SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય અપાર અને અગાધ એવા સંસાર સમુદ્રમાં ખપેલા ભવ્યજીવો માટે અમોઘ અને અપ્રતિમ એવા જિનશાસનની ઉજ્વળ પાટ પરંપરાની પુસ્તકમાં સોનેરી પાનું લખનારા સંઘહિતચિંતક શાસન પ્રભાવક અમારી સંસ્થાના પ્રેરક પ.પૂ આ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજીની જન્મશતાબ્દી વર્ષ એટલે શતાધિક ગ્રંથોનું પ્રકાશન વર્ષ. અમારી દિવ્યદર્શન ટ્રસ્ટ સંસ્થા થકી અઘાવધિ અનેક ગ્રંથો પ્રકાશિત થયા છે, પરંતુ આ વર્ષે ભુવનભાનુસૂરિજન્મશતાબ્દી નિમિત્તે અમારા સંસ્યારૂપી દિવડામાં કાંઈક નવલું ઘી નંખાયું છે કે જેના પ્રભાવે તેનો પ્રકાશ આ વર્ષે નવલો રંગ લાવ્યો છે. આ અપૂર્વ પ્રકાશમાં આજે સટીક પિણ્ડનિયુક્તિ નામનું તેજ કિરણ ઊમેરાતા હૈયે અપાર આનંદ છે. આ સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલા અનેક ગ્રંથો કરતા પ્રસ્તુત ગ્રંથ કાંઈક વિશેષતાઓથી સભર છે. સૌ પ્રથમ આ ગ્રંથની પ્રસ્તુત ટીકા અઘયાવત્ અમુદ્રિત તથા અપ્રકાશિત હતી. તથા આ ટીકા બે મહાપુરૂષના પવિત્ર હસ્તથી આલેખિત છે. સ્થાપનાદોષ સુધી ૧૪૪૪ ગ્રંથના રચયિતા યાકિનીમહત્તરાસૂનુ શ્રી હરિભદ્રસૂરિજીએ લખેલી છે અને અવશિષ્ટ અંશ પરમ પૂજ્ય શ્રી દેદાચાર્યજીના શિષ્ય ૫.૫ વિદ્વાન શ્રી વીરાચાર્યજીએ પરિપૂર્ણ કર્યો છે. અદ્યાવધિ એવી પ્રચલિત માન્યતા ચાલતી હતી કે યાકિનીમહત્તરાસૂન પ.પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિજીની પ્રસ્તુતગ્રંથ ઉપર રચેલી ટીકા કમનસીબે કાળગર્તામાં વિલીન થઈ ગઈ છે. પરંતુ આગમપિપાસુઓના પરમપુણ્યોદયે તે અમૂલ્ય ટીકા મળી આવતા તેનું પ્રકાશન કરવા અમારી સંસ્થાનો ઉત્સાહ આજે આકાશને આંબે છે. સિદ્ધાંતદિવાકર નિર્મળપુણ્યનાસ્વામી સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ.આ. શ્રીમ વિજય જયઘોષસૂરિજીના કૃપાપાત્ર પટ્ટધર શિષ્ય સર્વતોમુખી પ્રતિભાસંપન્ન સંઘશાસનકૌશલ્યાધાર પ.પૂ. આ.શ્રીમદ્ વિજય જયસુંદરસૂરિજીના શિષ્ય મુનિરાજે તેમના ગુરૂજીની પ્રેરણાથી આજથી ૨ વર્ષ પૂર્વે પિણ્ડનિયુક્તિ ઉપર વીરગણિકૃતવૃત્તિનું સંશોધન સંપાદન ચાલુ કર્યું હતું. જે હાલમાં મુદ્રણાલયસ્થ છે. તે કાળ દરમ્યાન ગતવર્ષે જિનશાસનના મહાન પુણ્યોદયે તથા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય
SR No.032703
Book TitlePind Niryukti
Original Sutra AuthorN/A
AuthorJaysundarsuri
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages226
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_pindniryukti
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy