SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧ લે તે મહામતિ રાજાના સર્વજ્ઞ ભગવાન એક સ્વામી હતા તેમ તે સર્વ રાજાઓને એક સ્વામી હતો. ઈદ્રની પેઠે શત્રુઓના બળનો નાશ કરનાર–એક પરાક્રમવાળા તે રાજા નમ્ર થઈ સાધુપુરુષને જ મસ્તક નમાવતે હતે. તે વિવેકી રાજાની શક્તિ જેમ બહારના શત્રુએને જીતવામાં અતુલ હતી તેમ અભ્યતંર શત્રુ કામધાદિકને જીતવામાં પણ અતુલ હતી. પિતાના બળથી, જેવી રીતે ઉન્માર્ગગામી અને દુર્મદ એવા હાથી, ઘોડા વિગેરેને તે દમત હતો તેવી રીતે ઉન્માર્ગગામી ઈદ્રિયગણને પણ દમ હતો. પાત્રમાં આપેલું દાન છીપમાં પડેલા મેઘજળની પેઠે બહુ ફળદાયક થાય છે એમ ધારી તે દાનશીલ રાજા યથાવિધિ પાત્રમાં જ દાન આપતે હતો. જાણે પરપુરમાં પ્રવેશ કરતો હોય તેમ તે ધર્મવિત્ રાજા સર્વ ઠેકાણે પ્રજાવર્ગને ધર્મમાર્ગમાં જ પ્રવર્તાવતે હતે. ચંદનવૃક્ષો જેમ મલયાચલની પૃથ્વીને વાસિત કરે તેમ તેણે પોતાના પવિત્ર ચરિત્રથી સર્વ જગતને સુવાસિત કર્યું હતું. શત્રુઓના જયથી, પીડીત જંતુઓના રક્ષણથી અને યાચકોને પ્રસન્ન કરવાથી તે રાજા યુદ્ધવીર, દયાવીર અને દાનવીર કહેવાતું હતું. એવી રીતે રાજધર્મમાં રહી, સ્થિર બુદ્ધિ રાખીને અને પ્રમાદને છોડીને સર્પરાજ જેમ અમૃતની રક્ષા કરે તેમ તે પૃથ્વીની રક્ષા કરતો હતો. કાર્યાકાર્યને જાણનાર અને સારાસારને શોધનાર તે રાજાને એક દિવસે આ પ્રમાણે સંસારના વૈરાગ્યની વાસના ઉત્પન્ન થઈ “અહો ! લાખ નિરૂપી મહા ઘુમરીઓમાં “પડવાને કલેશથી ભયંકર એવા આ સંસારરૂપી સમુદ્રને ધિક્કાર છે ! ઇંદ્રજાળ અને સ્વપ્નજળની પેઠે આ સંસારને વિષે ક્ષણવાર જોવામાં આવતા અને ક્ષણવારમાં નાશ પામતા એવા પદાર્થોથી સર્વ જતુઓ મોહ પામે છે એ કેવી ખેદકારક વાત છે ! યૌવન પવને કપાયેલા પતાકાને છેડાની પેઠે ચંચળ છે અને આયુષ્ય કુશાગ્ર ઉપર રહેલા “જળબિંદુની પેઠે ચલાચલ (નાશવંત) છે. એ આયુષ્યને કેટલોક ભાગ ગર્ભાવાસની અદંર નરકાવાસની પેઠે અત્યંત દુખે કરીને વ્યતીત થાય છે અને તે સ્થિતિના મહિ“નાએ પલ્યોપમની જેવડા થઈ પડે છે. જમ્યા પછી બાળવયમાં આયુષ્યને કેટલાક “ભાગ અંધની પેઠે પરાધીનપણમાં જ ચાલ્યા જાય છે; યૌવનવયમાં ઇઢિયાર્થીને આનંદ “આપનારા સ્વાદિષ્ટ રસના સ્વાદમાં જ આયુષ્યને કેટલાક ભાગ ઉન્મત્ત માણસની પેઠે “વ્યર્થ જાય છે અને વૃદ્ધાવસ્થામાં ત્રિવર્ગ સાધનામાં અશક્ત થયેલા શરીરવાળા પ્રાણી“નું અવશેષ રહેલું આયુષ સૂતેલા માણસની પેઠે ફોકટ જાય છે. જેમ વિષયના સ્વાદથી લંપટ થયેલે પુરુષ રેગીની પેઠે રોગને માટે જ કપાય છે તેમ આવી રીતે જાણતાં છતાં પણ સંસારી જીવે સંસારમાં પરિભ્રમણ કરવાને માટે જ ચેષ્ટા કરે છે. યૌવનમાં વિષયને માટે જેવી રીતે પ્રાણી પ્રયત્ન કરે છે તેવી રીતે જે મુક્તિને માટે પ્રયત્ન કરે તે શું ન્યૂન રહે? અહો ! કરોળીએ જેમ પિતાની જ લાળના તંતુ જાળમાં વીંઝાઈ જાય છે તેમ પ્રાણી પણ પિતાના જ કરેલા કર્મના પાશથી વીંટાઈ જાય છે. સમુદ્ર મધ્યે યુગશમિલાપ્રવેશન્યાયની પેઠે પ્રાણી પુણ્યને વેગે ઘણી મહેનતે મનુષ્ય જન્મ મેળવે છે. તેમાં પણ આર્યદેશમાં જન્મ, સારા કુળની પ્રાપ્તિ અને ગુરુકુળસેવા ૧. સ્વયંભૂરમણ સમુદ્રની અંદર પૃથક પૃથક દિશાએ બહુ અંતરે એક ઘોંસ અને તેમાં નાંખવાની ખીલીઓ જુદી જૂદી નાંબી હોય તે દેવયોગે અથડાતી અથડાતી ઘણે કાળે કદિ ભેગી થાય અને સરાની અંદર સ્વયમેવ ખીલીઓ પણ પરોવાઈ જાય તે ન્યાય.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy