SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ સર્ગ ૪ થે સમુદ્રના તટ ઉપર મહારાજાએ નવ જન વિસ્તારમાં અને બાર યોજન દીર્ઘપણામાં સ્કંધાવાર (લશ્કરને પડાવ) કર્યો. વિદ્ધકિરને ત્યાં સર્વ સૈન્ય માટે આવાસ બનાવ્યા અને ધર્મરૂપી હસ્તીની શાળારૂપ પૌષધશાળી પણ કરી. કેશરીસિંહ જેમ પર્વત ઉપરથી ઉતરે તેમ મહારાજા ભરત તે પૌષધશાળામાં અનુષ્ઠાન કરવાની ઈચ્છાથી હસ્તીનાં સ્કંધ ઉપરથી ઉતર્યા. સંયમરૂપી સામ્રાજયલક્ષમીના સિંહાસન જે દર્ભને નવીન સંથારો ત્યાં ચક્રવતીએ પાથર્યો. હૃદયમાં માગધતીર્થકમાર દેવને ધારીને તેમણે અર્થ-સિદ્ધિના આદિદ્વારરૂપ અષ્ટમ ભક્ત (અફૂમ)ને તપ કર્યો. પછી નિર્મળ વસ્ત્ર ધારણ કરી, અન્ય વસ્ત્ર, ફૂલની માળા અને વિલેપનને ત્યાગ કરી, શસ્ત્રને છોડી દઈ, પુણ્યને પોષણ કરવામાં ઔષધ સમાન પૌષધવત ગ્રહણ કર્યું, અવ્યય ૫દમાં જેમ સિદ્ધ રહે તેમ તે દર્ભના સંથારા ઉપર પૌષધવતી મહારાજા જાગ્રત અને ક્રિયા રહિતપણે રહ્યા. અષ્ટમને અંતે પૌષધવત પૂર્ણ કરી (પારી) શરદઋતુના વાદળામાંથી જેમ સૂર્ય નીકળે તેમ અધિક કાંતિવાળા ભરત રાજા પૌષધાગારમાંથી નીકળ્યા. પછી સર્વ અર્થને પ્રાપ્ત થયેલા નૃપતિએ સ્નાન કરીને બલિવિધિ કર્યો. કેમકે યથાર્થ વિધિને જાણનાર પુરુષો વિધિને ભૂલી જતા નથી. પછી પવનની જેમ વેગવાળા અને સિંહની જેવા ધીર અથી જેડેલા સુંદર રથમાં ઉત્તમ રથી ભરતરાય આરુઢ થયા, જાણે ચાલતો પ્રાસાદ હોય તેવા તે રથ ઉપર ઊંચી પતાકાવાળે વજસ્તંભ હો, શસ્ત્રાગારની પેઠે અનેક શ્રેણિથી તે વિભૂષિત હતા અને જાણે ચાર દિશાની વિજયલક્ષમીને બેલાવવાને માટે રાખી હોય તેવી પ્રણત્કાર શબ્દ કરતી ચાર ઘટાઓ તે રથની સાથે બાંધેલી હતી, તરતજે ઈંદ્રના સારથિ માતલિની જેમ રાજાના ભાવને જાણનારા સારથિએ રચિમનું ચાલન કરીને ઘડાને હંકાર્યા. મહાહસ્તીરૂપી ગિરિવાળે, મોટા શકટરૂપી મકરના સમૂહવાળે, ચપળ અધરૂપી કલેલવાળે, વિચિત્ર શસ્ત્રરૂપી ભયંકર સર્પોવાળે, ઉછળતી પૃથ્વીની રજરૂપી વેલાવાળે અને રના નિર્દોષરૂપી ગર્જનાવાળો જાણે બીજો સમુદ્ર હોય એવો તે રાજા સમુદ્રના તટ ઉપર આવ્યું. પછી મસ્યસમૂહના આરાવે કરીને જેમાં જળને નિર્દોષ વૃદ્ધિ પામે છે એવા તે સમુદ્રમાં તેમાં ચક્રવર્તીએ રથની નાભિ(ધરા) સુધી જળમાં રથને પ્રવેશ કરાવ્યું. પછી એક હાથ ધનુષના મધ્યભાગમાં રાખી -એક હાથ પણછને છેડે રાખી પણછ ચડાવીને પંચમીના ચંદ્રને અનુસરનારું ધનુષ કર્યું અને પિતાના હાથથી જરા ધનુષની પણછ ખેંચીને જાણે ધનુર્વેદને આદ્ય કાર હોય તેવા ઊચે પ્રકારે ટંકાર કર્યો. પછી પાતાળદ્વારમાંથી નીકળતા નાગની જેવું પિતાના નામથી અંકિત થયેલું એક બાણ ભાથામાંથી ગ્રહણ કર્યું. સિંહના કર્ણ જેવી મુષ્ટિવડે પુખડાના અગ્રભાગથી તેને પકડી રાખીને શત્રુઓમાં વજાદંડ સમાન તે બાણ પણછ સાથે જોડી દીધું. સેનાના કર્ણાભૂષણરૂપ પદ્મના નાળવાની તુલનાને ધારણ કરતું તે સુવર્ણમય બાણ ચક્રવતએ કણ સુધી આકર્ષણ કર્યું. મહીપતિના નખરત્નના પ્રસાર પામતાં કિરણોથી તે બાણ જાણે પિતાના સહોદરોથી વીંટાઈ રહ્યું હોય તેમ શોભતું હતું. આકર્ષણ કરેલા ધનુષના અંતરભાગમાં રહેલું તે પ્રદીપ્ત બાણ મૃત્યુના ફાડેલા મુખની અંદર ચંચળ જણાતી જિલ્લાની લીલાને ધારણ કરતું હતું. તે ધનુષના મંડળના ભાગમાં રહેલ મધ્ય લોકપાળ-ભરતરાજા, મંડળની અંદર રહેલા સૂર્યની પેઠે મહાદારૂણ લાગતા હતા. તે વખતે આ રાજા “મને સ્થાનથી ચલિત કરશે અથવા મારે નિગ્રહ કરશે એમ ધારીને હોય તેમ લવણસમુદ્ર શ્નોભ પામવા લાગ્યો. પછી પૃથ્વીપતિએ બહા૨, મધ્ય, મુખે અને પુંખડામાં નાગકુમાર, અસુરકુમાર અને સુવર્ણકુમારાદિક દેવતાઓએ અધિષિત કરેલા, દૂતની પેઠે આજ્ઞાકારી અને શિક્ષા અક્ષરવડે ભયંકર તે બાણને માગધ તીર્થના અધિપતિ ઉપર મૂકયું. ઉત્કટ
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy