SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ સર્ગ ૩ જે વિરોધીઓને પણ પરસ્પર વેર નથી તેમ કોઈને એક બીજાનો ભય નથી. બીજા ગઢની અંદર તિર્ય“ચે આવીને બેઠા ત્રીજા ગઢના મધ્યમાં સર્વનાં વાહનો રહ્યાં. ત્રીજા ગઢની બહારના ભાગમાં કેટલાક તિર્યંચા, મનુષ્ય અને દેવતાઓ પ્રવેશ કરતા અને નીકળતા દેખાતા હતા. એવી રીતે સમવસરણની રચના થયા પછી સૌધર્મક૯૫ને ઇદ્ર અંજલિ જેડી, જગત્પતિને નમસ્કાર કરી, રોમાંચિત થઈ આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્ય-“હે સ્વામિન્ ! બુદ્ધિને દરિદ્ર એ હું ક્યાં અને ગુણના પર્વત એવા આપ કયાં ? તથાપિ ભક્તિએ અત્યંત વાચા કરેલા હું આપની સ્તુતિ કરું છું. હે જગતે ! ૨૩ રત્નાકર શોભે તેમ આપ એક જ અનંત જ્ઞાન, દર્શન, વીર્ય અને આનંદથી શો છો. હે દેવ ! આ ભરતક્ષેત્રમાં ઘણું કાળથી નષ્ટ થયેલ ધર્મ રૂપ વૃક્ષને પુનઃ ઉત્પન્ન કરવા માં તમે બીજ સમાન છે. વળી હે પ્રભુ ! તમારા મહાસ્યનો કાંઈ અવધિ નથી, કારણ કે પેતાને સ્થાનકે રહેલા અનુત્તર વિમાનને દેવાના સંદેહને તમે અહી રહ્યો છતાં જાણે છે અને તે સંદેહનું નિવારણ પણ કરે છે. મ્હોટી ઋદ્ધિવાળા અને કાંતિથી પ્રકાશી રહેલા આ સર્વ દેવતા એનો જે સ્વર્ગમાં નિવાસ છે તે તમારી ભક્તિના લેશમાત્રનું ફળ છે. મૂર્ખ જનને ગ્રંથન અભ્યાસ જેમ કલેશને અર્થે જ થાય છે તેમ તમારી ભક્તિ વિનાનાં મનુષ્યોના મેટા તપ પણ શ્રમને માટે જ થાય છે. હે પ્રભુ ! તમારી સ્તુતિ કરનાર અને તમારો શ્રેષ કરનાર બંને ઉપર તમે તે સમાન દષ્ટિવાળા છે, પરંતુ તેઓને શુભ અને અશુભ એમ ભિન્ન ભિને ફળ થાય છે તેથી અમને આશ્ચર્ય થાય છે. હે નાથ ! મને સ્વર્ગની લક્ષ્મીથી પણ સંતોષ નથી તેથી હું એવું માગું છું કે મારી તમારે વિષે અક્ષય અને અપાર ભક્તિ થાઓ.” એ પ્રમાણે સ્તુતિ કરી, નમસ્કાર કરી નારી, નર, નરદેવ અને દેવતાઓને અગ્રભાગે ઇંદ્ર અંજલિ જોડી રાખીને બેઠા. અહીં અયોધ્યા નગરીમાં વિનયી ભરત ચક્રવર્તી મરુદેવા માતાને નમસ્કાર કરવાને માટે પ્રાતઃકાળે ગયા. પિતાના પુત્રના વિરહથી ઉત્પન્ન થયેલા અવિશ્રાંત અબુજળથી આંખમાં પડળ આવી જવાને લીધે જેનાં નેત્રકમલ લુપ્ત થઈ ગયા છે એવા પિતામહીને ‘આ તમારે જ્યેષ્ઠ પૌત્ર ચરણકમલમાં નમસ્કાર કરે છે” એમ જણાવી ભારતે પ્રણામ કર્યો. સ્વામિની મરુદેવાએ ભરતને આશીષ આપી અને પછી જાણે હૃદયમાં શેક સમાયે ન હોય તેમ તેમણે વાણીને ઉદ્દગાર કહેવા માંડયે-- “હે પૌત્ર ભરત ! મારે પુત્ર ષભ મને, તને, પૃથ્વીને, પ્રજાને અને લક્ષમીને તૃણની જેમ છોડી એકાકી ચાલે ગ, તથાપિ આ મરુદેવા મૃત્યુ પામી નહી ! મારા પુત્રના મસ્તક ઉપર ચંદ્રના આતય ની કાંતિ જેવું છત્ર રહેતું હતું તે ક્યાં અને હાલ છત્ર રહિત થવાથી સર્વ અંગને સંતાપ કરનારા સૂર્યને તાપ લાગતો હશે તે કયાં ? પ્રથમ તે લીલા સહિત ગતિવાળા હસ્તી વિગેરે વાહનોમાં બેસીને તે ફરતો અને હાલ પથિકની જેમ પગે ચાલે છે ! પ્રથમ તે મારા પુત્રને વારાંગનાઓ મનહર ચામર ઢળતી અને હાલ તે ડાંસ તથા મસલાને ઉપદ્રવ સહન કરે છે ! પ્રથમ તે દેએ લાવેલ દિવ્ય આહારનું ભજન કરતો અને હાલ અભજન સરખું ભિક્ષાભૂજન કરે છે ! મોટી ઋદ્ધિવાળા તે પ્રથમ રત્નના સિંહાસન ઉપર બેસતે અને હાલ ગેંડાની પેઠે આસનરહિત રહે છે ! પુરરક્ષક અને શરીરરક્ષકોથી રક્ષણ કરેલા નગરમાં તેની સ્થિતિ હતી તે હાલ સિંહ વિગેરે દુષ્ટ સ્થાપના સ્થાનરૂપ વનમાં નિવાસ કરે છે ! કર્ણને વિષે અમૃતરસાયનરૂપ દિવ્યાંગનાનું ગાયન સાંભળનારો તે હાલ ઉન્મત્ત સર્પના કર્ણને વિષે સોય સમાન કુંફાડા સાંભળે છે, જ્યાં તે પૂર્વ સ્થિતિ
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy