SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ૧ લુ ૯૩ કરવા યુક્ત છે. ગયેલા દિવસેાની પેઠે હજી પણ આહાર નહીં લેતાં હું અભિગ્રહ કરીને રહીશ તા મારું શરીર તેા રહેશે; પરંતુ જેમ આ ચાર હજાર મુનિઓ, ભાજન નહીં મળવાથી પીડિત થઈ ભગ્ન થયા તેમ ખીજા મુનિએ ભગ પામશે.' આવેા વિચાર હ્રદયમાં ધારીને પ્રભુ ભિક્ષા માટે સર્વ નગરમાં મ`ડનરૂપ ગજપુર નગરે આવ્યા. તે નગરમાં આહુબલીના પુત્ર સેામપ્રભ રાજાના શ્રેયાંસ નામે કુમારે તે સમયે સ્વપ્નમાં એવું જોયુ કે · ચાતરફ કાંઈ શ્યામ થયેલા એવા સુવર્ણગિરિ (મેરુ)ને મેં દૂધના ઘડાથી અભિષેક કરીને ઉજજવળ કર્યાં.' સુબુદ્ધિ નામના શેઠે એવું સ્વપ્ન જોયુ કે સૂર્યથી ચવેલાં સહસ્ર કિરણા શ્રેયાંસકુમારે પાછા સૂર્ય માં આરોપણ કર્યા અને તેથી સૂર્ય અતિ પ્રકાશમાન થયા.' સામયશા રાજાએ એવુ` સ્વપ્ન જોયું કે ‘ ઘણા શત્રુઓએ ચાતરફ રૂંધેલા કોઈ રાજાએ પાતાના પુત્ર શ્રેયાંસની સહાયથી જય મેળવ્યેા.' ત્રણે જણાએ પોતપાતાના સ્વપ્નના વૃત્તાંત પરસ્પર કહ્યો પણ તેને નિણુચ નહી કરી શકવાથી પાછા પાતપેાતાના સ્થાન પ્રત્યે ગયા. જાણે તે સ્વપ્નના નિર્ણય પ્રગટ કરવાનું ધારતા હોય તેમ પ્રભુએ તે જ દિવસે ભિક્ષાને માટે હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યાં. એક સંવત્સર સુધી નિરાહાર રહેલા છતાં પણ ઋષભની લીલાથી ચાલ્યા આવતા પ્રભુ હ સહિત નગરલેાકેાના જોવામાં આવ્યા. પ્રભુને જોઈ પૌરાકેા સભ્રમથી ઊઠી દોડીને પરદેશથી આવેલા બંધુની પેઠે તેમની આસપાસ વી'ટળાઈ વળ્યા. કાઈ કહેવા લાગ્યા-હે પ્રભુ ! તમે અમારા ઘર ઉપર અનુગ્રહ કા, કેમ કે વસંતઋતુની પેઠે તમે ચિરકાળે દેખાયા છે. કોઈ કહે-સ્વામિનૢ ! સ્નાન કરવાને ચાગ્ય જળ, તેલ, વસ્ત્ર અને પીડી વિગેરે પદાર્થ તૈયાર છે, તેથી આપ સ્નાન કરા અને પ્રસન્ન થાઓ. કોઈ કહે-હે ભગવંત ! મારાં ઉત્તમ ચંદન, કપૂર, કસ્તુરી અને યજ્ઞક મને ઉપયાગમાં લાવી મને કૃતાર્થ કરો. કાઈ કહે-હે જગરન ! કૃપા કરી અમારા રત્ન અલકારાને આપના અંગમાં આરોપણ કરી અલ'કૃત કરી. કાઈ કહે હે સ્વામિન્ ! મારે મંદિરે પધારી આપના અંગને અનુકૂલ રેશમી વસ્ત્ર પહેરી તેને પવિત્ર કરો. કોઈ કહે-હે દેવ ! દેવાંગના જેવી મારી ન્યાને આપ ગ્રહણ કરી, આપના સમાગમથી અમે ધન્ય થયા છીએ. કાઈ કહે હે રાજકુંવર ! ક્રીડાથી પણ આપ પગે શા માટે ચાલેા છે ? પર્વત જેવા આ મારા કુંજર ઉપર આરૂઢ થાઓ. કાઈ કહે–સૂર્યાધ સમાને મારા ઘોડાને આપ ગ્રહણ કરો, આતિથ્યનું ગ્રહણ ન કરવાથી અમને અયેાગ્ય કેમ કરેા છે ? કઈ કહેવ આ જાતિવ`ત ઘેાડાએ જોડેલા મારા રથને સ્વીકાર કરો. આપ સ્વામી જ્યારે પગથી ચાલે! ત્યારે એ રથની અમારે શુ જરૂર છે ? કેાઇ કહે-હે પ્રભુ ! આ પાકા આમ્રફળને આપ ગ્રહણ કરો, સ્નેહીજનેાનુ અપમાન ન કરવું જોઇએ. કાઇ કહે હું એકાંતવત્સલ !. આ તાંબુલવલ્લીનાં પત્ર અને સેાપારી પ્રસન્ન થઇને ગ્રહણ કરો. કોઇ કહે-હે સ્વામી ! અમે શે અપરાધ કર્યો છે કે આપ સાંભળતા જ ન હેા તેમ ઉત્તર આપતા નથી ? એવી રીતે લેાકે તેમની પ્રાર્થના કરતા હતા તથાપિ તે સર્વ વસ્તુને અકલ્પ્ય જાણી તેમાંનુ કાંઇ પણ ન સ્વીકારતાં ચંદ્ર જેમ નક્ષત્રે નક્ષત્રે ફરે તેમ પ્રભુ ઘેર ઘેર ફરતા હતા. પક્ષીઓના પ્રાતઃકાળના કાળાહળની પેઠે નગરજનાના તે કોલાહલ પેાતાના ભુવનમાં રહેલા શ્રેયાંસના સાંભળવામાં આવ્યેા. તેણે ‘એ શું છે ?' તે જાણવાને છડીદાર માકલ્યા. તે છડીદાર સ વૃત્તાંત જાણી પાછે આવી અ'જિલ જોડી આ પ્રમાણે કહેવા લાગ્યા- રાજાઓની પેઠે પાતાના મુગટાથી ઇંદ્રો દૃઢ ભક્તિથી જેમનુ સેવન કરે છે, ભૂતલનેા સ્પર્શ કરી પાદપીઠ આગળ આળાટતા સૂર્ય જેમ પદાર્થોને ખતાવે તેમ જેઓએ આ
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy