SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સમાન ગંભીર એવા ૨૪ જિનો પાસે અભિસ્તવના દ્વારા આરોગ્ય, બોધિલાભ, સમાધિ તથા સિદ્ધગતિની પ્રાપ્તિની અભ્યર્થના કરી છે. આ પહેલું એવું સ્તવ છે કે જેમાં કામના (અલબત્ત સકામના, સાત્ત્વિક અભિલાષા સ્તુતિના હેતુરૂપે દાખલ થતી જોઈ શકાય છે. દિગંબર સંપ્રદાયમાં પણ આ સ્તવ પ્રચારમાં છે. ત્યાં પડું આવશ્યકો (એનાં થોડાંક વાક્યો સિવાય) આમ તો નષ્ટપ્રાયઃ છે, પણ પ્રસ્તુત સ્તવ ઉપર કહ્યું તેમ, સંભવતઃ યાપનીય સંપ્રદાયના માધ્યમથી, શેષ રહી ગયું છે. ત્યાં તે લોગસ્સસુત્તને બદલે મોડેથી પ્રયોજિત તિર્થીયરભત્તિ નામે પ્રસિદ્ધ છે, અને તેના કર્તા ખ્યાતનામ પદ્મનંદિ કુંદકુંદાચાર્ય માનવામાં આવે છે. પણ કુંદકુંદાચાર્યનો સમય હવે ઇસ્વીસનની ૮મી શતાબ્દી ઉત્તરાર્ધનો નિશ્ચિત થતો હોઈ સ્તવની રચના એમના સમયથી તો ઓછામાં ઓછું સાત સદી પૂર્વે થઈ ચૂકેલી. વિશેષમાં સ્તવમાં કુંદકુંદાચાર્યની શૈલી કે વિચારણાઓનાં લાક્ષણિક તત્ત્વો પણ દેખા દેતા નથી. એમની પ્રાભૃતત્રયીમાં આરંભમાં મંગલરૂપે જે ગાથાઓ મળે છે તેના જેવી શૈલી તો ઉત્તરની નિર્ગસ્થ પરંપરામાં ઇસ્વી ૭મી-૮મી શતાબ્દીની રચનાઓનાં જ મંગલોમાં મળે છે. દિગંબર પરિપાટીમાં સાધારણતયા અર્ધમાગધી પર મહારાષ્ટ્રની અસરને બદલે શૌરસેનીનો પ્રભાવ જોવા મળે છે. દિગંબર આવૃત્તિનું લોગસ્સસ્તવનું પહેલું પદ્ય અનુષ્ટ્રભુમાં ન હોતાં પાઠભેદ સાથે અન્ય છંદમાં બંધાયેલું છે. કાવ્યની દૃષ્ટિએ આ સ્તુતિ આમ તો સાધારણ રચના છે, પણ તેનું ઐતિહાસિક મૂલ્ય અસાધારણ છે. આરંભના પદ્યમાં આવતા “ધમ્મતિ–કરે જિને’ શબ્દ ઉત્તરાધ્યયનસૂત્રના “કેશી-ગૌતમીય અધ્યયન” (અ.૨૩)ના પ્રથમ પદ્યના ચરણાંશમાં પણ મળે છે; અને પ્રસ્તુત અધ્યયન પણ શૈલીની દૃષ્ટિએ ઇસ્વીસનના આરંભના અરસાનું છે. (ત્યાં અધ્યયનની કથા-વસ્તુ તો અલબત્ત ઠેઠ વર્ધમાન જિનના સમય સુધી જાય છે.) સામાયિક-પ્રતિક્રમણ વિધિમાં સ્તવ ઉપયુક્ત હોઈ તે સદૈવ કંઠસ્થ થતું આવ્યું છે. જિનાલયોમાં પણ પ્રાર્થના પ્રસંગે તેનો પાઠ થતો રહે છે. ચતુર્વિશતિસ્તવ આમ પ્રમાણમાં પ્રાચીન અને નિગ્રંથોમાં સર્વમાન્ય રચના છે. (૪) દેવવાચકકૃત જિન-સંઘ-ગણધરસ્તુતિ (પ્રાયઃ ઇસ્વી ૪૫૦) દુષ્યગણિના શિષ્ય દેવવાચકના નંદિસૂત્રના નાંદી-મંગલરૂપે, ત્યાં અપાયેલી વાચકોની સ્થવિરાવલી'ના પ્રારંભે, ૨૨ પદ્યોવાળી સ્તુતિ ઉપલબ્ધ છે. ઇસ્વીસનું ૫૦૩ વા ૫૧૬માં થયેલી વલભી દ્વિતીય વાચનાના અધ્યક્ષ દેવદ્ધિગણિથી દેવવાચક બે પેઢી ઉપર થયા છે. તે જોતાં નંદિસૂત્રનો રચનાકાળ ઇસ્વીસના પાંચમા શતકના મધ્યનો ગણાય અને એ રીતે કૃતિની રચના ગુપ્તયુગના શ્રેષ્ઠ હિસ્સામાં થઈ ગણાય; તેમ છતાં સંરચનાના દૃષ્ટિકોણથી જોતાં ઉત્તમતા તો એક કોર રહી પણ પ્રસ્તુત કૃતિમાં હોવા છતાં તેમાં પુરાણી આગમસ્થ સ્તુતિઓનું ગાંભીર્ય એવં આર્ષત્વ નથી. કદાચ આ કારણસર તે ક્યારેય કંઠસ્થ થતી હોય તેવાં પ્રમાણો ઉપલબ્ધ નથી. તેમ છતાં આગમિક રચના હોવાને કારણે એનો અહીં સમાવેશ કર્યો છે. વિશેષમાં તેમાં ચતુર્વિશતિ તીર્થકરોની નામાવલી છે, અને નિર્ઝન્ય સાહિત્યમાં
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy