SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ સ ૬ ઠ્ઠો ૧૯૨ શ્રીપુંડરીક ગણધર સ્વામીના મૂળ સિંહાસનની નીચેના પાદપીઠ ઉપર બેઠા અને પૂર્વવત્ સ સભા એડી એટલે ભગવાનની પ્રમાણે તેએ ધર્મ દેશના આપવા લાગ્યા. પ્રાતઃકાળે જેમ પવન ઝાકળરૂપ અમૃતનુ' સિ'ચન કરે, તેમ બીજી પૌરસી પૂરી થતાં સુધી એ મહાત્મા ગણધરે દેશના આપી. પ્રાણીઓના ઉપકારને માટે એવી રીતે ધર્મ દેશના આપતા પ્રભુ અષ્ટાપદ પર્વત ઉપર રહ્યા હતા તેમ કેટલેાક કાળ ત્યાં જ રહ્યા. એકદા ખીજે વિહાર કરવાની ઈચ્છાથી જગદ્ગુરુએ ગણધરમાં પુંડરીક સમાન પુંડરીક ગણધરને આજ્ઞા કરી-હે મહામુનિ ! અમે અહીથી બીજે વિહાર કરશુ અને તમે કટિ મુનિ સાથે અહી જ રહેા. આ ક્ષેત્રના પ્રભાવથી પરિવાર સહિત તમને થાડા કાળમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થશે અને શૈલેશી ધ્યાનને કરતા તમે પરિવાર સહિત આ જ પર્વત ઉપર મેાક્ષ પ્રાપ્ત કરશે.’ પ્રભુની એ આજ્ઞા અંગીકાર કરીને પ્રણામ કરી પુંડરીક ગણધર કેટિ મુનિ સાથે ત્યાં જ રહ્યા. જેમ ઉર્દૂલ સમુદ્ર કિનારાના ખાડાઓમાં રત્નસમૂહને મૂકી ચાલ્યા જાય તેમ તેઓને ત્યાં મૂકી મહાત્મા પ્રભુએ પરિવાર સહિત બીજે વિહાર કર્યા. ઉડ્ડયાચલ પર્વત ઉપર નક્ષત્રાની સાથે ચંદ્ર રહે તેમ બીજા મુનિઓની સાથે પુ'ડરીક ગણધર એ પર્યંત ઉપર રહ્યા. પછી પરમ સ‘વેગવાળા તેઓ પ્રભુની જેવી મધુર વાણીથી બીજા શ્રમણા પ્રત્યે આ પ્રમાણે કહેવા લાગ્યા. હે મુનિએ ! જયની ઈચ્છાવાળાઓને સીમાડાની ભૂમિને સાધનાર કિલ્લાની જેમ માક્ષની ઈચ્છાવાળાઓને આ પર્વત ક્ષેત્રના પ્રભાવથી સિદ્ધિને આપનારો છે; તે હવે આપણે મુક્તિના બીજા સાધનરૂપ સલેખના કરવી જોઇએ. તે સલેખના દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારની છે. સાધુઓએ સર્વાં પ્રકારના ઉન્માદ અને મહારોગના નિદાનનુ શેાષણ કરવું તે દ્રસ લેખના કહેવાય છે અને રાગ, દ્વેષ, મેાહ તથા સર્વ કષાયરૂપ સ્વાભાવિક શત્રુના વિચ્છેદ કરવા તે ભાવસ લેખના કહેવાય છે.’ એ પ્રમાણે કહીને પુંડરીક ગણુધરે કાટિ શ્રમણાની સાથે પ્રથમ સર્વ પ્રકારના સૂક્ષ્મ અને બાદર અતિચારની આલાચના કરી અને પછી અતિ શુદ્ધિને માટે ફરીથી મહાવ્રતનું આરોપણ કર્યું; કારણ કે વજ્રને બે ત્રણ વખત ધાતુ. તે જેમ વિશેષ નિળતાનું કારણ છે, તેમ અતિચારથી વિશેષ રીતે શુદ્ધ થવું તે વિશેષ નિર્મળતાનું કારણ છે, પછી ‘સર્વ જીવા મને ક્ષમા કરા, હુ' સર્વના અપરાધ ખમુ છુ, મારે સર્વ પ્રાણીએની સાથે મૈત્રી છે, કાઇની સાથે મારે વૈર નથી. ’ એવી રીતે કહીને આગાર રહિત અને દુષ્કર એવુ... ભવચિરમ અનશન વ્રત તેમણે સર્વ શ્રમણેાની સાથે ગ્રહણ કર્યું. ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયેલા તે પરાક્રમી પુ'ડરીક ગણધરના સર્વ ઘાતિકર્મા જીણુ દોરડાની જેમ ચાતરફથી ક્ષય થઇ ગયાં. બીજા સર્વ સાધુઓનાં ઘાતિકમ પણ તત્કાળ ક્ષય થઇ ગયાં; કારણકે તપ સને સાધારણ છે, એક માસની સલેખનાને અંતે ચૈત્રમાસની પૂર્ણિમાને દિવસે પ્રથમ પુંડરીક ગણધરને અને પછી બીજા સર્વ સાધુઓને કેવળજ્ઞાન થયું. શુકલધ્યાનને ચાથે પાયે સ્થિત થયેલા તે અયાગીએ બાકી રહેલા અઘાતિકર્મના ક્ષય કરી મેાક્ષપદને પામ્યા. તે વખતે દેવતા આ એ સ્વર્ગ માંથી આવીને મરુદેવીની જેમ ભક્તિથી તેમના મેાક્ષગમનના ઉત્સવ કર્યા. ભગવાન ઋષભસ્વામી જેમ પ્રથમ તીર્થંકર થયા તેમ એ પર્યંત પણ ત્યારથી પ્રથમ તીરૂપ થયા. એક સાધુ સિદ્ધ થાય તે સ્થાન પણ પવિત્ર તીર્થ કહેવાય છે, તેા જ્યાં સંખ્યાબંધ મહર્ષિ આ સિદ્ધ થયા હોય તેની પવિત્રતાની ઉત્કૃષ્ટતા વિષે શું કહેવું ? એ શત્રુ જયિગિર ઉપર ભરત રાજાએ મેરુપર્વતની ચૂલિકાની સ્પર્ધા કરનારું રત્નશિલામય એક ચૈત્ય કરાવ્યું અને અંતઃકરણની મધ્યમાં ચેતનની જેમ તેની મધ્યે પુ'ડરીકજીની પ્રતિમા સહિત ભગવત ઋષભસ્વામીની પ્રતિમા સ્થાપન કરી,
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy