SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું ૧૫૧ ભક્તિને ઇચ્છતો કઈ પુરૂષ સંગ્રામમાં જવા માટે તૈયાર થતો હતો. તેને કોઈ આત પુરૂષે આવીને વાર્યો તેથી જાણે અનાસ હોય તેમ તેના ઉપર તે કોપ કરવા લાગ્યો. અનુરાગવડે પોતાના પ્રાણથી પણ રાજાનું પ્રિય કરવાને ઈચ્છતા લોકોને આ આરંભ માર્ગમાં ચાલ્યા જતા સુવેગના જોવામાં આવ્યો. યુદ્ધની વાત સાંભળીને તથા લોકોને વિષે થતી તૈયારી દેખીને, બાહુબલિને વિષે અદ્વૈત ભક્તિવાળા કેટલાક પર્વતના રાજાઓ પણ બાહુબલિની પાસે જવા લાગ્યા. ગોપના શબ્દથી ગયેની જેમ તે પર્વત રાજાઓએ કરેલા ગશગનો નાદ સાંભળી નિકુંજમાંથી હજારો કિરાત કો દોડીને આવવા લાગ્યા. તે શરીર કિરાતેમાંના કોઈ વાઘના પુછડાની ત્વચાથી, કઈ મેરના પિછાંથી અને કેઈ લતાઓથી વેગવડે પિતાનાં કેશપાસ બાંધવા લાગ્યા. કેઈ સર્પની ત્વચાથી, કોઈ વૃક્ષોની ત્વચાથી અને કઈ ઘેની ત્વચાથી પહેરેલા મૃગચર્મને બાંધવા લાગ્યા. કપિઓની પેઠે ઠેકતા તેઓ હાથમાં પાષાણ અને ધન લઇને સ્વામીભક્ત શ્વાનની પેઠે પોતાના સ્વામીને વીટાઇ વળવા લાગ્યા. તેઓ પરસ્પર બોલતા હતા કે “ભરતની એકેક અક્ષૌહિણી સેનાને ચૂર્ણ કરી આપણે મહારાજા બાહુબલિના પ્રસાદને બદલે આપીશું.' આવી રીતનો તેઓનો સકોપ આરંભ જેઈને સુવેગ મનમાં વિવેકબુદ્ધિથી વિચાર કરવા લાગે કે અહો ! આ બાબલિને વશ થયેલા તેના દેશના લોકો જાણે પોતાના પિતાનું વૈર હેય તેમ રણકર્મમાં કેવી ત્વરા કરે છે ! બાહુબલિના સૈન્યની પહેલાં રણત્રી ઈચ્છાવાળા આ કિરાત લોકો પણ આ તરફ આવનારા અમારા સૈન્યને હણવાનો ઉત્સાહ કરે છે. હું એ કોઈ માણસ અહીં જોતો નથી કે જે યુદ્ધને માટે તૈયાર થતો ન હોય ! તેમ એ પણ કોઈ નથી કે જે બાહુબલિને વિષે રાગી ન હોય ! આ બહલી દેશમાં હળધારી ખેડૂતો પણ શુરવીર અને સ્વામીભક્ત છે. આ દેશને એ પ્રભાવ હશે કે બાહુબલિમાં એ ગુણ હશે ? કદાપિ સામંત વિગેરે પાળાઓ તો મૂલ્યથી ખરીદ થઈ શકે, પણ બાહુબલિને તે સર્વ પૃથ્વી તેના ગુણથી વેચાણ થઈ પત્નીરૂપ થયેલી છે; માટે અગ્નિની પાસે તૃણસમૂહની જેમ બાહુબલિની આવી સેના પાસે ચક્રીની મોટી સેનાને પણ હું નાની માનું છું. આ મહાવીર બાહુબલિની આગળ ચક્રીને પણ અષ્ટાપદની પાસે હાથીને નાના બાળકની જેમ જૂન જાણું છું. જો કે બળવાનપણામાં પૃથ્વીમાં ચક્રવર્તી અને સ્વર્ગમાં ઈદ્ર વિખ્યાત છે, પરંતુ તે બંનેને અંતરવત્તિ હોય અથવા બંનેથી ઊર્વત્તિ (અધિક ) હેય એ આ ઋષભદેવજીનો લઘુપુત્ર જણાય છે. આ બાહુબલિની ચપેટિકાના ઘાત આગળ ચક્રીનું ચક્ર અને ઇંદ્રનું વજ પણ નિષ્ફળ છે એમ હું માનું છું. આ બળવાન બાહબલિને વિરાળે તે રીંછને કને પકડયા જેવું અને સપને મુષ્ટિથી પકડયા જેવું થયું છે. વાઘ જેમ એક મૃગને લઈ સંતુષ્ટ રહે તેમ આટલા ભૂમિમંડળને ઝડણ કરી સંતુષ્ટ રહેલ બાબલિને તરછોડી વ્યર્થ શત્રુરૂપ કર્યો છે. અનેક રાજાઓની સેવાથી મહારાજાને શું અપૂર્ણ હતું કે વાહનને માટે કેશરીસિંહને બેલાવવાની જેમ આ બાહુબલિને સેવા કરવા બેલા ? સ્વામીનાં હિતને માનનારા મંત્રીઓને અને મને પણ ધિક્કારે છે કે જેમણે આ કાર્યમાં શત્રુની પેઠે તેમની ઉપેક્ષા કરી. “સુવેગે જઈ ભરતને વિગ્રહ કરાવ્યો એમ મારે માટે લોકો બોલશે. અરે ! ગુણને દ્રુષિત કરનારા આ દ્રતપણાને ધિક્કાર છે !” રસ્તામાં નિરંતર આ પ્રમાણે વિચરતે નીતિજ્ઞ સુવેગ કેટલેક દિવસે અયોધ્યા નગરીમાં આવી પહોંચ્યા. દ્વારપાળ તેને સભામાં લઈ ગયા. તે પ્રણામ કરી અંજલિ જેડીને બેઠો એટલે ચક્રવતીએ તેને આદર સહિત પૂછયું—
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy