SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું ૧૪૭ તેમને બોલાવવાને દૂતો મોકલ્યા, કેમકે ઉત્કંઠા બળવાન છે. તેઓ કાંઈક વિચારીને ભરતરાય પાસે આવ્યા નહીં અને પિતાજીની પાસે જઈને તેમણે વ્રત ગ્રહણ કર્યું. હવે તેઓ નિરાગી હોવાથી તેમને કોઈ પિતાને કે પારકે નથી, તેથી તેનાથી મહારાજા ભરતનું ભ્રાતૃવાત્સલ્યનું કૌતુક પૂર્ણ થાય તેમ નથી માટે તમારે જે તેમના ઉપર બંધુપણાનો સ્નેહ હોય તો તમે ત્યાં પધારે અને મહીપતિના હૃદયમાં હર્ષ પમાડો. તમારા મોટા ભાઈ ઘણે કાળે દિગંતમાંથી આવ્યા છે તે છતાં તમે બેસી રહ્યા છો, તેથી તમે વજથી પણ અધિક કઠેર છે એમ હું તર્ક કરું છું, વડિલ બંધુની અવજ્ઞા કરે છે તેથી તમે નિર્ભયથી પણ નિર્ભય છે એમ હું માનું; કારણ કે શૂરવીરાએ પણ ગુરુજનને વિષે ભયથી વર્તવું જોઈએ. એક તરફ વિશ્વને વિજય કરનાર અને એક તરફ ગુરુનો વિનયી હોય તો તેમાં કોની પ્રશંસા કરવી એ પર્ષદાના લાકે એ વિચાર કરવાની જરૂર નથી; કેમકે ગુજને વિનય જ પ્રશંસાને યોગ્ય છે. આ તમારે અવિનય તે સર્વ‘સહ મહારાજા સહન કરશે પણ તેથી પિશુના લોકોને નિરંકુશ અવકાશ મળશે. પરંતુ તમારી અભક્તિને પ્રકાશ કરનારી પિલુન લેકની વાણીરૂપ તક (છાશ)ના છાંટા અનુક્રમે દૂધની જેમ મહારાજાના ચિત્તને દૂષણ પમાડશે. સ્વામીના સંબંધમાં પિતાનું અ૫ છિદ્ર હોય તે પણ રક્ષણીય છે; કેમ કે થોડાં છિદ્રવડે પણ પાણી સમગ્ર પાળનો નાશ કરે છે. “ આટલા વખત સુધી હું ન આવ્યો, હવે કેમ આવી શકું ? “ એવી તમે શંકા ન કરતાં હમણાં પણ ચાલે; કેમકે સારા સ્વામીએ ભૂલને ગ્રહણ કરતા નથી. આકાશમાં સૂર્ય ઉગવાથી જેમ ઝાકળ નાશ પામે તેમ તમારા ત્યાં આવવાથી પિશુન લોકોના મનોરથ નાશ પામશે. પર્વણીને દિવસે સૂર્યથી ચંદ્રની જેમ સ્વામીની સાથે સંગમ કરવાથી તમે તેજમાં વૃદ્ધિ પામે. સ્મામીની પેઠે આચરણ કરનારા ઘણુ બળવંત પુરુષે પિતાનું સેવ્યપણું છોડી દઈ તે મહારાજાની સેવા કરે છે. જેમ દેવતાઓને ઈદ્ર સેવવા યોગ્ય છે તેમ નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ ચક્રવતી સર્વ રાજાએ એ સેવવા યોગ્ય છે. તમે ફક્ત ચક્રવર્તી પણાનો પક્ષ લઈને પણ તેમની સેવા કરશે તે તેથી અદ્વૈત બ્રાતૃસૌહાર્દના પક્ષનો પણ ઉદ્યોત કરશે. કદાપિ મારે ભ્રાતા છે એમ ધારી તમે ત્યાં નહીં આવે તો તે પણ યુક્ત કહેવાશે નહીં; કેમકે આજ્ઞાને સાર જાણનારા રાજાઓ જ્ઞાતિભાવે કરીને પણ નિગ્રહ કરે છે. લેહચમ્મકથી લેઢાની જેમ પોતાના ઉત્કૃષ્ટ તેજથી આકૃષ્ટ થયેલા દેવ, દાનવ અને મનુષ્પો ભરતપતિની પાસે આવે છે. મહારાજા ભરતને ઇંદ્ર પણ અર્ધ આસન આપી મિત્રરૂપ થઈ ગયે છે, તે તેમને ફક્ત આગમન માત્રથી તમે કેમ અનુકૂળ કરતા નથી ? જો તમે વીરમાની થઈને તે મહારાજાનું અપમાન કરશે તો સૈન્ય સહિત તમે, તેના પરાક્રમરૂપ સમુદ્રમાં સાથુઆના ચૂર્ણને મુષ્ટિતુલ્ય છે એમ જાણજે. જાણે ચાલતા પર્વતે હોય તેવા ઐરાવત હસ્તી જેવા તેમના ચોરાશી લાખ હાથીઓ સામાં અવિતા હોય તો તેઓને કોણ સહન કરી શકે તેમ છે ? વળી કપાંત સમુદ્રના કલેલની પેઠે સમગ્ર પૃથ્વીને પ્લાવિત કરતા તેટલા જ અશ્વ અને રથે પણ કેણ રેકી શકે તેમ છે? છ— કેટી ગામના અધિપતિ એવા મહારાજા છ– કેટી પાલાએ સિંહની જેમ તેને ત્રાસ ન પમાડે ? તેમને એક સુષેણ સેનાપતિ હાથમાં દંડ લઈને આવતું હોય તો યમરાજની પેઠે તેને દેવ અને અસુરે પણ સહન કરી શકે તેમ નથી. સૂર્યને અંધકારની જેમ અમોઘ ચક્રને ધારણ કરનાર ભરતચક્રીને આ ત્રણ લેક પણ કાંઈ હિસાબમાં નથી; માટે બાહુબલિ ! તેજ અને વચમાં ચેષ્ઠ એવા તે મહારાજા રાજ્ય અને જીવિતની ઈચ્છાવાળા તમોએ સેવવા યોગ્ય છે.”
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy