SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ સર્ગ ૬ હો મેદિનીપતિ પ્રમોદ પામ્યા. ભરતરાયનું એવી રીતે માન જાળવી, ભગવંતને પ્રણામ કરી, સંધ્યાના અભ્રની જેમ ઈદ્ર તત્કાળ અંતર્ધાન થઈ ગયા. ચક્રવત્તી પણ સ્વામીને નમન કરી, કરવાનાં કાર્યો મનમાં ચિંતવી ઈદ્રની જેમ પિતાની અયોધ્યા નગરીમાં આવ્યા. રાત્રે તેમણે ઈદ્રની અંગુલિનું આરોપણ કરીને ત્યાં અછાહૂિનકા ઉત્સવ કર્યો. પુરુષોનું કરાવ્ય ભકિતમાં અને સ્નેહમાં સરખું જ હોય છે, ત્યારથી ઇદ્રનો સ્તંભ રોપી લે કે એ સર્વત્ર ઈદ્રોત્સવ કરવા માડયો, જે અદ્યાપિ લોકોમાં પ્રવર્તે છે. સૂર્ય જેમ એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જાય, તેમ વ્યંજનરૂપી કમલને પ્રધા કરવા માટે ભગવાન શ્રી ઋષભસ્વામીએ અષ્ટાપદ પર્વત ઉપર અન્યત્ર વિહાર કર્યો. અહીં અયોધ્યામાં ભરતરાજાએ સર્વ શ્રાવકોને બોલાવીને કહ્યું – તમારે હમેશાં ભજનને માટે મારે ઘેર પધારવું. કૃષિ વિગેરે કાર્ય ન કરતાં તમારે સ્વાધ્યાયમાં પરાયણ રહીને, નિરંતર અપૂર્વ જ્ઞાનને ગ્રહણ કરવામાં તત્પર થવું. ભૂજન કરીને મારી સમીપ આવી દરરોજ તમારે આ પ્રમાણે બોલવું –ત્તિતમવાનું વર્દતે મીતરમામાં ન (તમે છતાયેલા છે, ભય વૃદ્ધિ પામે છે, માટે “આતમગુણને ન હો, ન હણો. ) ચકીનું એ વચન સ્વીકારી તેઓ હમેશાં ભરતરાયને ઘેર જમવા લાગ્યા અને પૂર્વોક્ત વચનને સ્વાધ્યાયની જેમ તત્પર થઈને પાઠ કરવા લાગ્યા. દેવતાઓની જેમ રતિમાં મગ્ન થયેલા અને પ્રમાદી એવા ચક્રવતી તે શબ્દને સાંભળવાથી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા –“અરે ! હું કેનાથી છતાએલે છું અને એ કષાયથી જ ભય વૃદ્ધિ પામે છે; તેથી આત્માને હણે નહીં, એવી રીતે આ વિવેકીઓ મને નિત્ય સ્મરણ કરાવે છે; તો પણ અહો ! મારું કેવું પ્રમાદીપણું અને કેવી વિષયલુબ્ધતા છે? ધર્મને વિષે મારું આ કેવું ઉદાસીપણું ! આ સંસારમાં મારે કેવો રાગ ! અને આ માટે મહાપુરુષને એગ્ય એ આચારને કે વિપર્યય કહેવાય ! આવા ચિંતવનથી સમુદ્રમાં ગંગાના પ્રવાહની જેમ એ પ્રમાદી રાજામાં ક્ષણવાર ધર્મધ્યાન પ્રવત્યું; પરંતુ પાછા વારંવાર શબ્દાદિક ઈદ્રિયાર્થમાં તે આસક્ત થવા લાગ્યા; કારણ કે ભેગફળકર્મને અન્યથા કરવાને કોઈ પણ સમર્થ નથી, એક વખત રસેડાના ઉપરીએ આવી મહારાજાને વિજ્ઞપ્તિ કરી કે “જન કરનારા. ઘણું થવાથી આ શ્રાવક છે કે અન્ય છે ? એમ જાણવામાં આવતું નથી.” તે સાંભળી ભારતરાયે આજ્ઞા આપી કે “તમે પણ શ્રાવક છે, માટે આજથી તમારે પરીક્ષા કરી ભજન આપવું. પછી તેઓ સર્વને પૂછવા લાગ્યા કે “તમે કોણ છે?” જે તેઓ કહે કે “અમે શ્રાવક છીએ તે “તમારામાં શ્રાવકનાં કેટલાં વ્રત છે ? એમ પૂછતાં તેઓ કહેતા કે અમારે નિરંતર પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રત છે. એવી રીતે પરીક્ષા કરેલા શ્રાવકને તેઓ ભરતરાજાને બતાવવા લાગ્યા, એટલે મહારાજા જ્ઞાન, દર્શન અને ચારિત્રના ચિહ્નવાળી ત્રણ રેખાઓ કાંકિણી રત્નથી ઉત્તરાસંગની જેમ તેમની શુદ્ધિને માટે કરવા લાગ્યા. એમ દરેક છ છ મહિને નવીન શ્રાવકની પરીક્ષા કરતા અને કાંકિણી રત્નથી તેઓને નિશાની કરતા હતા. ચિહ્નથી તેઓ ભેજન મેળવી નિ મહાન” ઈત્યાદિ પઠન ઊંચે સ્વરે કરવા લાગ્યા, તેથી તેઓ માત્ર એવા નામથી પ્રસિદ્ધ થયા. તેઓ પિતાના બાળકો સાધુઓને આપવા લાગ્યા. તેમાંથી કેટલાક વેચ્છાથી વિરક્ત થઈ વ્રત ગ્રહણ કરવા લાગ્યા અને પરિષહ સહન કરવાને અસમર્થ એવા કેટલાએક શ્રાવક થયા. કાંકિણું રત્નથી લાંછિત થયેલા તેઓને પણ નિરંતર ભજન મળવા લાગ્યું. રાજાએ એ લોકોને ભેજન આપ્યુ તેથી લોકો પણ તેમને જમાડવા લાગ્યા; કારણ કે પૂજિતે પૂજેલા સર્વથી
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy