SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीनेमिवचनाद् यात्रागतः सर्वरुजापहम् । नंदिषेणगणेशो ऽत्राजितशान्तिस्तवं व्यधात् ॥ ३२ ॥ कल्पप्रदीप આ સિવાય સંદર્ભગત પુરાતન અજિતશાંતિસ્તવ પરની સ્વોપજ્ઞ ટીકામાં તેમના સમયમાં સ્તવરચના સંબંધમાં પ્રચલિત, જિન નેમિનાથના તીર્થના મુનિ નંદિષણ દ્વારા પ્રણયનવાળી વાત અતિરિક્ત તેને વિકલ્પે શ્રેણિકપુત્ર નંદિષેણ દ્વારા તેની રચના થઈ હોવાના પ્રઘોષની વાત પણ તેઓ નોંધે છે. યથા : "नन्दिषेणचेह श्रेणिकपुत्रो नेमिगणधरो वा, श्रेणिकपुत्रोऽन्यो वा कश्चिन्महर्षि न सम्यगवम्यते केचित्त्वाहुः ? श्री शत्रुञ्जयान्तर्गुहायामजितशान्तिनाथौ वर्षारात्रीमवस्थितौ तयोश्चैत्यद्वयं पूर्वाभिमुखं जातमनुपमसरः समीपेऽजितचैत्यं च मरुदेव्यन्तिके शान्तिचैत्यं, श्रीनेमिनाथगणधरेण नन्दिषेणाख्येन नेमिवचना - तीर्थयात्रोपगतेन तत्राजितशान्तिस्तव रचनाकृतेति, गाथाछन्दः ॥ ३७ ॥ बालावबोधिनी - પણ ધર્મઘોષસૂરિ અને જિનપ્રભસૂરિનાં કથનોની સામે નોંધવા જેવી વાત એ છે કે શત્રુંજયતીર્થ સંબંધમાં રચાયેલી બે પ્રાચીનતમ કૃતિઓ – પુણ્ડરીક પ્રકીર્ણક અપરનામ સારાવલી પ્રકીર્ણક – ના કર્તા તૃતીય પાદલિપ્તસૂરિ (પ્રાયઃ ઇસ્વી ૯૨૫-૯૭૫), અને લઘુશત્રુંજયકલ્પના કર્તા દ્વિતીય વજસ્વામી (પ્રાયઃ ઇસ્વી ૧૦૨૫-૧૦૫૦) ગિરિસ્થ અજિત-શાંતિ જિનનાં મંદિરો વિષે કે તેમને અનુલક્ષીને રચાયેલા મનાતા નંદિષેણ કારિત અજિતશાંતિસ્તવના વિષયમાં બિલકુલ મૌન સેવે છે. એટલું જ નહીં, ઉપરની બે રચનાઓ પછી રચાયેલા મધ્યકાલીન વીરગણિ, જિનવલ્લભસૂરિ, અને જિનદત્તસૂરિ દ્વારા અજિતશાંતિ સ્તવોમાં પ્રસ્તુત બે જિનેંદ્રોનો શત્રુંજયગિર સાથે સંબંધ હોવાનો પરોક્ષ રીતે પણ નિર્દેશ નથી. નંદિષણરચિત આ મૂળ સ્તોત્રમાં પણ એવું કથન નથી, કોઈ સૂચન પણ દેખાતું નથી. વિશેષમાં જોઈએ તો મંત્રીશ્વર વસ્તુપાલ તથા તેમના લઘુબંધુ મંત્રી તેજપાલે ઇ.સ.૧૨૨૫-૧૨૩૯ના ગાળામાં શત્રુંજયતીર્થની કરેલી યાત્રાઓ તેમ જ તે દરમિયાન તેમણે ગિરિ પર કરાવેલ સુકૃતો સંબંધમાં તેમના અભિલેખો અતિરિક્ત સમકાલિક તેમ જ તેમને વિષય બનાવી લખનાર ઉત્તરકાલીન ચરિત્રકારોરાસકારો દ્વારા વિસ્તારપૂર્વકની નોંધો પ્રાપ્ત છે ઃ પણ તેમાં એકેયમાં શત્રુંજયગિરિ પરનાં અજિત-શાંતિનાં આલયો વિષે, કે તે જિનાલયો ત્યાં તે સમયે અસ્તિત્વમાન હોય તો તેમાં તેઓએ કોઈ જિનબિંબાદિ મુકાવ્યાના કે તેમના પુનરુદ્ધાર કર્યાના ઉલ્લેખો પ્રાપ્ત નથી થતા. આ ઉપરથી સ્પષ્ટ છે કે સ્તોત્રકર્તા નંદિષેણ સૂરિના નામ પરથી પછીથી ધર્મઘોષસૂરિ આદિએ એવી કલ્પના કરી લીધી હોય, કારણ એ કે મહાવી૨ પછીના આવનાર યુગોમાં નંદિષેણ નામધારી કોઈ મુનિ, ગણિ, આચાર્ય થયા હોવાનો પ્રાચીન સાહિત્ય-નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, સંસ્કૃત વૃત્તિઓ, અને સ્થવિરાવલી આદિમાં ક્યાંયે ઉલ્લેખ દેખાતો નથી, અને આજે છે એ જ સ્થિતિ ધર્મઘોષસૂરિના સમયમાં પણ હશે. : તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સ્તોત્રની રચનાનો વાસ્તવિક કાળ શું હોઈ શકે. જર્મન વિદ્વશિરોમણિ વૉલ્ફેર શુક્લિંગના આધારે, ભારતીય પ્રાચીન અંગાદિ જૈન વાડ્મયનો ઇતિહાસ ૭૨
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy