SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ૧ ૧૫૩ મેળવી શકાય છે, પણ એવા ભ્રાતા કોઈપણ પ્રકારે મેળવી શકાતા નથી. મંત્રીએ ! આવી રીતે વર્ત્તવુ મને ઘટે છે કે નહીં ? તમે શા માટે ઉદાસીની જેમ મૌન ધરી રહ્યા છે. ? જે યથાર્થ હેાય તે કહેા.’ બાહુબલિના અવિનય અને પેાતાના સ્વામીની આવી ક્ષમા તેથી જાણે પ્રહારથી દુભાણા હોય તેમ સેનાપતિ સુષેણ ઓલ્યા “ઋષભસ્વામીના પુત્ર ભરતરાયને ક્ષમા કરવી યુક્ત છે, પણ તે કરુણાપાત્ર જનમાં ચાગ્ય છે. જે જેના ગામમાં વસે તે તેને આધીન થાય છે અને એ બહુખિલ તા એક દેશને ભોગવે છે તથાપિ વાણીથી પશુ તમને વશ નથી. પ્રાણને નાશ કરનાર છતાં પણ પ્રતાપને વધારે તેવા વૈરી સારા, પણ પેાતાના ભાઈના પ્રતાપના નાશ કરનાર ખંધુ શ્રેષ્ઠ નહીં. રાજાએ ભંડાર, સૈન્ય, મિત્ર, પુત્ર અને શરીરથી પણ પેાતાના તેજની રક્ષા કરે છે; કેમકે તેજ એ જ તેમનુ' જીવિત છે. આપને પોતાના રાજ્યથી પણ શું અપૂર્ણ હતુ. કે જેથી આ ષટખડના વિજય કર્યાં ? તે સઘળું તેજને માટે જ છે. એક વખત શીળરહિત થયેલી સતી સર્વથા અસતી જ કહેવાય, તેમ એક ઠેકાણે નાશ પામેલું તેજ સર્વ ઠેકાણે નાશ પામેલુ છે એમ સમજવું, ગૃહસ્થામાં દ્રવ્યના ભાઇઓ પ્રમાણે ભાગ પડે છે, તે પણ તેએ તેજને ગ્રહણ કરનારા ભાઇની ઘેાડી પણ ઉપેક્ષા કરતા નથી. અખિલ ભરતખ`ડના વિજય કર્યા છતાં જો આપના અહી અવિજય થાય તા સમુદ્ર ઉતરેલા પુરુષને ખાબોચિયામાં ડૂબી જવા જેવુ છે. કોઈ ઠેકાણે સાંભળ્યું છે અથવા જોયું છે કે ચક્રવર્તી ના પ્રતિસ્પદ્ધી થઈને કોઈ રાજા રાજ્ય ભોગવે હૈ પ્રભુ ! અવિનયીને વિષે ભ્રાતૃસ'ખ'ધના સ્નેહ રાખવા તે એક હાથવડે તાળી પાડવા જેવુ છે. વેશ્યાઓની જેવા સ્નેહરહિત બાહુબલિમાં ભરતરાજા સ્નેહવાળા છે, એમ કહેતા અમને જો આપ નિષેધ કરો તા ભલે નિષેધ કરો; પણ સર્વ શત્રુને જીતીને જ હું અંદર પ્રવેશ કરીશ.' એવા નિશ્ચયથી હજી સુધી નગર બહાર રહેલા ચક્રના આપ કેમ નિષેધ કરશેા ? ભ્રાતાના મિષથી શત્રુરૂપે રહેલા ખાહુબલિની ઉપેક્ષા કરવી આપને યુક્ત નથી; આ વિષે આપ બીજા મ`ત્રીઓને પણ પૂછે.” સુષેણુના એ પ્રમાણે ખેાલવા પછી મહારાજાએ બીજાઓની સન્મુખ જોયુ. એટલે વાચસ્પતિ જેવા સચિવાગણી એલ્યા-સેનાનીએ જે કહ્યું તે યુક્ત છે અને તેમ કહેવાને બીજો કાણુ સમર્થ છે ? જેએ પરાક્રમમાં અને પ્રયાસમાં ભીરુ હોય તે પેાતાના સ્વામીના તેજની ઉપેક્ષા કરે છે. સ્વામીએ પેાતાના તેજને અર્થે આદેશ કરેલા અધિકારીએ પ્રાયઃ સ્વાર્થાનુકૂળ ઉત્તર આપે છે અને વ્યસન વધારે છે; પણ આ સેનાપતિ તા પવન જેમ અગ્નિના તેજને વધારે તેમ કેવળ આપના તેજની વૃદ્ધિને માટે જ છે. સ્વામિન્! આ સેનાપતિ ચક્રરત્નની જેમ શેષ રહેલા એક પણ શત્રુને જીત્યા સિવાય સ તાષ પામતા નથી, માટે હવે વિલંબ ન કરો. તમારી આજ્ઞાથી હાથમાં દંડ ગ્રહણ કરીને સેનાપતિ જેમ શત્રુને તાડન કરે, તેમ પ્રયાણભભા વજડાવા. સુધાષાના ઘાષથી દેવતાઓની જેમ ભંભાના નાદથી વાહન અને પરિવાર સહિત સૈનિકલેાકા એકઠા થાઓ અને સૂર્યંની જેમ ઉત્તર તરફ તક્ષશિલાપુરી પ્રત્યે, તેજની વૃદ્ધિને માટે આપ પ્રયાણ કરો. આપ પાતે જઈ ભાઈના સ્નેહ જુએ અને સુવેગે કહેલાં વચન સત્ય છે કે અસત્ય તેની ખાત્રી કરો.' સચિવનું તે વચન ભરતરાજાએ તેમજ થાએ' એમ કહી સ્વીકાર્યું, કારણ કે વિદ્યાના પરજનાનું વચન પણ યુક્ત હોય તો માને છે, પછી શુભ દિવસે યાત્રિક २०
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy