SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું ૧૨૯ ચાલનારા જાત્ય મતંગજની જેમ ચક્રના અનુગત થઈ વૈતાઢય પર્વતે આવ્યા. જ્યાં સબરસ્ત્રીઓ શ્રી આદીશ્વર ભગવંતના અનિંદિત ગીતે ગાતી હતી એવા તે પર્વતના ઉત્તર નિતંબમાં મહારાજાએ છાવણી કરી. ત્યાં રહીને તેમણે નામિવિનમિ નામના વિદ્યાધરની ઉપર દંડને માગનારું બાણ પ્રેર્યું. બાણને જોઈ તે બંને વિદ્યાધરપતિએ ક્રોપાટેપ કરી પરસ્પર આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા. જબૂદ્વીપના ભરતખંડમાં આ ભરત રાજા પ્રથમ ચક્રવર્તી ઉત્પન્ન થયા છે. ઋષભકૂટ પર્વત ઉપર ચંદ્રબિંબની જેમ પિતાનું નામ લખીને પાછા વળતાં તે અહીં આવ્યા છે. હસ્તીના આરોહકની પેઠે તેણે વૈતાઢય પર્વતના પાર્શ્વ ભાગમાં પડાવ નાંખ્યો છે. બધે ઠેકાણે જય પામવાથી પોતાની ભુજામાં ગર્વિત થયેલે તે આપણી પાસેથી પણ જય મેળવવાને ઈચ્છે છે અને તેથી હું માનું છું કે તેણે આ ઉદંડ દંડરૂપ બાણ આપણી ઉપર નાંખ્યું છે. આવી રીતે વિચાર કરી તે બંને જણા યુદ્ધને માટે તૈયાર થઇ પોતાના સિન્યથી ગિરિશિખરને આચ્છાદન કરવા લાગ્યા. સૌધર્મ અને ઈશાનપતિના દેવસૈન્યની પેઠે તે બંનેની આજ્ઞાથી વિદ્યાધરનાં સૈન્ય આવવા લાગ્યાં. તેમના કિલકિલારવ શબ્દથી વૈતાઢય પર્વત હસતે હોય, ગાજતે હોય, અને ચોતરફ ફાટતે હોય તેમ જણાવા લાગ્યું. વિદ્યાધરેંદ્રના સેવકો વૈતાઢયગિરિની ગુફાની પેઠે સુવર્ણની વિશાળ દુંદુભિ વગાડવા લાગ્યા. ઉત્તર અને દક્ષિણ શ્રેણીના ભૂમિ, ગ્રામ અને શહેરના અધિપતિઓ રત્નાકરના પુત્ર હોય તેમ વિચિત્ર રત્નના આભરણ પહેરીને જાણે ગરુડ હોય તેમ અખલિત ગતિથી ગગનમાં ચાલવા લાગ્યા. નામિવિનમિની સાથે ચાલતાં તેઓ જાણે તેની બાજુ મૂર્તિઓ હોય તેવા જણાતા હતા. કોઈ વિચિત્ર માણેકની પ્રભાથી દિશાઓને પ્રકાશિત કરનારા વિમાનેમાં બેસીને વૈમાનિક દેવતાથી જુદા પડી ન શકે તેવી રીતે ચાલ્યા; કઈ પુષ્કરાવતના મેઘ જેવા મદબિંદુઓને વરસાવનારા અને ગજને કરનારા ગંધહસ્તી ઉપર બેસીને ચાલ્યા; કઈ ચંદ્ર અને સૂર્યના તેજથી વ્યાપ્ત થયા હોય તેવા સુવર્ણરત્નચિત રથમાં બેસીને ચાલ્યા; કેઈ ગગનમાં સારી ચાલથી ચાલતા અને અતિવેગથી શુભતા જાણે વાયુકુમાર દેવતા હોય તેવા ઘોડા ઉપર બેસી પ્રયાણ કરવા લાગ્યા અને કેટલાએક હાથમાં શસ્ત્રસમૂહ ધારણ કરી વજના કવચ પહેરી, વાંદરાઓની પેઠે ઠેકતા ઠેકતા પાયદળ થઈને ચાલ્યા. એવી રીતે વિદ્યાધરોના સૈન્યથી વીંટાયેલા અને યુદ્ધને માટે તૈયાર થયેલા નામિવિનમિ વૈતાઢય પર્વત ઉપરથી ઉતરી ભરતપતિના સમીપ ભાગે આવ્યા. આકાશમાંથી ઉતરતું વિદ્યાધરનું સૌન્ય મણિમય વિમાનો વડે જાણે આકાશને બહુ સૂર્યમય કરતું હોય, પ્રજવલિત હથિયારોથી જાણે વિદ્યમય કરતું હોય અને ઉદ્દામ હું દુભિના ધ્વનિથી જાણે ઘોષમય કરતું હોય તેમ જણાવા લાગ્યું. “અરે દંડાથી ! તું અમારી પાસેથી દંડ ગ્રહણ કરીશ ?” એમ ભાષણ કરતા, વિદ્યાથી ઉન્મત્ત થયેલા તે બંને વિદ્યાધરેએ ભરતપતિને યુદ્ધ કરવા બોલાવ્યા. પછી સૈન્ય સહિત તે બંનેની સાથે સમકાળે વિવિધ પ્રકારનાં યુદ્ધાથી યુદ્ધ થવા લાગ્યું, કેમકે જયલક્ષ્મી યુદ્ધથી જ ઉપાર્જન કરવા યોગ્ય છે. એ પ્રમાણે બાર વર્ષ સુધી યુદ્ધ કરીને છેવટે ચક્રવતીએ તે બંને વિદ્યાધરોને જીતી લીધા એટલે અંજલિ જોડી ભરતેશ્વરને પ્રણામ કરી તેઓ બોલ્યા હે કુળસ્વામિ ! સૂર્યથી અધિક બીજ તેજવંત નથી, વાયુથી અધિક કઈ વેગવંત નથી અને મોક્ષથી ઉપરાંત બીજું સુખ નથી તેમજ તમારાથી અધિક કોઈ શૂરવીર નથી. ૧૭
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy