SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ સર્ગ ૬ ઠ્ઠો એ પ્રમાણે સાંભળીને અને ભવ્ય જીવથી વ્યાસ એવી સભા જોઈને હર્ષ પામેલા ભરતપતિએ પ્રભુને પૂછયું- હે જગત્પતિ ! જાણે ત્રણ જગત્ એકત્ર થયાં હોય એવી આ તિર્યંચ, નર અને દેવમય સભામાં કઈ તે પુરુષ છે કે જે આપ ભગવાનની પેઠે તીર્થને પ્રવર્તાવી આ ભરતક્ષેત્રને પવિત્ર કરશે ?” પ્રભુએ કહ્યું-“આ તમારે મરીચિ નામનો પુત્ર જે પહેલે પરિવ્રાજક (ત્રિદંડી) થયેલ છે તે આર્તા અને રૌદ્રધ્યાનથી રહિત થઈ, સમકિતથી ભિત થઈ, ચતુર્વિધ ધર્મધ્યાનનું એકાંતમાં ધ્યાન કરીને રહેલા છે, તેને જીવ કાદવથી રેશમી વસ્ત્રની જેમ અને નિઃશ્વાસથી દર્પણની જેમ અદ્યાપિ કર્મથી મલિન છે; પરંતુ અગ્નિથી શુદ્ધ થયેલા વસ્ત્રની તથા જાતિવંત સુવર્ણની જેમ તે શુકલધ્યાનરૂપી અગ્નિના સંગથી અનુક્રમે શદ્ધિને પામશે. પ્રથમ તે આ ભરતક્ષેત્રમાં પિતનપુર નામના નગરમાં ત્રિપૃષ્ટ નામે પ્રથમ વાસુદેવ થશે. અનુક્રમે પશ્ચિમ મહાવિદેહમાં ધનંજય અને ધારણ નામના દંપતીનો પુત્ર પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થશે. પછી ઘણે કાળ સંસાર ભમીને આ જ ભરતક્ષેત્રમાં મહાવીર નામે ચોવીશ તીર્થકર થશે. - એ પ્રમાણે સાંભળી સ્વામીની આજ્ઞા લઈ ભરતરાજા ભગવંતની જેમ મરીચિને વાંદવાને ગયા. ત્યાં જઈ વંદન કરતા ભરતે તેમને કહ્યું-ત્રિપૃષ્ઠ નામે પ્રથમ વા વાસુદેવ થશે અને મહાવિદેહ ક્ષેત્રમાં પ્રિયમિત્ર નામે ચક્રવત્તી થશે, તે તમારા વાસુદેવપણને તથા ચક્રીપણાને હુ વાંદ નથી તેમજ આ તમારા પરિવ્રાજકપણાને હું વાંદતે નથી; પણ તમે ચોવીસમા તીર્થંકર થશે તેથી હું તમને વાંદુ છું.” એમ કહી મસ્તકે અંજલિ જેડી, ત્રણ પ્રદક્ષિણા કરી ભરતેશ્વરે મરીચિને વંદના કરી. પછી પુનઃ જગત્પતિને નમી, સર્પરાજ જેમ ભગવતીમાં જાય તેમ ભરતરાય અયોધ્યા નગરીમાં ગયા. ભરતેશ્વરના ગયા પછી તેમની વાણીથી હર્ષ પામેલા મરિચિએ ત્રણ વાર પોતાના કરને આસ્ફોટ કરી, અધિક હર્ષ પામી આ પ્રમાણે બલવાને આરંભ કર્યો–“અહો ! હું સર્વ વાસુદેવમાં પ્રથમ વાસુદેવ થઈશ, વિદેહમાં ચકવરી થઈશ અને છેલ્લે તીર્થંકર થઈશ, તેથી મારે સર્વ પૂર્ણ થયું. સર્વે અહંતમાં આદ્ય મારા પિતામહ છે, સર્વ ચક્રમાં આદ્ય મારા પિતા છે અને સર્વ વાસુદેવમાં આદ્ય હું થઈશ, તેથી અહો ! મારું કુળ શ્રેષ્ઠ છે, હસ્તીવૃંદમાં જેમ ઐરાવત હાથી શ્રેષ્ઠ છે, તેમ ગૈલોક્યમાં સર્વ કુળમાં મારું કુળ શ્રેષ્ઠ છે. સર્વ ગ્રહોમાં જેમ સૂર્ય, સર્વ તારામાં જેમ ચંદ્ર, તેમ સર્વ કુળમાં મારું એક કુળ જ પ્રકષ્ટ છે. કરેલીઓ પોતાની લાળવડે પડ બાંધે અને જેમ તેમાં પોતે જ બંધાય, તેમ મરીચિએ આવી રીતે કુળમદ કરવાથી નીચ ગોત્ર બાંધ્યું. પંડરીક વિગેરે ગણધરોથી પરવરેલા ઋષભસ્વામી વિહારના મિષથી પૃથ્વીને પવિત્ર કરતા ત્યાંથી ચાલી નીકળ્યા. કોશલ દેશના લોકોને પુત્રની જેમ કૃપાથી ધર્મમાં કુશળ કરતા, જાણે પરિચયવાળા હોય તેમ મગધ દેશના લોકોને તપમાં પ્રવીણ કરતા, કમલના કેશને સૂર્ય જેમ વિકસ્વર કરે તેમ કાશી દેશના લોકોને પ્રબંધ કરતા, સમુદ્રને ચંદ્રની જેમ દશાણ દેશને આનંદ આપતા, મૂચ્છ પામેલાને સાવધાન કરતા હોય તેમ ચેદી દેશને સચેત (જ્ઞાનવાળો) કરતા, મોટા વો (બળદે)ની જેમ માળવે દેશની પાસે ધર્મ ધુરાને વહન કરાવતા, દેવતાઓની જેમ ગુર્જર દેશને પાપરહિત આશયવાળા કરતા અને વૈદ્યની જેમ સૌરાષ્ટ્રદેશવાસીને પ૮ (સાવધાન) કરતા મહાત્મા ઋષભદેવ શત્રુંજય પર્વતે આવ્યા,
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy