SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ સર્ગ ૫ મે એવી રીતે કહીને સાહસિક પુરુષોમાં અગ્રણી અને મહાસત્ત્વવંત તે બાહુબલિએ ૩ગામેલી મુષ્ટિ વડે જ તૃણની જેમ પોતાના મસ્તક ઉપરના કેશને લેચ કર્યો. તે વખતે દેવતાઓએ “સાધુ સાધુ” એમ બોલી તેની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. પછી પાંચ મહાવ્રત ધારણ કરી તે મનમાં વિચારવા લાગ્યા–“હું હમણ પિતાજીના ચરણકમલ સમીપે નહીં જાઉં; કારણ કે હમણાં જવાથી પૂર્વે વ્રત ગ્રહણ કરનારા અને જ્ઞાનવાન એવા મારા નાના ભાઈઓમાં મારું લઘુપણું થાય માટે હાલ : ઇઓમાં માર: લઘપણ થાય. માટે હાલ તે અહી જ રહી ધ્યાનરૂપી અગ્નિથી ઘાતી કર્મને બાળી દઈ (ક્ષય કરી ) કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, પછી વામીની પર્ષદામાં જઈશ.' એ નિશ્ચય કરી એ મનસ્વી બાહુબલિ પોતાના બે હાથ લાંબો કરી રત્નપ્રતિમાની જેમ ત્યાં જ કાર્યોત્સર્ગ કરીને રહ્યા. પોતાના ભાઈની તેવી સ્થિતિ જોઈ ભરતરાજા પિતાના કુકર્મને વિચારી જાણે પૃથ્વીમાં પેસી જવાને ઈરછતા હોય તેમ નીચી ગ્રીવા કરી ઊભા રહ્યા, પછી જાણે મૂર્તાિમાન્ શાંતરસ હોય તેવા પોતાના ભાઈને કિંચિત્ ઉષ્ણુ અશ્રુથી જાણે બાકી રહેલ કોપને તજી દેતા હોય તેમ ભરતરાજાએ પ્રણામ કર્યો. પ્રણામ કરતી વખતે બાહુબલિના નખરૂપી દર્પણમાં સંક્રાંત થવાથી, જાણે અધિક ઉપાસના કરવાની ઈચ્છાથી તેમણે જુદાં જુદાં રૂ૫ ગ્રહણ કર્યા હોય તેવા જણાવા લાગ્યા. પછી બાહુબલિમુનિના ગુણસ્તવનપૂર્વક તેઓ અપવાદરૂપ રંગની ઔષધિ જેવી પોતાની નિંદા આ પ્રમાણે કરવા લાગ્યા. “તમને ધન્ય છે કે તમે મારી અનુકંપાથી રાજ્યને પણ છોડી દીધું. હુ પાપી અને દુર્મદ છું કે જેથી મેં અસંતુષ્ટ થઈ તમને આવી રીતે ઉપદ્રવ કર્યો, જેઓ પોતાની શક્તિ જાણતા નથી, જે અન્યાય કરનારા છે અને જે લોભથી છતાયેલા છે તેઓ માં હું ધુરંધર છું. આ રાજ્યને સંસારરૂપી વૃક્ષના બીજરૂપ જેઓ જાણતા નથી તેઓ અધમ પુરુષ છે, હું તેઓથી પણ વિશેષ છું; કારણ કે તેવું જાણતાં છતાં હું આ રાજ્યને છોડતું નથી. તમે પિતાજીના ખરા પુત્ર છે કે જે પિતાના માર્ગને અનુસર્યા, હું પણ જે તમારા જેવો થાઉં તો પિતાજીને ખરે પુત્ર કહેવાઉં. એવી રીતે પશ્ચાત્તાપરૂપી જળથી વિષાદરૂપી પંકને દૂર કરી, ભરતરાજાએ બાહુબલિના પુત્ર ચંદ્રયશાને તેના રાજ્ય ઉપર બેસાડ્યો. ત્યાંથી આરંભીને જગતમાં સેંકડો શાખાવાળે ચંદ્રવંશ પ્રવર્તે તેવા પુરુષરત્નોની ઉત્પત્તિને એક હેતુરૂપ થઈ પડયો. પછી ભરતરાજા બાહબલિમુનિને નમી સ્વર્ગ રાજ્યલક્ષમીની સહોદરા જેવી પિતાની અયોધ્યા નગરીમાં સર્વ પરિવાર સહિત પાછા આવ્યા. ભગવાન બાહુબલિ જાણે પૃથ્વીમાંથી નીકળ્યા હોય અથવા જાણે આકાશથી ઉતર્યા હોય તેમ ત્યાં એકલા જ કાર્યોત્સર્ગ ધ્યાને રહ્યા. ધ્યાનમાં એકતાનવાળા બાહુબલિનાં બંને નેત્ર નાસિકા ઉપર વિશ્રાંત થયા હતા અને જાણે દિશાઓને સાધવાને શંકુ હોય તેવા તે નિષ્કપ રહેલા મહાત્મા મુનિ શોભતા હતા. અગ્નિના તણખા જેવી ઉષ્ણ વેળુને ફેંકનાર ગ્રીષ્મઋતુના વંટળીઆને વનના વૃક્ષની પેઠે તેઓ સહન કરતા હતા. અગ્નિના કુંડ જે મધ્યાહ્ન કાળનો રવિ તેમના મસ્તક ઉપર તપતા હતા, તથાપિ શુભધ્યાનરૂપ અમતમાં મગ્ન થયેલા તે મહાત્મા એને જાણતા પણ નહોતા. મસ્તકથી માંડીને પગના ફણા સુધી રજની સાથે મળવાથી પંકરૂપ થયેલા વેદજળવડે કાદવમાંથી નીકળેલા વરાહ જે તેઓ શોભતા હતા. વર્ષાઋતુમાં મોટી ઝડીવાળા પવનથી વૃક્ષોને ધ્રુજાવતી ધારાવૃષ્ટિઓથી પર્વતની જેમ મહાત્મા જરા પણ ચલાયમાન થતા ન હતા. નિર્ધાતના અવાજથી પર્વતના શિખરો કંપાવે એવા વિદ્યુત્પાત થતા હતા, તે પણું તેઓ
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy