SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ સર્ગ ૬ ડ્રો લાખ વર્ષનું અંતર થશે. વારાણસી (કાશી) નગરીમાં અશ્વસેન રાજા અને વામા રાણીના પુત્ર પાર્શ્વનાથ નામે ત્રેવીસમા તીર્થંકર થશે. તેમને નીલ વર્ણ, સો વર્ષનું આયુષ્ય અને નવ હાથની કાયા થશે. એમનો વ્રતપર્યાય સીત્તેર વર્ષ અને મોક્ષમાં વ્યાસી હજાર અને સાડા સાતશે વર્ષનું અંતર થશે. ક્ષત્રિયકુંડ ગામમાં સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા દેવીના પુત્ર મહાવીર નામે વીસમા તીર્થંકર થશે. તેમને સુવર્ણ જેવો વર્ણ, બેતેર વર્ષનું આયુષ્ય અને સાત હાથની કાયા થશે. એમને વ્રતપર્યાય બેંતાળીશ વર્ષ અને પાર્વ. નાથના મોક્ષ તથા તેમના મોક્ષ વચ્ચે અંતર અઢીશે વર્ષનું થશે. ચક્રવર્તી સર્વે કાશ્યપગોત્રી અને સુવર્ણન જેવી કાંતિવાળા થશે, તેમાં આઠ ચક્રીઓ મોક્ષે જનારા છે, બે સ્વર્ગે જનારા છે, ને બે નરકે જનારા છે. તમે જેમ મારા વખતમાં થયા તેમ અયોધ્યા નગરીમાં અજિતનાથના વખતમાં સગર નામે બીજા ચક્રવર્તી થશે. તે સુમિત્ર રાજા અને યશોમતી રાણીના પુત્ર, તેમની સાડા ચારોં ધનુષની કાયા અને તેર લક્ષપૂર્વનું આયુષ્ય થશે. શ્રાવસ્તી નગરીમાં સમુદ્રવિજય રાજા અને ભદ્રારાણીના પુત્ર મઘવા નામે ત્રીજા ચક્રી થશે; તેમની સાડીબેંતાલીશ ધનુષની કાયા અને પાંચ લાખ વર્ષનું આયુષ્ય થશે, હસ્તીનાપુરમાં અશ્વસેન રાજા અને સહદેવી રાણીના પુત્ર યાથી ચકા, ત્રણ લક્ષ વર્ષના આયુષ્યવાળા અને સાડીએકતાળીશ ધનુષની કાયાવાળા થશે. ધર્મનાથ અને શાંતિનાથના અંતરમાં એ બે ચક્રીઓ ત્રીજા દેવલેકમાં જનારા થશે. શાંતિ, કુંથુ અને અરે એ ત્રણ અહ“તે જ ચક્રવત્ત પણ થશે. ત્યારપછી હસ્તીનાપુરમાં કૃતવીર્ય રાજા અને તારા રાણીના પુત્ર સુભૂમ નામે આઠમા ચક્રવસ્તી થશે; તેમનું સાઠ હજાર વર્ષનું આયુષ્ય અને અઠયાવીશ ધનુષની કાયા થશે. તેઓ અરનાથ અને મલ્લિનાથના અંતરમાં થશે અને સાતમી નરકે જશે. તે પછી વારાણસીમાં પદ્વોત્તર રાજા અને વાલા રાણીના પુત્ર પદ્ધ નામે નવમાં ચક્રવત્તી થશે; તેમનું ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય અને વીશ ધનુષની કાયા થશે. કાંપિલ્ય નગરમાં મહાહરિ રાજા અને મેરા દેવીના પુત્ર હરિફેણ નામના દશમાં ચક્રી દશ હજાર વર્ષના આયુષ્યવાળા અને પંદર ધનુષની કાયાવાળા થશે. એ બંને ચક્રવર્તી મુનિસુવ્રત અને નમિનાથ અહંતના સમયમાં થશે. પછી રાજગૃહ નગરમાં વિજય રાજા અને વપ્રા દેવીના પુત્ર જય નામે અગિયારમાં ચક્રવર્તી થશે; તેમનું ત્રણ હજાર વર્ષનું આયુષ્ય અને બાર ધનુષની કાયા થશે. તે નમિનાથ અને નેમિનાથના અંતરમાં થશે. તે ત્રણે ચકી મોક્ષ જશે. છેલલા કપિલ્યનગરમાં બ્રહ્મ રાજા અને ચુલની રાણીના પુત્ર બ્રહ્મદત્ત નામે બારમા ચક્રવત્તી નેમિનાથ અને પાર્શ્વનાથના અંતરમાં થશે. તેમનું સાતશે વર્ષનું આયુષ્ય અને સાત ધનુષની કાયા થશે. તે રૌદ્ર ધ્યાનમાં તત્પર રહી સાતમી નરકભૂમિમાં જશે.” ઉપરને વિષય કહી, ભરતે પ્રભુને કાંઈ પૂછ્યું નહોતું, તથાપિ પ્રભુ બોલ્યા-ચક્રવસ્તીથી અરધા પરાક્રમવાળા અને ત્રણ ખંડ પૃથ્વીને ભેગવનારા નવ વાસુદેવ કૃષ્ણ વર્ણવાળા થશે. તેમાંના એક આઠમાં વાસુદેવ કશ્યપગોત્રી અને બાકીના આઠ ગૌતમગોત્રી થશે. તેમના સપનૂ ભ્રાતાઓ ( બાપ એક અને માં જુદી) બળદેવ પણ નવ હોય છે અને તેઓ શ્વેતવણી હોય છે. તેમાં પ્રથમ પિતનપુર નગરમાં ત્રિપૃષ્ટ નામે વાસુદેવ, પ્રજાપતિ રાજા અને મૃગાવતી રાણીના પુત્ર એંસી ધનુષની કાયાવાળા થશે. શ્રેયાંસ જિનેશ્વર પૃથ્વીમાં વિચરતા હશે તે વખતે ચેરાસી લાખ વર્ષનું આયુષ્ય ભોગવી તે છેલ્લી નરકમાં જશે. દ્વારકા નગરીમાં બ્રહ્મા રાજા અને પદ્મા દેવીના પુત્ર દ્વિપષ્ટ નામે બીજા
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy