SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ સર્ગ ૩ જો કન્યા, ગાય અને ભૂમિ સંબંધી અસત્ય, થાપણ ઓળવવી અને ખોટી સાક્ષી પૂરવી એ પાંચ સ્થૂલ (મોટા) અસત્ય કહેવાય છે. દુર્ભાગ્ય, કાસીદુ, દાસત્વ, અંગને છેદ અને દરિદ્રતા એ અદત્તાદાન (ચેરી)ના ફળ જાણી સ્કૂલ ચૌર્યને ત્યાગ કરવો. નપુંસકપણું અને ઈદ્રિયને છેદ એ અબ્રહ્મચર્યનાં ફળ જાણી, સદ્દબુદ્ધિવંત પુરૂષે સ્વસ્ત્રીમાં સંતુષ્ટ થઈ પરસ્ત્રીનો ત્યાગ કરવો. અસંતોષ, અવિશ્વાસ, આરંભ અને દુઃખ-એ સર્વે પરિગ્રહની મૂચ્છના ફળ જાણી પરિગ્રહનું પ્રમાણ કરવું. (એ પાંચ અણુવ્રત કહેવાય છે.) દશે દિશામાં નિર્ણય કરેલી સીમાનું ઉલ્લંઘન ન કરવું તે દિગ્વિતિ નામે પ્રથમ ગુણવ્રત કહેવાય છે. જેમાં શક્તિપૂર્વક ભાગ ઉપભોગની સંખ્યા કરાય તે ભેગોપભોગપ્રમાણ નામે બીજું ગુણવ્રત કહેવાય છે, આનં-રોદ્ર-એ બે અપધ્યાન, પાપકર્મને ઉપદેશ, હિંસક અધિકરણનું આપવું તથા પ્રમાદાચરણ-એ ચાર પ્રકારે અનર્થદંડ કહેવાય છે. શરીરાદિ અર્થ. દંડના પ્રતિપક્ષીપણે રહેલ અનર્થદંડને ત્યાગ કરે તે ત્રીજુ ગુણવ્રત કહેવાય છે. આ અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને તથા સાવદ્ય કર્મને છોડી દઈ મુહૂર્ત (બે ઘડી) સુધી સમતા ધારણ કરવી તે સામાયિક વ્રત કહેવાય છે. દિવસ અને રાત્રિ સંબંધી દિગવતમાં પરિણામ કરેલું હોય તેનું સંક્ષેપન કરવું તે દેશાવકાશિક વ્રત કહેવાય છે. ચાર પર્વણીને દિવસે ઉપવાસ વિગેરે તપ કર, કુવ્યાપાર (સંસાર સંબંધી વ્યાપાર)ને ત્યાગ કરે, બ્રહ્મચર્ય પાળવું અને બીજી સ્નાનાદિક ક્રિયાનો ત્યાગ કરે તે પૌષધવ્રત કહેવાય છે. અતિથિ (મુનિ)ને ચતુર્વિધ આહાર, પાત્ર, વસ્ત્ર અને સ્થાન (ઉપાશ્રય) નું દાન કરવું તે અતિથિસંવિભાગ નામે વ્રત કહેવાય છે. મોક્ષની પ્રાપ્તિ માટે યતિ અને શ્રાવકોએ સમ્યફ એવા ત્રણ રત્નાની હમેશાં ઉપાસના કરવી.” આ પ્રમાણેની દેશના સાંભળીને તરત જ ભારતના પુત્ર ઋષભસેને પ્રભુને નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરી સ્વામિન્ ! કષાયરૂપી દાવાનલથી દારુણ એવા આ સંસારરૂપી અરણ્યમાં આપે નવીન મેઘની જેમ અદ્વિતીય તસ્વામૃતને વરસાવ્યું છે. હે જગત્પતિ ! જેમ ડૂબતા માણસોને વહાણ મળે, તૃષિત જનોને પાણીની પરબ મળે, શીતાત્ત જનોને અગ્નિ મળે, તાપાત્ત જનાને વૃક્ષની છાયા મળે, અંધકારમાં મગ્ન થયેલાને દીવ મળે, દરિદ્રીને નિધાન મળે; વિષ પીડીતને અમૃત મળે, રેગી જનને ઔષધિ મળે, દુષ્ટ શત્રુઓએ આક્રાંત કરેલા લોકેને કિલ્લાને આશ્રય મળે તેમ સંસારથી ભય પામેલા પ્રાણીઓને તમે પ્રાપ્ત થયા છે; માટે હે દયાનિધિ ! રક્ષા કરે; રક્ષા કરો. પિતા, માત, ભ્રાતા, ભત્રીજા અને બીજા સ્વજનો, જેઓ આ સંસારભ્રમણમાં એક હેતુરૂપ છે અને તેથી અહિતકારી હોય તેવા છે તેઓની શું જરૂર છે? હે જગતશરણ્ય ! હે સંસારસમુદ્રમાંથી તારનાર ! મેં તો આપને આશ્રય કર્યો છે માટે મને દીક્ષા આપે અને મારા ઉપર પ્રસન્ન થાઓ.’ એ પ્રમાણે કહીને ઋષભસેને ભરતના બીજા પાંચશે પુત્ર અને સાતશું પૌત્રની સાથે વ્રત ગ્રહણ કર્યું. સુરઅસુરોએ કરેલે પ્રભુનો કેવળજ્ઞાનમહિમા જેઈને ભારતના પુત્ર મરીચિએ પણ વ્રત ગ્રહણ કર્યું. ભારતે આજ્ઞા આપવાથી બ્રાહ્મીએ પણ વ્રત ગ્રહણ કર્યું, કેમકે લઘુકર્મવાળા ને ઘણું કરીને ગુરુનો ઉપદેશ સાક્ષીમાત્ર જ હોય છે. બાહુબલિએ મુક્ત કરેલી સુંદરી પણ વ્રત ગ્રહણ કરવાની ઈચ્છા ધરાવતી હતી, પણ ભરતે નિષે ૨ કર્યો એટલે તે પ્રથમ શ્રાવિકા થઈ. પ્રભુના સમીપે ભરતે શ્રાવકપણું અંગીકાર કર્યું, કેમકે ભેગકમ ભેગવ્યા સિવાય વ્રત(ચારિત્ર) પ્રાપ્ત થતું નથી. મનુષ્ય, તિર્યંચ અને દેવતાએની પર્ષદામાંથી કોઈએ વ્રત ગ્રહણ કર્યું. કેઈ શ્રાવકત્વ પામ્યા અને કોઈએ સમક્તિ ધારણ કર્યું. પેલા રાજતાપસ માંથી કચ્છ અને મહાકછ સિવાય બીજા સર્વેએ સ્વામીની
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy