SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જુ વિષે તેઓ ભક્તિવંત હતા, તેથી તે સ્થાનકોનું તથા બીજા પણ તીર્થકરનામકર્મ ઉપાજને કરનારા સ્થાનકો કે જેનું આરાધન મહાત્મા વિના બીજા પુરુષોને દુર્લભ છે તેનું તેમણે સેવન કયું; અને એકાવલી, રત્નાવલી, કનકાવલી અને જ્યેષ્ઠ તથા કનિષ્ઠ સિંહનિષ્ક્રીડિત વિગેરે ઉત્તમ તપ તેમણે ક્ય. કર્મનિર્જરા કરવાને માટે તેમણે માસોપવાસથી આરંભીને અષ્ટમાસોપવાસ સુધી તપ કર્યો. સમતાપરાયણ એવા એ મહાત્માએ એવી રીતે તીવ્ર તપ કરી, અંતે બે પ્રકારની સંલેખના તેમજ અનશન કરીને શુભ ધ્યાનમાં તત્પરપણે પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરતાં જેમ લીલામાત્રમાં સ્થાનનો ત્યાગ કરે તેમ પોતાના દેહને ત્યાગ કર્યો અને ત્યાંથી વિજય નામના અનુત્તર વિમાનને વિષે તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. - તે વિમાનમાં દેવતાઓનું એક હસ્તપ્રમાણ શરીર હોય છે. ચંદ્રનાં કિરણોની પેઠે ઉજજવળ વર્ણવાળા, અહંકારે વર્જિત, સુંદર આભૂષણોને ભૂષિત અને અહમિંદ્ર એવા તે દેવતાઓ સર્વદા પ્રતીકાર રહિત થઈ સુખશધ્યામાં પિઢડ્યા રહે છે અને શક્તિ છતાં પણ ઉત્તરક્રિય નિર્માણ કરીને સ્થાનાંતરે જતા નથી. પિતાની અવધિજ્ઞાનની સંપત્તિથી તેઓ આખી લકનાલિકાનું અવલોકન કર્યા કરે છે. તેમને આયુષ્યના સાગરોપમના સંખ્યા જેટલા પક્ષોએ એટલે તેત્રીશ પક્ષે એ શ્વાસ લેવું પડે છે અને તેટલા હજાર વર્ષે એટલે તેત્રીશ હજાર વર્ષે ભજનની ઈચ્છા થાય છે. એવી રીતના સુખદાયી તે વિમાનમાં ઉત્પન્ન થવાથી તેઓ નિર્વાણ સુખના જેવું ઉત્તમ સુખ અનુભવવા લાગ્યા. એ પ્રમાણે વર્તતાં જ્યારે આયુષ્યમાં છ માસ અવશેષ રહ્યા ત્યારે બીજા દેવતાની પેઠે તેમને મેહ ન થયો, પણ પુણ્યદય નજીક આવવાથી તેમનું તેજ વૃદ્ધિ પામ્યું. અમૃતના કહમાં હંસની પેઠે અદ્વૈત સુખના વિસ્તારમાં મગ્ન થયેલા તે દેવે તે સ્થાનકે તેત્રીશ સાગરેપમ પ્રમાણ આયુષ્યને એક દિવસની પેઠે નિર્ગમન કર્યું. જkas (888888888888888888888888888888 इत्याचायश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरित महाकाव्ये द्वितीये पर्वणि છે. શ્રી નિતરવામપૂર્વમવન નામ પ્રથમ સ / ? / AM388EXABIE SAMOROSK8388888*8*XBBPRUEBISBEE
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy