SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ સર્ગ ૩ જે એ મારે મરથ ખારી જમીનમાં વાવેલાં વૃક્ષબીજની પેઠે વ્યર્થ થયે. લોકોના અનગ્રહની ઈરછાથી મેં ઘણો વિલંબ કર્યો, તેથી મને ધિક્કાર છે ! આવા સ્વાર્થને બ્રશવડે મારી ભૂખ તા પ્રગટ થઈ ! સ્વામીના ચરણકમળને અવલોકન કરવામાં અંતરાય કરનારી આ ઐરિણું રાત્રિને અને મારી મતિને ધિક્કાર છે ! સ્વામીને હું આ વખતે તે નથી તેથી આ પ્રભાત પણ અપ્રભાત છે, ભાનુ પણ અભાન છે અને નેત્ર પણ અનેત્ર છે. અહા ! ત્રિભુવનપતિ રાત્રે આ સ્થળે પ્રતિમારૂપે રહ્યા અને નિલ જજ બાહુબલિ પિતાના મહેલમાં સૂઈ રહ્યો !” આવી ચિંતાથી વ્યાપ્ત થયેલા બાહુબલિને જોઈ શકરૂપી શલ્યને વિશલ્ય કરનારી વાણીથી તેના મુખ્ય સચિવે કહ્યું- હે દેવ ! મેં અહીં આવેલા સ્વામીને જોયા નહી' એવો શેક શા માટે કરે છે ? કેમકે તે પ્રભુ હંમેશાં તમારા હૃદયમાં વાસ કરીને રહેલા દેખાય છે. વળી અહી તેમના વજ, અંકુશ, ચક્ર, કમલ, વજ અને મત્સ્યથી લાંછિત થએલા ચરણન્યાસ જેવાથી ભાવવડે સ્વામીને જ જોયા છે એમ માનો.” સચિવનાં એ પ્રમાણેનાં વાકયો સાંભળી અંતઃપુર અને પરિવાર સહિત સનંદાના પુત્ર બાહુબલિ પ્રભના તે ચરણબિંબને વંદના કરી. આ ચરણબિંબને હવે પછી કોઈ અતિક્રમ ન કરે એવી બુદ્ધિથી તેની ઉપર તેણે રત્નમય ધર્મચક સ્થાપન કર્યું. આઠ આયેાજન વિસ્તારવાળું, ચાર યોજન ઊંચું અને સહસ્ત્ર આરાવાળું તે ધર્મોચક જાણે આખુ સૂર્યબિંબ હોય એવું શાભવા લાગ્યું. ત્રણે જગતપતિ પ્રભુના અતિશયના પ્રભાવથી દેવતાઓથી પણ થવું દુષ્કર એવું તે ચક્ર બાહુબલિએ જોયું. પછી તત્કાળ તેણે સર્વ જગ્યાએથી લાવેલાં પુષ્પથી તેની પૂજા કરી, તેથી જાણે ત્યાં ફૂલને પર્વત હોય એવું જણાવા લાગ્યું. નંદીશ્વરદ્વીપે જેમ ઇદ્ર અઠ્ઠાઈ મહોત્સવ કરે તેમ તેણે ત્યાં ઉત્તમ સંગીત અને નાટકાદિકથી અદ્દભુત અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. પછી તેની પૂજા કરનાર તથા રક્ષા કરનાર માણસને તે ઠેકાણે નિરંતર રહેવાની આજ્ઞા કરી તથા ચક્રને નમસ્કાર કરી બાહુબલિ રાજા પિતાની નગરીમાં ગયે. એ પ્રમાણે પવનની પેઠે સ્વતંત્રપણે અને અખલિત રીતે વિહાર કરનારા, વિવિધ પ્રકારના તપમાં નિષ્ઠા રાખનારા, જુદા જુદા પ્રકારના અભિગ્રહ કરવામાં ઉદ્યક્ત, મીનપણું ધારણ કરેલ હોવાથી યવનડેબ વિગેરે મ્લેચ્છ દેશોમાં રહેનારા અનાર્ય પ્રાણીઓને પણ દર્શનમાત્રથી ભદ્રિક કરનારા અને ઉપસર્ગ તથા પરિષહને સહન કરનારા પ્રભુએ એક હજાર વર્ષ એક દિવસની જેમ વ્યતીત કર્યા. અનુક્રમે તેઓ મહાનગરી અયોધ્યાના મતાલ નામના શાખાનગરે આવ્યા. તેની ઉત્તર દિશામાં જાણે બીજું નંદનવન હોય તેવા નામના ઉદ્યાનમાં પ્રભુએ પ્રવેશ કર્યો. અષ્ટમ તપ કરીને વટવૃક્ષ નીચે પ્રતિમારૂપે રહેલા પ્રભુ અપ્રમત્ત નામના ગુણસ્થાનને પામ્યા. પછી અપૂવકરણમાં આરઢ થઈ વિચાર, પ્રથકવિતક* નામના શુકલધ્યાનના પહેલા પાયાને પ્રાપ્ત થયા. ત્યાર પછી "અનિવૃત્તિબાદર ગુણઠાણાને તથા સૂમસં૫રાય ગુણઠાણાને પામીને તે જ ધ્યાનવડે ક્ષણવારમાં ચૂર્ણ કરેલા એવા લેભને હણીને પછી એકબુતઅવિચાર નામના શુકલધ્યાનમાં બીજા પાયાને પામીને અંત્યક્ષણે ક્ષણવારમાં ક્ષીણમોહ નામના ગુણઠાણને પ્રાપ્ત થયા, પછી પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનારવણીય અને પાંચ પ્રકારના અંતરાયકર્મને નાશ કરવાથી સર્વ ઘાતિકર્મનો તેમણે નાશ કર્યો. એ પ્રમાણે વ્રત લીધા બાદ સહસ્ત્ર વર્ષ વીત્યા પછીના ફાલ્ગન માસની કbણ એકાદશીને દિવસે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યા હતા એવે વખતે પ્રાતઃકાળમાં ૧ શાખાનગર–પરૂં ૨ સાતમું ગુણઠાણું ૩ આઠમું ગુણઠાણું. ૪ શુકલધ્યાનને પહેલો પા. ૫ નવમું ગુણઠાણું. ૬ દશમું ગુણઠાણું. ૭ બારમું ગુણઠાણું. ડરમુખ
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy