SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ સગ ૬ આવી રીતે શેકાકુળ મહારાજાને જોઈ મંત્રીએ તેમને કહેવા લાગ્યા–“હે મહારાજા ! આપના પિતાશ્રી ઋષભદેવ પ્રભુએ પ્રથમ ગ્રહવાસમાં રહીને પણ પશુની જેવા અજ્ઞાની સર્વ લોકોને વ્યવહારનીતિમાં પ્રવર્તાવ્યા; ત્યાર પછી દીક્ષા લઈ થોડા કાળમાં કેવળજ્ઞાન પામી આ જગતના લોકોને ભવસમુદ્રમાંથી ઉદ્ધાર કરવાની ઈચ્છા એ ધર્મમાં પ્રવર્તાવ્યા છેવટે પિતે કૃતાર્થ થઈ, અવરજનેને કૃતાર્થ કરી પરમપદને પામ્યા; તેવા પરમપ્રભુને તમે શેક કેમ કરે છે ?” આવી રીતે પ્રતિબંધિત કરેલા ચક્રી ધીમે ધીમે રાજકાર્યમાં પ્રવર્તાવા લાગ્યા. - રાહુથી મુક્ત થયેલા ચંદ્રની પેઠે શનૈઃ શનૈઃ શોકમુક્ત થયેલા ભરતચકી નગરની બહાર વિહારભૂમિમાં વિચારવા લાગ્યા. વિધ્યાચળને સંભારતા ગજેરુદ્રની પેઠે પ્રભુના ચરણને સંભારતા અને વિષાદ કરતા મહારાજાની પાસે આવીને આપ્તજને સદા વિદ કરાવવા લાગ્યા તેથી કઈ વાર પરિવારના આગ્રહથી વિનેદને ઉત્પન્ન કરનારી ઉદ્યાનભૂમિમાં જવા લાગ્યા, અને ત્યાં જાણે સ્ત્રીઓનું રાજ્ય હોય તેમ સુંદર સ્ત્રીઓનાં ટેળા સાથે લતામંડપની રમણિક શગ્યાઓમાં રમવા લાગ્યા. ત્યાં કુસુમને હરણ કરનારા વિદ્યાધરની પિઠે ચુવાન પુરુષની પુષ્પ ચૂંટવાની ક્રીડા તેમણે કૌતુકથી જેવા માંડી; જાણે કામદેવની પૂજા કરતી હોય તેમ વારાંગનાઓ પુષ્પના વેષ ગુંથી ગુંથીને તેમને અર્પણ કરવા લાગી; જાણે તેમની ઉપાસના કરવાને અસંખ્ય શ્રુતિએ ભેગી થઈ હોય તેવી નગરનારીઓ સર્વાગ પુષ્પનાં ઘરેણાં પહેરી તેમની આસપાસ ક્રીડા કરવા લાગી; અને ઋતુદેવતાઓનાં જાણે એક અધિદેવતા હોય તેમ સળંગે પુષ્પનાં આભૂષણ પહેરી તે સર્વના મધ્યમાં મહારાજા ભરત શોભવા લાગ્યા. કઈ કઈ વખત તેઓ પિતાના વર્ગને સાથે લઈ રાજહંસની પેઠે ક્રિીડાવાપીમાં વેચ્છાએ ક્રિીડા કરવાને જવા લાગ્યા. નર્મદા નદીમાં હાથણીઓ સાથે જેમ ગજેદ્ર કીડા કરે તેમ ત્યાં સુંદરીઓ સાથે તેઓ જળક્રીડા કરવા લાગ્યા. જાણે એ સુંદરીઓ પાસેથી શિક્ષા લીધી હોય તેમ જળની ઊર્મિઓ તેમને ક્ષણવાર કંઠમાં, ક્ષણવાર ભેજામાં અને ક્ષણવાર હૃદયમાં આલિંગન કરવા લાગી. તેથી તે સમયે કમલના કર્ણભરણ અને મોતીએના કુંડળ ધારણ કરનારા મહારાજા જાણે સાક્ષાત્ વરુણદેવ હોય તેમ જળમાં શોભવા લાગ્યા, જાણે લીલાવિલાસના રાજ્ય ઉપર મહારાજાને અભિષેક કરતી હોય તેમ હું પહેલી, હું પહેલી એમ વિચારતી સ્ત્રીઓ તેમના ઉપર જળનું સિંચન કરતી હતી; જાણે અપસરાએ હોય અથવા જાણે જળદેવી હેય તેમ ચોતરફ રહેલી અને જળક્રીડામાં તત્પર એવી તે રમણએ સાથે ચક્રીધરે ઘણીવાર સુધી ક્રીડા કરી. પિતાની સ્પર્ધા કરનારા કમલેના દર્શનથી જાણે કોપ પામ્યા હોય તેમ મૃગાક્ષીઓનાં નેત્રે રાતાં થઈ ગયા અને અંગનાનાં અંગ ઉપરથી ગળી ગયેલા ગાઢ અંગરાગથી કાદવવાળું થયેલું તે જળ યક્ષકર્દમપણાને પામી ગયું. આવી રીતે વારંવાર તેઓ ક્રીડા કરવા લાગ્યા. કોઈ વખત એવી રીતે જળક્રીડા કરી મહારાજા ભરત ઈદ્રની જેમ સંગીત કરાવવાને વિલાસમંડપમાં ગયા. ત્યાં વેણુ વગાડનારા ઉત્તમ પુરુષો મંત્રમાં કારની જેમ સંગીતકર્મમાં પ્રથમ એવા મધુર સ્વર વીણમાં પૂરવા લાગ્યા. તે વીણાવાદકે શ્રવણને સુખ આપનારા અને વ્યંજન ધાતુઓથી પૃષ્ટ એવા પુષ્પાદિક સ્વરવડે અગિયાર પ્રકારની વિણા વગાડવા લાગ્યા. સૂત્રધાર તેના કવિપણને અનુસરતા સતા નૃત્ય તથા અભિનયની માતા જેવા પ્રસ્તારમુંદર નામના તાલને આપવા લાગ્યા. મૃદંગ અને પ્રણવ નામના વાજિંત્રે
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy