SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણો અનુસાર સંસ્કૃતમાં લખવાની નવી રૂઢિના અગ્રચારી હતા, દાર્શનિક અને ઉપદેષ્ટા, વાચક ઉમાસ્વાતિ, એમનાથી અને એમની કૃતિઓના સંક્ષિપ્ત આકલનથી સાંપ્રત ખંડના બીજા વિભાગનો આરંભ કરીશું. વાચક ઉમાસ્વાતિ (પ્રાયઃ ચોથી શતાબ્દી મધ્યભાગ) પ્રાપ્ત પ્રમાણો અનુસાર પ્રાયઃ ઇસ્વી સનુની ચોથી શતાબ્દીના મધ્યભાગના અરસામાં થઈ ગયેલા આ આચાર્યે નિર્ઝન્થ-દર્શનમાં સંસ્કૃત ભાષામાં લખવાની પહેલ કરેલી એ વાત સુવિદિત છે. તેમાં બ્રાહ્મણીય સૂત્રયુગ જ નહીં, તે પરના ભાષ્યોના પણ કાળ પછી જ, જોકે તુરતમાં જ, થયા હોવા ઘટે, તેમણે નિર્ઝન્થ-સિદ્ધાંતના એક અંશ-સાત તત્ત્વો-ને ગૂંથી લેતા સુપ્રસિદ્ધ તત્ત્વાર્થાધિગમશાસ્ત્રની સૂત્રાત્મક તથા તેના પર ગદ્ય-પદ્યમય ભાષ્યની રચના કરેલી. સૂત્ર માટે પાંતજલયોગસૂત્ર અને શૈલી માટે ગૌતમકૃતિ દર્શનગ્રંથ ન્યાયસૂત્રને તેમણે આદર્શરૂપે રાખ્યો હોય તેમ લાગે છે. જ્યારે તેમના ભાષ્યમાં યોગસૂત્ર પરના વ્યાસભાષ્યનો પરામર્શ વરતાય છે. તદુપરાંત, પાછળ કહ્યા તે ગ્રંથની પહેલાં, નિગ્રંથ કલ્પના અનુસારના ભૂગોળ-ખગોળના વિષયને આવરી લેતા ક્ષેત્રસમાસ અપરના જમ્બુદ્વીપસમાસ નામક લઘુગ્રંથ ગદ્યમાં રચેલો. એ સિવાય એમણે એક સરસ ઉપદેશાત્મક એવું આચારમાર્ગના સિદ્ધાંતોને નિર્દેશતી કૃતિ પ્રશમરતિપ્રકરણની પણ રચના કરી છે. ઉત્તરના સંપ્રદાયની મધ્યકાલીન પરંપરા અનુસાર તેમણે ૫૦૦ પ્રકરણોની રચના કરેલી; પરંતુ એ આંકડામાં તો દેખીતી રીતે જ નિગ્રંથોની લાક્ષણિક, પ્રાયઃ ૨000 વર્ષોથી તો એમને અતિ પ્રિય રહેલી એવી અમર્યાદ અતિશયોક્તિનું તત્ત્વ રહેલું છે. છતાં હાલમાં અપ્રાપ્ય એવા શૌચપ્રકરણ તેમ જ શ્રાવપ્રજ્ઞપ્તિ નામક પ્રકરણો તેમણે રચેલાં તેવા જૂના વિશ્વસનીય ઉલ્લેખો જરૂર પ્રાપ્ત છે; અને ચંદ્રકુળના નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિએ સ્વરચિત સ્થાનાંગવૃત્તિ (સં.૧૦૮૦/ઇ.સ.૧૦૬૪)માં ઉમાસ્વાતિના કોઈ દાન વિષય સંબંધમાં હશે તેવા પ્રકરણમાંથી આઠેક પઘો ઉદ્ધત કર્યા છે. તદતિરિક્ત તેમનું ધર્મ વિષય સંબદ્ધ પણ કોઈ પ્રકીર્ણક હશે એમ લાગે છે. (આ પ્રકરણો વર્તમાને ઉપલબ્ધ નથી.) હવે પ્રશ્ન એ છે કે, ઉમાસ્વાતિએ સ્તુતિ-સ્તોત્રાદિની રચના કરેલી ખરી? સ્તુતિ એ એક એવી કૃતિ છે કે જેમાં એક તરફથી ઇષ્ટદેવલક્ષિત ગુણાનુવાદ સમેતના ભક્તિભાવની અને બીજી બાજુથી કાવ્યાંગની ઉપસ્થિતિ હોવી જરૂરી છે. ઉમાસ્વાતિની પદ્યશૈલીનો પરિચય તત્ત્વાર્થાધિગમસૂત્રની ૩૧ ઉપોદ્દાત કારિકાઓ અને ૩ર અંતિમ કારિકાઓ ઉપરથી, અને ભાષ્ય અંતર્ગત કેટલાક અધ્યાયોમાં આવતાં એવું શૈલીની દૃષ્ટિએ તેમના હોવાનું માની શકાય તેવાં, છૂટાં કે સમૂહગત સારી સંખ્યામાં ઉપસ્થિત પદ્યો પરથી, તદતિરિક્ત પ્રશમરતિપ્રકરણની ૩૧૩ આર્યાઓ પરથી, તેમ જ થોડેક અંશે એમના નામે ઉદ્ધત થયેલાં, પણ હાલ અપ્રાપ્ત, એવાં પ્રકરણોમાં પદ્યો પરથી આવી રહે છે. અહીં તેમાંથી શૈલી તેમ જ વસ્તુની દૃષ્ટિએ ધ્યાન ખેંચે તેવાં છે તે નીચે ઉરૅકિત કર્યા છે : क्रोधात् प्रीतिविनाशं मानाद् विनयोपघातमाप्नोति । शाठ्यात् प्रत्ययहानिः सर्वगुणविनाशनं लोभात् ॥ ८४
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy