિની માળા જાણે આકાશનું વૈવેયક આભૂષણ હોય તેમ આકાશમાં રહેલી જોઈ, છેસ્વને સંપૂર્ણ મંડળવાળો હોવાથી અવસર વિના પૂર્ણિમાને બતાવતો અને ચંદ્રિકાથી આકાશને તરંગતિ કરતે ચંદ્ર જોયો. સાતમે સ્વને પ્રસરતા કિરણોથી અંધકારસમૂહને નાશ કરતો અને રાત્રિએ પણ દિવસને વિસ્તારતો સૂર્ય જે. આઠમે સ્વપ્ન કલ્પવૃક્ષની જાણે શાખા હોય અને રત્ન ગિરિનું જાણે ઈંગ હોય તેવી આકાશગામી પતાકાએ અંકિત થયેલ રત્નમય વિજ જોવામાં આવે. નવમે સ્વપ્ન વિકાસ પામેલાં શ્વેત કમળોથી જેનું મુખ આરછાદિત થયેલું છે, એ મંગળ ગ્રહ તુલ્ય સુંદર પૂર્ણ કુંભ જે. દશમે સ્વપ્ન લક્ષ્મીદેવીનાં જાણે આસને હોય તેવાં કમળોથી ચોતરફ અંકિત થયેલું અને સ્વચ્છ જળના તરંગેથી મનહર એવું પદ્મસરોવર જોયું. અગિયારમે સ્વને ઉપરાઉપર આવતા કલોલથી અને ઉછળતા જળથી જાણે આકાશમાં રહેલા ચંદ્રને આલિંગન કરવાને ધારતે હોય તે સમુદ્ર જોયે. બારમે સ્વપ્ન જાણે અનુત્તર વિમાનમાટેનું એક વિમાન આવ્યું હોય તેવું વિચિત્ર રત્નમય ઉત્તમ વિમાન જોવામાં આવ્યું. તેરમે સ્વપ્ન રત્નગર્ભા (પૃથ્વી) એ જાણે રત્નનું સર્વસ્વ પ્રસગ્યું હોય તે ઘણી કાંતિના સમૂહવાળે ઉન્નત રત્નકુંજ જોવામાં આવ્યું. ચૌદમે સ્વપ્ન શૈલોક્યમાં રહેલા સમગ્ર તેજસ્વી પદાર્થને જાણે તેજ પુંજ એકત્ર કર્યો હોય તેવો નિમઅગ્નિ જોવામાં આવ્યા. એવી પરિપાટીએ એ ચૌદ સ્વને વિજયાદેવીને પિતાના મુખકમળમાં ભ્રમરાની પેઠે પ્રવેશ કરતા જોવામાં આવ્યા. - તે સમયે ઇંદ્રના આસનને પ્રકંપ થયે, એટલે ઈદ્ર પિતાનાં સહસ નેત્રથી પણ અધિક નેત્રરૂપ અવધિજ્ઞાને જોયું. જેવાથી તીર્થકર મહારાજાને ઉદ્દભવ થયેલો જાણી રોમાંચિત શરીરવાળા ઈદ્ર વિચારવા લાગ્યા કે “જગતને આનંદના હેતુરૂપ પરમેશ્વર વિજય નામના બીજા અનત્તર વિમાનથી ચ્યવી હાલ જબૂદ્વીપના દક્ષિણાદ્ધ ભરતખંડના મધ્ય ભાગને વિષે વિનીતાપુરીમાં જિતશત્રુ રાજાની વિજયાદેવી નામે રાણીના ઉદરમાં અવતરેલા છે. તે આ અવસર્પિણુમાં કરુણ રસના સમુદ્ર એવા બીજા તીર્થકર ભગવાન થશે.” આવી રીતે ચિંતવી સંભ્રમ સહિત સિંહાસન, પાદપીઠ અને પાદુકાને છોડી ઊભા થયા. પછી તીર્થકરની દિશા સન્મુખ સાત આઠ પગલાં ચાલી, ઉત્તરાખંગ કરી, જમણે ઢીંચણ ભૂમિએ આપી, ડાબે ગોઠણ જરા નમાવી, મસ્તક અને હાથથી પૃથ્વીતળને સ્પર્શ કરી તેણે ભગવંતને નમસ્કાર કર્યો. ત્યાં શકસ્તવપૂર્વક જિનવંદન કરીને તે સૌધર્મેદ્ર વિનીતા નગરી. માં જિતશત્રુ રાજાને ઘરે આવ્યું. બીજા ઈદ્રો પણ આસનકંપથી અહંતના અવતારને જાણી ભક્તિથી તત્કાળ ત્યાં આવ્યા. એ શક્રાદિક ઈદ્રા કલ્યાણ કરી ભકિતવાળા થઈને સ્વામિની શ્રી વિજયાદેવીના શયનગૃહમાં આવ્યા. તે સમયે તે શયનગૃહના આંગણુમાં આમળાના જેવાં સ્થળ, સમવર્તુળ અને નિર્મળ અમૂલ્ય મોતીઓના સાથીઆ પૂરેલા હતા. નીલમણિ. ની પૂતળીઓએ અંકિત થયેલા સુવર્ણમય સ્તથી અને મરકત મણિના પત્રથી તેને દ્વાર ઉપર તોરણો રચેલાં હતાં. સૂક્ષ્મ તંતુવાળા અને પંચવણ એવા અખંડ દિવ્ય વસ્ત્રોને, સંધ્યા મેઘથી આકાશની જેમ તરફ ઉલેચ બાંધેલો હતો. તેની તરફ જાણે સ્થાપતિ યષ્ટિએ હોય તેવી સુવર્ણની ધૂપઘટિકાઓના યંત્રમાંથી ધૂમાડાની ઘટાઓ નીકળી
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy