SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૪ થી ૧૧૨ તેવા ઉજજવળ વસ્ત્ર પહેર્યાં. પછી જાણે યશરૂપી વૃક્ષેાના નવીન અંકુર હોય તેમ લલાટપટ્ટમાં માંગલ્યમય ચંદનનું તિલક તેણે ધારણ કર્યું.. આકાશમાર્ગ જેમ મોટા તારાઓના સમૂહને વહન કરે તેમ પેાતાના યશપુંજ જેવા ઉજજવળ મુક્તામય અલંકાર ધારણ કર્યાં. અને કલશવડે જેમ પ્રાસાદ શેલે તેમ પોતાના કિરણેાથી સૂર્યને લજ્જિત કરનાર મુગટવડે તે શાભિત થયા. વારાંગનાઓના કરકમલથી વાર વાર ઉત્સેપ થતા એને કણ ને આભૂષણરૂપ થયેલા બે ચામરોથી તેવિરાજવા લાગ્યા, લક્ષ્મીના સદનરૂપ કમલને ધારણ કરનારા પદ્મદ્રહવડે કરી જેમ ચૂલહિમવ`ત પર્વત શાલે તેમ સુવણૅના કળશને ધારણ કરનારા શ્વેત છત્રથી તે શેાભવા લાગ્યા અને જાણે હમેશાં પાસે રહેનારા પ્રતિહારો હોય તેવા સાળ હજાર યક્ષ્ા ભક્ત થઈ તેની આસપાસ વીંટાઈ રહ્યા. પછી ઈંદ્ર જેમ ઐરાવણ ઉપર આરૂઢ થાય તેમ ઊંચા કુંભસ્થળરૂપ શિખરથી દિશામુખને આચ્છાદન કરનારા કુંજરત્ન ઉપર તે આરૂઢ થયા. તત્કાળ ઉત્કટ મદની ધારાઓથી જાણે બીજો મેઘ હોય તેમ તે જાતિવ ́ત હસ્તીએ માટી ગર્જના કરી; જાણે આકાશને પલ્લવિત કરતા હોય તેમ હાથ ઊ'ચા કરી ખ'વૃિ દે એકી સાથે જય જય શબ્દ કર્યા; જેમ વાચાળ ગાયક પુરુષ અન્ય ગાયન કરનારીઓને ગવરાવે તેમ ઊ'ચા શબ્દ કરતા દુંદુભિ દિશાઓને નાદ કરાવવા લાગ્યા અને સર્વ સૈનિકોને ખેલાવવાના કામમાં તરૂપ થયેલા બીજા મ ́ગલમય શ્રેષ્ઠ વાજિત્રા પણ વાગવા લાગ્યા, જાણે ધાતુ સહિત પવતા હોય તેવા સિ`દુરને ધારણ કરનારા હાથીઓથી, અનેક રૂપે થયેલા રૈવત અશ્વના ભ્રમને કરાવનારા અનેક અશ્વોથી, પેાતાના મનારથ હાય તેવા વિશાળ રથાથી અને જાણે વશ કરેલા સિહા હોય તેવા પરાક્રમી પાયદળાથી અલંકૃત થયેલા મહારાજા ભરતેશ્વરે જાણે સૈન્યથી ઊડેલી રજવડે દિશાઓને વસ્ત્રવાળી કરતા હોય તેમ પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું. તે સમયે આકાશમાં ફરતા સૂના બિ ંબ જેવું, સહસ્ર યક્ષેાએ અધિષ્ઠિત કરેલુ ચક્રન સૈન્યની આગળ ચાલ્યુ. દરત્ન ધારણ કરનાર સુષેણ નામે સેનાનીરત્ન અન્ધરન ઉપર આરૂઢ થઇ ચક્રની પેઠે આગળ ચાલ્યા. જાણે સ શાંતિકવિધિમાં દંડધારી શાંતિમંત્ર હોય તેવા પુરોહિતરત્ન રાજાની સાથે ચાલ્યા. જગમ અન્નશાળા જેવું અને સૈન્યને માટે દરેક મુકામે દ્વિવ્ય ભાજન ઉત્પન્ન કરવામાં સમથ એવું ગૃહપતિન, વિશ્વકર્માની પેઠે સ્કધાવાર ( પડાવ) વિગેરે કરવાને સત્વર સમર્થ વદ્ધકિરન અને ચક્રવર્તીના સર્વ સ્કંધાવાર પ્રમાણુ વિસ્તાર પામવાની શક્તિવાળા હેાવાથી અદ્દભુત એવાં ચરત્ન અને છત્રરત્ન-એ સર્વ મહારાજાની સાથે ચાલ્યાં. કાંતિવડે સૂર્ય ચંદ્રની પેઠે અંધકારનો નાશ કરવામાં સમર્થ એવા મણિ અને કાંકિણી નામે જે રત્ન પણ ચાલ્યાં અને સુરઅસુરનાં ઉત્તમ અસ્રાના સારથી બનાવ્યું હોય તેવું પ્રકાશિત ખડ્ગરત્ન પણ નરપતિની સાથે ચાલવા લાગ્યુ. સૌન્ય સહિત ચક્રવતી ભરતેશ્ર્વર પ્રતિહારની જેમ ચક્રને અનુસરીને માર્ગે ચાલ્યા તે વખતે જ્યાતિષીઓની પેઠે અનુકૂળ પવને અને અનુકૂળ શુક્રનાએ તેના સર્વે પ્રકારે દિવિજય સૂચવ્યા. ખેડૂત હળવડે પૃથ્વીને સરખી કરે તેમ સૈન્યની આગળ ચાલતા સુષેણુ સેનાની દડરત્નથી વિષમ રસ્તાને સમ કરતા જતા હતા. સેનાના ચાલવાથી ઊડેલી રજવડે દુનિ થયેલુ. આકાશ રથ અને હસ્તીઓ ઉપરની પતાકારૂપ ગલીએવડે શેશભતુ હતુ, જેના છેવટ ભાગ જોવામાં આવતા નથી એવી ચક્રવર્તીની સેના અસ્ખલિત ગતિવાળી બીજી ગંગાનદી હોય તેવી જણાતી હતી. દિગ્વિજયના ઉત્સવને માટે રથ
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy